________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૦૧ વાણી, બહિરંગ-સહકારી કારણ છે અને એ આત્મા અને એનો અભિપ્રાય ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. નિશ્ચયસમકિતમાં તો કોઈ અપેક્ષા છે જ નહીં. આમ છે, ભાઈ ! શું થાય? નિશ્ચયને તો અપેક્ષા છે જ નહીં. એ તો પહેલાં (બીજી ગાથામાં) કહી ગયા કેઃ (પરમ ) નિરપેક્ષ છે. એને કોઈ અપેક્ષા જ નથી. ત્રણલોકનો નાથ, આનંદનો સાગર, પ્રભુનો આશ્રય લઈને (નિશ્ચયસમકિત) થયું તેને કોઈ અપેક્ષા છે જ નહીં.
વ્યવહારસમકિતને નિમિત્ત કહો; પણ નિમિત્ત કંઈ કરતું નથી. એની અપેક્ષા નથી. વ્યવહારસમકિતીને પણ વાણી બાહ્ય-સહકારી કારણ છે, તોપણ એ વાણી એને કંઈ વ્યવહારસમકિત કરી દેશે, એમ નથી. એ તો નિમિત્ત કારણ કહ્યું.
વળી, નિશ્ચયસમકિતી છે, એને વ્યવહારસમકિત થયું છે, એ ધર્મ પામેલ છે, તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે એ જીવ; અને એ જીવના પરિણામ એટલે કે ધર્મી જીવના પરિણામઃ એને અર્થાત ધર્મ પામનાર વ્યવહારસમકિતીને (તે) ઉપચારથી [ અંતરંગ હેત કહ્યા છે.) વાણી કરતાં એના ( જ્ઞાનીના ) અભિપ્રાયનું જોર (–વિશેષતા દર્શાવવા) માટે તેને અંતરંગ હેતુઓ કહેવામાં આવ્યા છે. સમજાય છે કાંઈ?
જિજ્ઞાસાઃ એમ લેવામાં આવે કે બહિરંગમાં મુમુક્ષુ, મુમુક્ષુની વાણી; અંતરંગમાં કર્મ આદિકનો ક્ષયોપશમ તો એમાં શું વાંધો આવે?
સમાધાન: ક્ષયોપશમ તો પોતાનાથી થાય છે. વ્યવહારસમકિત પણ પોતાનાથી થાય છે, એ તો ઉપાદાન (ની વાત છે) અહીં તો નિમિત્તકરણની વાત છે.
જિજ્ઞાસાઃ નિમિત્તમાં એમ લેવામાં આવે કે: અંતરંગમાં કર્મનો ક્ષયોપશમ?
સમાધાન: નહીં... નહીં નહીં. કર્મનો ક્ષય (અંતરંગ હેતુ હોય, એવી) એ વાત અહીં છે જ નહીં. એ તો અપેક્ષા લાગુ થઈ ગઈ. એ અહીંયાં નથી. જેને નિશ્ચય હોય એને કર્મનો ક્ષયોપશમ-ક્ષય હોય. એ તો-વ્યવહારસમકિત તો રાગ છે; એ કંઈ સમકિત નથી. નિશ્ચયસમકિતનો વ્યવહારસમકિતમાં આરોપ કર્યો છે. સમજાય છે કાંઈ ?
જુઓ: (“મોક્ષમાર્ગપ્રકાશક' અધિકાર સાતમો, પ્રકરણ: “ઉભયાભાસી મિથ્યાષ્ટિ”] “અંતરંગમાં પોતે નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી, પણ જિનાજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે; હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપિત કર્યો હોય તે “નિશ્ચયમોક્ષમાર્ગ છે અને જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે ને સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ' છે. કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે.” આહા.. હા! આ તો બહુ ભારે સ્પષ્ટીકરણ કર્યું છે. સામાન્ય વાતમાં આચાર્યનું (પેટ) ખોલીને સ્પષ્ટીકરણ કર્યું છે. આહા.... હા!
આ “સાતમો અધિકાર” તો પહેલો ૧૯૮૨ની સાલમાં વાંચ્યો હતો... ને! જ્યારે ત્યાં એટલું કહ્યું ઓહો... હો... હો ! વસ્તુની સ્થિતિ આ છે. આમ તો કોઈની પાસે પુસ્તક માગતા નહીં. સાથે પુસ્તક રાખવાની કે આપો એમ કહેવાની વાત હતી નહીં. પછી સંવત ૧૯૮૪માં અમે બગસરા ગયા. ત્યાં શ્રીમદના. કલ્યાણજીભાઈ નામના એક ભગત હતા. એને ત્યાં મોક્ષમાર્ગપ્રકાશક'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com