________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ દષ્ટિ થઈ ગઈ, નિર્વિકલ્પ શાંતિ આવી; તો હવે કહે છે કે હવે એ યોગ્યતા મારામાં છે જ નહીં. હું તો જે છે તે છું ! | (અહીંયાં હવે કહે છે કે.) એ સંજ્ઞી-અસંજ્ઞીના ભેદ મારામાં નથી. હું તો જ્ઞાયક. જ્ઞાયક... જ્ઞાયક.. જ્ઞાયક ! અને મારી જે એવી પરિણતિ છે તેમાં પણ એ સંજ્ઞી-અસંજ્ઞી (પણું ) લાગુ પડતું નથી. આહા.... હા ! આહાર (માણા) ના બંને ભેદ-આહારક અને અનાહારકમારામાં નથી. સમજાણું કાંઈ ? -એ ચૌદ (ભેદ) થયા. અહીં આવ્યું “ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો” એમ કહ્યું ને..! ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાન. એક વાત. “તથા તેટલા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો” ( –એકેન્દ્રિય સૂક્ષ્મ અને બાદર, બેઈન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી-એ સાતનાં પર્યાય અને અપર્યાપ્તના ભેદથી ચૌદ જીવસ્થાનો) એ પણ હું નથી. એ જીવનાં સ્થાનો મારામાં છે જ નહીં. આહા... હા ! શુદ્ધજીવાસ્તિકાયમાં જીવનાં સ્થાન-ભેદ નથી. જીવસ્થાન કહ્યાં ને...! “ચૌદ ભેદવાળાં જીવસ્થાનો” એ પણ મારામાં નથી. “કે ગુણસ્થાનો”—તેટલા (ચૌદ) ભેટવાળાં ગુણસ્થાનો એ પણ મારામાં નથી. ચૌદ ગુણસ્થાન તો ભેદ છે; હું તો જ્ઞાયક, ત્રિકાળી શુદ્ધજીવાસ્તિકાય-જીવ અતિરૂપ, અસ્તિત્વ, સત્તા, હોવાપણું, મોજૂદ-જે ચીજ (છું ), એમાં તો એ ભેદ જ નથી. આહા... હા! અંદર મોજૂદ (હાજરાહજૂર) ચીજ, ચૈતન્યનો હીરો ભગવાન, ચૈતન્ય-હીરો, હીરાની પાટ પ્રભુ! આ ચૈતન્ય-હીરો એના સ્વભાવમાં (-સ્વરૂપમાં), એ જીવસ્થાનો કે ગુણસ્થાનો નથી.
એ તો “સમયસાર' ગાથા-૬૮માં આવ્યું છે કે: [“જે આ ગુણસ્થાનો છે. તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યાં છે?” ] ગુણસ્થાનભેદ મારામાં નથી, એ તો અજીવ છે.
(અજીવ છે') એ તો આ અપેક્ષાએ કહ્યું: આ ત્રિકાળી જીવની અપેક્ષાએ એ પૂર્ણ (– નિશ્ચય) જીવ નથી, એટલે વ્યવહારજીવ છે. પર્યાય એ વ્યવહારજીવ છે તેથી એને અભૂતાર્થ કહીને, એ ત્રિકાળીમાં નથી; એમ કહ્યું છે. “સમયસાર” ગાથા-૧૧માં કહ્યું છે ને..! કેઃ પર્યાય અભૂતાર્થ છે તો અભૂતાર્થનો અર્થ કાયમી ચીજ નથી એ અપેક્ષાએ. પર્યાય છે ખરી; પણ તેને ગૌણ કરીને, અભૂતાર્થ કહી છે. પર્યાયનો અભાવ કરીને અભૂતાર્થ કહ્યું એમ નથી. ગાથાનો પાઠ તો એવો લીધો છેઃ “વવહારોગમૂલ્યો ”-પર્યાયમાત્ર જૂઠી છે.
એક મુંબઈવાળા (વિદ્વાન) એમ કહેતા હતા ને! કેઃ કુંદકુંદઆચાર્ય “સમયસાર” ને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. (પણ) ભાઈ ! ભગવાન! એમ નથી. વેદાંતને અને આને ક્યાં સંબંધ ? ક્યાંય ઉગમણા-આથમણો ય સંબંધ નથી. પણ “પર્યાયમાત્ર જૂઠી છે” એમ કહ્યું ને...! એટલે એને એમ થઈ ગયું. પણ “પર્યાય જઠી છે” એનો અર્થ શું? કે: ત્રિકાળીને જ્યારે મુખ્ય કરીને ભૂતાર્થ અને સત્ય કહ્યું તો પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને અસત્ય કહ્યું. અભાવ કરીને અસત્ય કહ્યું એમ નથી. આહા... હા ! શું થાય પણ? પોતાની દૃષ્ટિથી કલ્પના કરીને અર્થ કરે અને આચાર્યનું હૃદય શું છે (તે સમજે નહીં) તો મોટી ગરબડ થઈ જાય!
અહીંયાં કહે છે: “શુદ્ધનિશ્ચયનયથી” (મને નથી). હવે અહીં ફેરવ્યું જરીખુલાસો કર્યો ઓલા [–ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેટવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો] શુદ્ધનિશ્ચયનયથી “પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.” આહા.... હા! મારો તો પરસ્વભાવભાવ ત્રિકાળ છે, એ ભૂતાર્થ છે; એ હું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com