________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ આચાર્ય કહે છે કેઃ એ અક્ષય અને અમેય છે. આહા... હા.... હા! બીજી રીતે સંતો-દિગંબર સંતો-કુંદકુંદ આચાર્ય તો એમ કહે છે કેઃ જે કંઈ સમ્યગ્દર્શન-જ્ઞાનપરિણામ પ્રગટ્યાં તે અક્ષય છે હવે પાછા પડવાના નથી. ચારિત્રમાં (જો પૂર્ણ ન થાય તો દેવના ભવમાં ચારિત્ર ક્ષીણ) થાય. પણ અક્ષયવાળા કોઈ દી' પડે નહીં. સમજાય છે કાંઈ?
અરે ! સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે તો રત્ન ભર્યા છે અને ત્યાં (તળિયે) રેતી ન હોય. શું કીધું? –રત્ન ભર્યા છે. તો આ ય સ્વયંભૂ છે પ્રભુ! અંદર જે ચૈતન્ય રત્નાકર પ્રભુ ! એમાં અનંતરત્ન પડયાં છે. અહીં સ્વયંભૂરમણ સમુદ્રમાં નીચે ( તળિયે) રેતી નથી, કહે છે કે એકલાં રત્નોની વેળુ છે. અસંખ્ય યોજનનો સ્વયંભૂરમણ સમુદ્ર. એકલો રત્નથી ભરેલો છે. અરેરે !! એનું ક્ષેત્ર મોટું છે અને આમ આ ભગવાન આત્માનું ક્ષેત્ર ભલે નાનું, પણ એના ભાવ તો અનંત અનંત ભર્યા છે. ભાઈ ! જેને સ્વભાવ છે એને ક્ષેત્રની વિશેષતાની જરૂર નથી. એની શક્તિના સામર્થ્યની વિશેષતા છે. આહા... હા! અનંત જ્ઞાન રતન, અનંત દર્શન રતન, અનંત શાંતિ રતન, અનંત આનંદ રતન, અનંત જીવતર રતન, અનંત ચિતિ રતન, (અનંત દશિ) રતન, (અનંત ) વીર્યરતન, (અનંત) પ્રભુતા રતન, (અનંત) વિભુતા રતન- એવી અનંતી શક્તિઓ સંખ્યાએ, અને એક એક શક્તિનું અનંતું સામર્થ્ય, એવો જે ભગવાન આત્મા એ પર્યાયથી પણ લક્ષને છોડી અને દ્રવ્ય ઉપર દષ્ટિ કરે છે ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે તે અબંધ પરિણામી છે. અબંધ વસ્તુનાં (લક્ષે થયેલાં) પરિણામ અબંધપરિણામ છે. લ્યો, આવ્યું ભાઈ ! અબંધ કહો કે મુક્ત કહો. જેવો મુક્તસ્વરૂપ ભગવાન છે એના સંમુખનાં પરિણામ પણ મુક્ત છે. એ પરિણામવાળો આત્મા નિરપરાધી છે.
બંધનને કદાપિ સ્પર્શતો નથી જ” એમ છે. છે! સંસ્કૃતમાં શબ્દ: “વંધનં નૈવ નાત” ‘ન વ નાતુ' – “નથી જ.’ આહા... હા ! જે ભગવાન અબંધસ્વરૂપ પરમાત્મા, એકલા અનંતા ચૈતન્યરત્નોથી ભરેલો સાગર પ્રભુ, એની સેવા જેણે કરી એટલે કે એની સંમુખ થઈને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણામ પ્રગટ કર્યા, એ નિરપરાધ પ્રાણી, એ કર્મથી બિલકુલ બંધાતો નથી. આહા... હા !
અહીં તો પરમાત્મા એમ કહે છે કે અમારું ભજન-એ ભાવ પણ અપરાધ છે, કારણ કે અમે પરદ્રવ્ય છીએ; એ પરદ્રવ્યનું (ભજન અપરાધ છે). “મોક્ષપાહુડ” ૧૬મી ગાથા: “પરબ્બીવો દુર.” એ તો વીતરાગ (છે), દુનિયાની દરકાર વિના વાત કરે. અમે પણ તારા (માટે) પરદ્રવ્ય તરીકે છીએ, પ્રભુ કહે છે. અમારું ભજન અને અમારા પ્રત્યે લક્ષ તું રાખે (તો) તે પણ અપરાધ થાય છે.
જિજ્ઞાસા: ભગવાનની ભક્તિથી કયો કષાય પુષ્ટ થાય છે?
સમાધાન: એ બધું છાપામાં આવ્યું છે. ભગવાનની ભક્તિમાં શું કષાય? બાપુ! એ લોકોને એમાં શું કહીએ? પણ ભગવાનની ભક્તિ જ રાગ અને કષાય છે. અરે! શું કહીએ, બાપુ? સ્વદ્રવ્યમાંથી ખસી અને જેટલો પરદ્રવ્ય તરફનો ભાવ થાય (એ અપરાધ છે). સવારમાં તો કહ્યું ને કે: તીર્થકરગોત્ર સમકિતીને જ બંધાય, (કેમકે) એવાં પરિણામ એને જ હોય, પણ એ અપરાધ છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ અપરાધ છે. વધારે શું કહેવું? પેલા (સંપ્રદાયમાં) તો રાજીરાજી થાય-આહા... હા! તીર્થકરગોત્ર બંધાણું ને...પણ ગોત્ર બંધાણું એ તો પ્રકૃતિ જડની બંધાણી અને એના કારણરૂપે તારો શુભભાવ એ તો અપરાધ છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com