________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૦ – ૧૯૯ અનુભવ છે-રાગથી ભિન્ન પડી સ્વરૂપનો અનુભવ-એ સાધકદશા છે, એ ધર્મની પહેલી સીડી છે. એનાથી આગળ વધીને મુનિરાજ તો પર્યાયમાં શમરસરૂપી જલના સમુદ્રની ભરતી લાવીને, વીતરાગપર્યાયની ભરતી લાવીને પાપકલંકને એટલે કે પુણ્ય અને પાપના ભાવ જે કલંક છે તેને ધોઈ નાખ્યાં છે. આહા. હા! “વિરાજે છે.” – પુણ્ય અને પાપના ભાવને ધોઈ અને પર્યાયમાં શમરસજલની ભરતી લાવીને “શોભે છે.”
આહા... હા! વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે! અંતરમાં સ્વભાવનું અભેદપણું પ્રગટયા વિના ધર્મની શરૂઆત થતી નથી. અભેદ ચીજ જે સામાન્ય વસ્તુ ચૈતન્યઘન, આનંદકંદ, રસકંદ; તેને દષ્ટિમાં લઈને, અનુભવ કરવો; એનું નામ તો પ્રથમ સમ્યગ્દર્શન છે. એ પછી આગળ વધીને (તે) રાગના-અસ્થિરતાના ભાવો (જે) છે તેનાથી પણ ભેદ એટલે જુદો પડતો પડતો, અને વીતરાગી દરિયામાંથી વીતરાગીજલની ભરતી લાવીને પુણ્ય-પાપનો વ્યય કરે છે, વીતરાગની પરિણતિને ઉત્પન્ન કરે છે અને ધ્રુવ-ત્રિકાળી તો દષ્ટિમાં છે જ!
આહા... હા ! (માર્ગની ખબર નથી તેથી) આવું અજાણ્યું લાગે એટલે માણસને (લાગે કે ) આ શું કહે છે? (પણ) માર્ગ તો આ છે! જેને જન્મ-મરણથી રહિત થવું હોય તેને, જન્મમરણના કારણરૂપ ભાવથી પણ ભેદ પાડીને, અભેદને લક્ષે જે અભેદતા પ્રગટ થાય તેને અહીં સાચું ભેદજ્ઞાન કહે છે. સમજાણું કાંઈ ?
અરેરે! ચોર્યાશી લાખના અવતાર, ભાઈ! એણે સહન કર્યા છે. આપણે આત્મધર્મ” ગુજરાતીમાં આવ્યું હતું: નારકીનાં એક ક્ષણનાં દુ:ખ, કરોડો જીભે અને કરોડો ભવે ન કહેવાય, પ્રભુ! શું કહીએ ? આવાં આવાં દુઃખો એક ક્ષણના હોં! ભગવાન આનંદસ્વરૂપ છે; એનાથી વિપરીત “રાગ અને પુણ્યના ભાવ મારા ' એવો મિથ્યાત્વભાવ, જેના ફળ તરીકે નરક ને નિગોદ, અને એ નરકની એક ક્ષણનું દુ:ખ ! ભાષા ગમે તે હોય પણ એનો ભાવ સમજવો બહુ કઠણ, બાપા! આચાર્ય કહે છે, આપણે “ભાવપાહુડ” માં ય છે કે જેના એક ક્ષણનાં દુઃખોનું વર્ણન ક્રોડો જીભથી અને ક્રોડો ભવથી ન થાય, પ્રભુ. તે એવાં દુ:ખ, એ મિથ્યાત્વના ફળમાં વેઠયાં છે. આહ.. હા ! એ દુ:ખથી મુક્ત થવું હોય તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન આનંદસાગર છે, એ સુખનો અંદર દરિયો છે. પ્રભુ ! એવા આનંદસાગર ભગવાનને સંભાળી લે એટલે કે તેનો સ્વીકાર કર! અને દષ્ટિમાંથી રાગ અને પર્યાયનો સ્વીકાર છોડી દે! આહા. હા! આ તો (આનંદની) શરૂઆત.
અહીંયાં તો “મુનિનાથ' ની વાત (છે). મુનિપણું–બાપુ! એ તો પરમેશ્વરપદ છે; ભાઈ ! એ કઈ ચીજ છે!! આહાહા! જેને અંતરમાં અતીન્દ્રિય આનંદમાં શમજલની ભરતી આવે છે એટલે ઉત્પાદ થાય છે. ધ્રુવપણામાં તો સુખસાગર-મજલનિધિનો દરિયો છે પ્રભુ! પણ તેના તરફનો સ્વીકાર થતાં, એ ચૈતન્ય મહામુનિરતનનો અંતરમાં સ્વીકાર થતાં એને પર્યાયમાં પણ આનંદનો ભાવ આવે. અહીંયા તો મુનિની વાત વિશેષ છે. એને તો અંદરમાં એવી સ્થિરતા જામી છે કે પંચમહાવ્રતના વિકલ્પમાં આવવું એ પણ એને બોજો લાગે છે. આહા... હા ! એવી (નિરુપાધિક) ચીજમાં જેની રમતું જામી ગઈ છે. એની પર્યાયમાં-અવસ્થામાં વીતરાગી પૂર આવે છે. (એમ) કહે છે. (જેમ) ઘોડાપૂર (–ઘોડાની જેમ એકદમ ધસી આવતું પૂરા પાણીનું દળ આમ હાલ્યું આવે. અહીં પાણીનું ટીપું ન હોય અને વીસ ગાઉ છેટે પાંચ ઇંચ વરસાદ પડ્યો હોય તો નદીમાં એવું ઘોડાપૂર એકદમ) હાલ્યું આવે તેમ વીતરાગતાનું પૂર આવે છે. અંતરના આનંદસ્વભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com