________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૭૯ ગઈ. – શું કહ્યું? ભગવાન આત્મા, દ્રવ્ય મુક્તસ્વરૂપ છે; પર્યાયમાં ગમે તેટલી વિકૃત-અવિકૃત દશાઓ વીતી ગઈ પણ તેના દ્રવ્યમાં ક્યારેય અપૂર્ણતા કે અશુદ્ધતા કે ખંડ ક્યાંય થયો નથી.
એવું જે દ્રવ્ય, વસ્તુ, તેના ગુણો; અને પર્યાયો; એવો જે નિજ ભાવ; એ નિજ ભાવમાં રહીને જેણે વિકલ્પના ભેદાદિ વિભાવોને છોડ્યા છે, તેની અલ્પ કાળમાં, [ભલે આ કાળમાં પૂર્ણ મુક્તિ ન હોય પણ, ) મુક્તિ થઈ જવાની જ છે. અલ્પ કાળ લીધો છે ને..? આહા... હા! નિજ ભાવ એટલે: દ્રવ્યને ભાવ કહીએ, ગુણને ભાવ કહીએ, અને પર્યાયને પણ ભાવ કહીએ. અરે ! વિકારીભાવ હોય એને પણ ભાવ કહીએ, પણ એને અહીંયાં લેવો નથી. અહીંયાં તો ત્રિકાળી જ્ઞાયક, ચૈતન્યજ્યોત, પવિત્રતાનો પિંડ પ્રભુ તે નિજ દ્રવ્ય-ગુણ; અને તેને આશ્રયે થતી, તેને લક્ષ થતી જે શુદ્ધપરિણતિક એવા નિજ ભાવમાં જે લીન છે. અને (તે) નિજ ભાવથી ભિન્નને છોડે છે; એમ કહે છે. (શ્રોતા:) કયા ભિન્નને છોડે છે? (ઉત્તર) લક્ષને છોડે છે. સકળ વિભાવને છોડ છે એટલે કે ભેદને (છોડે છે). ભેદ છે, ભેદ-વિકલ્પ-રાગાદિ સર્વને છોડીને અલ્પ કાળમાં (મુક્તિને પામે છે). “એવા સકળ વિભાવ” કહ્યું છે ને ? ભેદને નથી કહ્યો અહીં. ભેદ તો (ગુણસ્થાનાદિમાં) આવી ગયો. અહીંયાં તો આ બાજુ (નિજ દ્રવ્યગુણપર્યાય) માં જે લીન થાય છે તે સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. આ ક્રિયા એની છે. દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ તો રાગ છે. (એ તો) ક્યાંય રહી ગયા. એ તો બંધનું કારણ છે. પણ અહીં તો જેને જ્ઞાન, દર્શન, આનંદના ભેદ પડ્યા, એવા ભેદોનું પણ જેણે લક્ષ છોડયું છે; અને ભેદને આશ્રયે રાગ થાય તેનું લક્ષ પણ જેણે છોડયું છે એવા સકળ વિભાવ, નિજ ભાવથી ભિન્ન છે; એને છોડીને, અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ ?
“સમયસાર” કળશ-૨૪૦ માં છે ને ! “ મોક્ષપથી”મોક્ષપંથ એક જ છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એ એક જ મોક્ષપંથ છે; એનાથી અલ્પ કાળમાં (મુક્તિને પ્રાપ્ત કરે છે). એની જયસેનાચાર્યની સંસ્કૃત ટીકામાં લખ્યું છે કેઃ કારણ કે, આ પંચમ કાળ છે એટલે એને ત્રીજે ભવે મુક્તિ થાય જ. સમજાણું કંઈ ?
[‘નિયમસાર” ગાથા-૫૦ ની ટીકા પછી ઉદ્ધત ] સમયસાર કળશ-૧૮૫માં મોક્ષાર્થી” આવ્યું છે ને....! કે: [“જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ) છે. એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે- હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.” ] જેમના ચિત્તનું ચરિત્ર એટલે કે જેમના જ્ઞાનનું આચરણ અર્થાત્ આત્માનું આચરણ–ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ એ આત્મા, એનું આચરણ-ઉદાત્ત છે, ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, એવા મોક્ષાર્થીઓ અર્થાત્ મોક્ષના અર્થી મુમુક્ષુઓ-યોગીઓ (આ સિદ્ધાંતનું સેવન કરો). “મોક્ષાર્થીઓ નો અર્થ લીધો છે “યોગીઓ' કે જેને અંતસ્વરૂપમાં યોગ જોડયો છે, એ બધા મુમુક્ષુઓને સંસ્કૃત ટીકામાં યોગી પણ કહ્યા છે. એકલી પૂર્ણાનંદરૂપી મુક્તિ, એના જે અભિલાષી એટલે કે વર્તમાનમાં પણ મોક્ષનો અર્થી એટલે જે પૂર્ણાનંદ છે તેનો જેણે અહીંયાં થોડો અનુભવ લીધો છે અને મોક્ષનો અર્થી અર્થાત્ એ જે જાણ્યું છે કે આ (આત્મા) આનંદસ્વરૂપ છે એનો જે સ્વાદ (અનુભવમાં) આવ્યો છે અને પૂર્ણ મુક્તિની (પૂર્ણાનંદની) ભાવના હોય છે, એને પૂર્ણ મુક્તિનો અર્થી કહેવામાં આવે છે. -એમ પણ એક ઠેકાણે આવ્યું છે. “મોક્ષના અર્થી' નો અર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com