________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ હતું તો માગ્યું કે ભાઈ, મારે વાંચવું છે. તો (તેમણે ) કહ્યું કે, પુસ્તક લઈ જાઓ. મેં કીધું કે, આખું પુસ્તક નથી લઈ જવું. પછી એમાંથી સાતમો અધ્યાય જીવણલાલજીએ શીશપેનથી લખી લીધો. આખો સાતમો અધ્યાય લખેલો અમારી પાસે પડ્યો છે. પાનાં રાખતા. આખું પુસ્તક નહીં. પચાસ વર્ષ પહેલાંનાં લખેલાં તે પાનાં પડયાં છે.
અહીં કહે છે. કારણ કે “તેમને” એટલે સામે મુમુક્ષુઓ-ધર્માત્મા છે તેમને દર્શનમોહનીય-કર્મના ક્ષયાદિક છે.” “ક્ષયાદિક છે” એમ કહે છે. આ સમકિત પામનાર વ્યવહારસમકિતીને (દર્શનમોહનીય કર્મના) ક્ષયાદિક છે. એને તો ક્ષયાદિક છે; પછી વાત શું કરવી? એ તો નિશ્ચયસમકિતી છે જ. વ્યવહારસમકિતના પરિણામમાં જેના દર્શનમોહાદિકનો ક્ષય થયો છે એનો આત્મા (ઉપચારથી) અંતરંગ હેતુ છે. છે તો એ બાહ્ય ચીજ, તેથી અંતરંગ હેતુ પણ ઉપચારથી “અંતરંગતુ' કહે છે. આહા... હા ! સમજાણું કાંઈ ? આ પરેગ્રાફમાં વ્યવહારરત્નત્રયની વાત કરી છે. હવે નિશ્ચયરત્નત્રયઃ
વ્યવહારરત્નત્રયમાં ભેદોપચાર-રત્નત્રય શબ્દ હતા. હવે અહીં “અભેદ-અનુપચાર” (શબ્દ છે). આત્માના આનંદનો અનુભવ (એટલે) અભેદનું જ્ઞાન થયું, શ્રદ્ધા થઈ, અનુભવ થયો, તો એ અભેદ, તે અનુપચાર છે. એમાં કોઈ ઉપચાર નથી. ભેદ તો ઉપચાર હતો. તેથી (“મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધ્યાયમાં) કહ્યું ને કે: ઉપચારથી વ્યવહારસમકિત કહેવામાં આવ્યું છે. આહા... હા ! “અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને” નિશ્ચય અનુભવ (એટલે) ઉપચારરહિત, રત્નત્રયપરિણતિ (એટલે ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ (અર્થાત્) પર્યાયવાળા (જીવન). (એ જીવને જ) ભેદ-ઉપચાર (વ્યવહાર) રત્નત્રયની પરિણતિ છે; એ પરિણતિનો શું અર્થ કેઃ ભેદ-ઉપચાર-રત્નત્રયની પરિણતિ એ રાગ છે અને આ (નિશ્ચયરત્નત્રયની પરિણતિ એ) અરાગી પરિણતિ છે.
અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે”—ટંકોત્કીર્ણ જેવો છે એવો પ્રભુ ભગવાન, ધ્રુવસ્વરૂપ પ્રભુ, શાકભાવ જેનો એક સ્વભાવ છે, એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા-આ નિશ્ચયરત્નત્રયની પરિણતિ છે, એ વીતરાગ (પરિણતિ) છે. અને (ત્યાં) વ્યવહારરત્નત્રયની પરિણતિ એ રાગ છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
આહા... હા! જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વ, ત્રિકાળી જ્ઞાયકની શ્રદ્ધા વડે અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. એના (પરિણતિના) ફળની વાત કહી. ભેદ-ઉપચાર(પરિણતિ) માં એ વાત નહોતી. અહીંયાં આ કહ્યું: અભેદ-અનુપચાર-પરિણતિ દ્વારા અભૂતપૂર્વ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે. (પાઠમાં નીચે છે) ત્યાં સરવાળો લેવો.
અહીંયાં એ વડે અર્થાત્ વ્યવહાર વડે (સિદ્ધપર્યાય થાય) એમ નહોતું કહ્યું. આહા... હા! શું કહ્યું “અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે.. સિદ્ધપર્યાય થાય છે.”
વિશેષ કહેશે.
*
*
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com