________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧) – પ્રવચન નવનીત: ભાગ-૨
આ “શુદ્ધભાવ અધિકાર' (ચાલે) છે ને ! પહેલાં માથે એ ધ્રુવને શુદ્ધભાવ કહ્યો. અહીં શુદ્ધઉપયોગની વાત નથી. શુદ્ધઉપયોગ તે તો પર્યાય છે અને આ “શુદ્ધભાવ અધિકાર” એટલે ધ્રુવભાવનો અધિકાર છે. ત્રિકાળી જ્ઞાનભાવનો અધિકાર છે. (ચાલતા પ્રકરણમાં) બે બોલ આવ્યા-શ્રદ્ધા અને જ્ઞાન. (જ્ઞાન એટલે) “અંતર્મુખ પરમ બોધ'. શાસ્ત્રજ્ઞાન આદિ તો બહિર્મુખ જ્ઞાન છે. (પણ) (મુનિરાજ) એ ટીકા કરે છે ને...! એ શાસ્ત્રજ્ઞાનને તો (“પદ્મનંદિપંચવિંશતિ' માં ) વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. બાપુ ! પરમાર્થ છે ને....! (કારણ કે) પરદ્રવ્યપ્રત્યે લક્ષ જાય છે માટે તે (બુદ્ધિ) વ્યભિચારિણી છે.
અહીંયાં તો કહે છે કેઃ “અંતર્મુખ પરમબોધ વડે.. અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.” અર્થાત્ અંતર્મુખ જ્ઞાયકભાવના બોધ વડે, એ પરમબોધ છે (તે વડ) અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.
(હવે ચારિત્ર વિષે) ત્રીજો બોલઃ “અને તે-રૂપે (અર્થાત્ નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે”- “અવિચળપણે સ્થિત થવારૂપ” એ પર્યાયની વાત છે. ચલિત ન થાય તેવા પર્યાયરૂપ સહજચારિત્ર વડે. આહા... હા! જેમ દ્રવ્ય અને ગુણ અચલિત છે તેવી અચલિત પર્યાય. “અચલિત પર્યાય' નો અર્થ અસ્થિરતામાં રાગમાં ન આવવું. પર્યાયમાં અવિચળ સ્થિરતા-નિર્મળતા (હોય તેને) ચારિત્ર કહે છે. અવિચળપણે સ્થિત થવારૂપ-ચલિત ન થાય એવા સહજચારિત્ર વડે અર્થાત્ સ્વાભાવિક ચારિત્ર વડ (અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે ).
વ્યવહાર (ચારિત્ર) છે તે તો રાગ છે, તે સહજચારિત્ર નથી, સ્વાભાવિકચારિત્ર નથી. વ્યવહાર જે રાગ છે તેની દશાની “દિશા” પર છે અને વીતરાગ (ચારિત્ર) ની દશાની દિશા
સ્વ” છે. માટે (કહ્યું કે:) નિજ પરમ તત્ત્વરૂપે અવિચળપણે સ્થિત થવારૂપ (સહજચારિત્ર વડ). આહા. હા! “નિજ પરમ તત્ત્વરૂપ” –એ “દશા” ત્રિકાળ છે. તેમાં સ્થિરતા, એ “દશા” છે.
અહીં છેલ્લે શુક્લધ્યાન લેવું છે. પણ ધર્મધ્યાન તો નિશ્ચયધર્મધ્યાન છે. ધર્મધ્યાનના બે પ્રકાર છે: નિશ્ચયધર્મધ્યાન, તે શુદ્ધપરિણતિ છે. અને વ્યવહારધર્મધ્યાન, તે રાગ છે. ધર્મધ્યાન શુભ જ છે એવું નથી. એ આવે છે અર્થાત (જેને ) નિશ્ચયધર્મધ્યાન છે (તેને) વ્યવહારધર્મધ્યાનરૂપ શુભભાવ આવે છે. વસ્તુસ્વરૂપ જેવું છે તેવું ( પ્રગટયું નથી અર્થાત પર્યાયમાં) અપૂર્ણ શુદ્ધતાનું પરિણમન છે તે નિશ્ચયધર્મધ્યાન છે અને વિશેષ શુદ્ધતાનું પરિણમના તે શુક્લધ્યાન છે. વ્યવહારધર્મધ્યાન, શુભરાગ છે અને નિશ્ચયધર્મધ્યાન છે તે વીતરાગીપર્યાય છે. સ્વરૂપમાં અવિચળપણે સ્થિરતા અલ્પ છે, માટે તેને ધર્મધ્યાન કહ્યું. વિશેષ સ્થિરતા છે તેને શુક્લધ્યાન કહ્યું, એનાથી સિદ્ધિ થાય છે. સમજાણું કાંઈ ?
અવિચળપણે સ્થિત થવારૂપ” –આનંદનો નાથ ભગવાન! (તેમાં) સ્થિરતા એટલે આનંદનું વેદન, અતીન્દ્રિય આનંદનું ઉગ્ર વેદન, (તેનું નામ ચારિત્ર).
સમયસાર” પાંચમી ગાથા (ની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય) કહ્યું છે ને..! અરિહંત ભગવાન વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. પછી ગણધર વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ત્યાંથી લઈને અમારા ગુરુ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. (તેઓ) મહાવ્રત પાળતા હતા... એ બધી વાતો લીધી નથી, એ તો વિકલ્પ છે, (ચારિત્ર નથી). આહા... હા! અરિહંતથી માંડીને પરંપરાએ પોતાના ગુરુ, એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા; એનું નામ ચારિત્ર છે. અરિહંતનું વિજ્ઞાનઘન અને છદ્મસ્થનું વિજ્ઞાનઘન;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com