________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૫ હોય ? –પર્યાય છે, રાગ પણ છે, પર્યાયમાં વિકલ્પ પણ છે, રાગ અને ક્ષયોપશમ પણ છે. વળી આગળ જતાં સાધકને તો ક્ષાયિકભાવ પણ થાય છે. પહેલેથી ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમકિત થાય છે. પરંતુ એનો આશ્રય ગ્રહણ કરવા) લાયક નથી. આહા. હા! મોક્ષમાર્ગ છે, પણ એનો આશ્રય કરવા લાયક, ગ્રહણ કરવા લાયક નથી, એમ કહ્યું છે. આહા. હા! ગજબ વાત છે, પ્રભુ !! મોક્ષમાર્ગ છે, પર્યાય છે; પણ એનો આશ્રય ગ્રહણ કરવો, એની સન્મુખતાથી લાભ થાય-એવી વસ્તુની સ્થિતિ નથી! આહા... હા! સમજાય છે કાંઈ ! થોડું કઠણ (તો) છે, ભગવાન ! પણ વસ્તુ તો આ છે!
(અહીં ) કહે છે કેઃ “આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.” “જે કોઈ વિભાવગુણપર્યાયો છે”. અહીંયાં તો કેવળજ્ઞાનને પણ વિભાવગુણપર્યાય કહે છે. તો પછી કરણલબ્ધિ હેઠે અધઃકરણ, અપૂર્વકરણ (અને) અનિવૃત્તિકરણ આવે છે ને..! એની તો વાત ક્યાંય રહી ગઈ. એના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે, એવું નથી. જે ક્ષાયિકસમકિત થયું-સ્વના આશ્રયે હોં! આશ્રય તો સ્વનો (છે) –એ ક્ષાયિકસમ્યકત્વનો પણ આશ્રય લેવો, એમ નથી. કારણ કે પર્યાયનો આશ્રય લેશે તો વિકલ્પ ઉત્પન્ન થશે. આહા.. હા! ઝીણી વાત છે, પ્રભુ! પરમ સત્ય છે !
આહા... હા! ભગવાન અંદર બિરાજે છે ને...! તે તો ચાર ભાવથી નિરાળો છે! ખરેખર તો (જે) ચાર ભાવ છે તે તો પરમપરિણામિક સ્વભાવને અડતા ય નથી.
-શું કહ્યું? “સમયસાર” ગાથા ૪૯ માં અવ્યક્ત ” ના છ બોલ છે ને..! તેમાંથી પાંચમા બોલમાં આવ્યું ને. કે: “વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” (એમાં પહેલો બોલ તો એવો છે કેઃ “છ દ્રવ્યરૂપ લોક જ્ઞય છે, વ્યક્ત છે એનાથી ભિન્ન આત્મા અવ્યક્ત છે.” આહા.. હા ! એને અહીંયાં
શુદ્ધભાવ” કહ્યો અને ત્યાં “અવ્યક્ત' કહ્યો. આહા. હા! સમજાણું કાંઈ? થોડું થોડું તો લઈએ છીએ બાપુ! પણ ઝીણું તો છે. શું થાય ? બહારમાં તો આ એટલું બધું ન લેવાય; પણ અહીં હવે સોનગઢમાં તો ચાલે છે ઘણું. ( શ્રોતાઃ) આપે ઘણું સરળ કરી દીધું છે! (ઉત્તર) ભાષા તો સરળ છે, પ્રભુ ! માર્ગ તો એવો જ છે. શું કરીએ ?
અહીંયાં શું કહ્યું? એ મોક્ષમાર્ગની પર્યાય છે તે હેય છે. પણ એ હેય કોને થઈ ? કે, જેને દ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તેને. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે દ્રવ્યને ગ્રહણ કર્યું એને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ છે તેને મોક્ષમાર્ગની પર્યાયનો પણ આશ્રય ગ્રહણ કરવો એમ નથી. આહા... હા ! એ કહ્યું ને કે-“વિભાવગુણપર્યાયો.” કેવળજ્ઞાન-ક્ષાયિકભાવ પણ વિભાવપર્યાય છે. (અહીં) વિભાવ એટલે વિકાર, એમ નથી. વિભાવ અર્થાત્ વિશેષ ભાવ. વિકાર પણ વિશેષ ભાવ છે અને ક્ષાયિકભાવ પણ વિશેષ ભાવ છે. જે પરમપરિણામિકભાવ ત્રિકાળી છે તે સામાન્યભાવ છે અને પર્યાયમાત્ર વિશેષભાવ છે. સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસા: વિભાવગુણપર્યાય કહેવાનું તાત્પર્ય શું?
સમાધાન - ગુણપર્યાય-બધી પર્યાય. ગુણની પર્યાય છે તે. તે પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એવું છે. સમ્યગ્દર્શન ગુણ, એમ કહે છે ને..! સિદ્ધને આઠ ગુણ પ્રગટયા, એમ કહે છે ને...! શું તે ગુણ છે? ગુણ પ્રગટે છે? ગુણ તો ત્રિકાળ રહે છે. એ તો ભાષા (કથન) છેઃ અવગુણની પર્યાયનો વ્યય થયો ત્યાં ગુણ પ્રગટ થયો, એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com