________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૬૩ બધાય. વસ્તુએ તો વસ્તુ છે ને “સર્વે નીવ:' એક વાત; ત્રણ કાળ, બે વાત; ત્રણ લોક, ત્રણ વાત; પૂર્ણ આવા છે, એવી ભાવના કરવી. આહા.. હા! આ જયસેન આચાર્યની ટીકા છે, અમૃતચંદ્રાચાર્યની ટીકા નથી. બે ઠેકાણે છે (એક આ અને બીજે) સર્વવિશુદ્ધ (જ્ઞાન અધિકાર) ની પાછળ.
એ અહીં (કહે છે) જુઓ: શુદ્ધ નિશ્ચયનયે તેઓ (-વિભાવગુણપર્યાયો) હેય છે. જ્ઞાનમાં તો છે! જાણવામાં તો છે! ક્ષાયિકપર્યાય વગેરે છે! પણ હેય તરીકે જ્ઞય છે! વ્યવહારનો વિષય અને વ્યવહાર ન હોય તો એકલો નિશ્ચયાભાસ થઈ જાય છે અને વ્યવહારને આદરણીય માને તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. આકરી વાત છે! આહા. હા! શદ્ધનિશ્ચયનયે ય છે. “શા
કારણ કે તેઓ પરસ્વભાવો છે.” અહીં સુધી કાલે આવ્યું હતું. તેઓ-ક્ષાયિકભાવ. ઉપશમભાવ, ક્ષયોપશમભાવ-પરસ્વભાવો છે. એ પરસ્વભાવ છે. આહા.. હા! મારો ત્રિકાળ સ્વભાવ જે સમ્યગ્દર્શનનો વિષય છે એનો જે મને અનુભવ થયો તો હું કહું છું કે-એ સર્વ (ક્ષાયિક આદિભાવો) પરસ્વભાવ છે. કારણ કે મારા ધ્યાનમાં ધ્યેયમાં તો ધ્રુવ આવ્યો છે. તે હું છું! અને તે કારણે તે (વિભાવગુણપર્યાયો ) પરસ્વભાવો છે (તે હું નથી )!
આહા... હા! આ કદી સાંભળ્યું કે ન હોય એવી આ વાત છે! ભગવાનનો માર્ગ (આવો છે)! પ્રભુ! આ તો ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવ, વીતરાગ એમ કહે છે. અરે ! જેને સાંભળવામાં ય ન આવે, અરે પ્રભુ! એ શું કરે ? ઘણા ઘણા આગ્રહમાં પડે પણ નુકશાન તો એને છે. સત્યનો વિરોધ કરે છે પણ એ સત્યનો વિરોધ નથી, પણ એના પોતાના સત્નો વિરોધ કરે છે! અહીં (ક્ષાયિકાદિ ભાવને) હેય કહ્યાં પણ અહીં (સંપ્રદાયમાં) તો હુજી શુભભાવમાં મોક્ષમાર્ગ મનાવવો છે! છાપામાં આવ્યું છે ને.! શુભનો માર્ગ મોક્ષમાર્ગ છે” તેમ દિગંબરના એક મોટા વિદ્વાન સામે બીજા વિદ્વાને Challenge (ચુનૌતી) આપી (પડકાર ફેંક્યો) છે. અહીંથી બહાર પડયું કે, “શુભનો માર્ગ એ મોક્ષમાર્ગ છે જ નહીં' તેથી તેનો વિરોધ કરો. બસ! એક જ વાત. ભગવાન! એમ વિરોધ (ન કરાય!) અરે ભગવાન! શું તારે (વીતરાગમાર્ગનો વિરોધ કરવો છે?)
અહીં તો શુભભાવ તો ક્યાંય રહ્યો... પણ અહીં તો ક્ષાયિકભાવને અને પર્યાયભાવને હેય કહ્યો, પ્રભુ! આ અપેક્ષાએ હોં! કે, મૂળ ત્રિકાળી (સ્વભાવ) ઉપાદેય છે ને..! એ અપેક્ષાએ તેઓ હેય છે. કારણ કે, ત્યાંથી લક્ષ છોડાવવું છે ને..! લક્ષ છોડવું છે ને... માટે ઉપાદેય નથી તેથી તેને હેય કહ્યું. આવું સૂક્ષ્મ છે! (વીતરાગની) વાત આ છે! પ્રભુ! એને (શુભના આગ્રહીને) કઠણ પડે!
અહીં તો એ (ક્ષાયિક આદિ) ભાવને પુદ્ગલ કહ્યા છે. કારણ કે એ પર્યાયનો આશ્રય કરવા જાય તો રાગ ઉત્પન્ન થાય છે. રાગ પણ પુદ્ગલ છે તેથી એને (ક્ષાયિકાદિને) પણ પુદ્ગલ કહી દીધા. આહા.. હા! “સમયસાર” ગાથા: ૭૫-૭૬-૭૭માં રાગને તો પુદ્ગલ કહ્યાં છે ને..! પુદ્ગલ છે તે તો આવે છે, જાય છે; આવે છે જાય છે; પુરાય ને ગળાય; પુરાય ને ગળાય; એ એવી ચીજ છે. રાગ પુદ્ગલ છે. અહીં તો પદ્મપ્રભમલધારિદેવ એનું લક્ષ છોડાવવા માટે પરસ્વભાવ ને પુદ્ગલ કહેશે. (કલશ-૭૪માં કહેશે). બાકી એ (ભાવો) છે તો પોતાની પર્યાયમાં, એ કાંઈ પરમાં નથી; પણ પર્યાયબુદ્ધિ છોડાવવા માટે અને દ્રવ્યદૃષ્ટિ (કરવા માટે એમ કહ્યું છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com