________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ - પ્રવચન નવનીત: ભાગ-૨
(વિમોહ-) “શાકયાદિકથિત વસ્તુમાં નિશ્ચય (અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે.” એનાથી રહિત વ્યવહારસમકિત છે.
(વિભ્રમ:-) “અજ્ઞાનપણું (અર્થાત્ ) વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું.”
-એ ત્રણથી રહિત, (વ્યવહારસમ્યજ્ઞાન હોય છે). નિશ્ચયસમ્યગ્દષ્ટિ, વ્યવહારસમતિમાં ચળતા-મલિનતા-અગાઢતા-એ ત્રણેથી (અને સંશય, વિમોહ અને વિભ્રમ) રહિત છે.
(હવે વ્યવહારચારિત્રની પરિભાષા કહે છે:) “પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે.” વ્યવહાર લેવો છે ને.! પણ એ કોને ? (એ વિષે) નીચે બીજા પેરાગ્રાફની પાંચમી લીટીમાં છે – “જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે.” આહા.... હા ! છે તો પરમજિનયોગીશ્વર. એને પહેલાં (અર્થાત્ ) છઠ્ઠી ગુણસ્થાનમાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં હજી શુભભાવથી નિવૃત્તિ નથી; પાપક્રિયાથી નિવૃત્તિ છે. પણ છે પરમજિનયોગીશ્વર. જેને સ્વરૂપમાં જોડાણ-યોગ તો થઈ ગયું છે (તે) જિન છે, વીતરાગી છે, પરમયોગમાં ઈશ્વર છે; તેને પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારચારિત્ર હોય છે. સમજાણું કાંઈ ?
લોકોને આકરું પડે છે. લોકોને એમ જ થાય છે કે ભલે સમકિત ન હોય તો પણ, પહેલાં આ વ્યવહાર-દયા, દાન, વ્રતાદિ-કરતાં કરતાં ( હિત) થાય કે નહીં? પણ જેટલો વ્યવહાર (પાળીને) નવમી રૈવેયકે ગયો એટલો વ્યવહાર તો અત્યારે છે જ નહીં. દેવલોકમાં (છઠ્ઠથી શુક્લ લેશ્યા છે અને નવ રૈવેયક-ઉપરના રૈવેયક-એમાં (તો) શુક્લ વેશ્યા ઘણી ઊંચી, ત્યારે તો નવમી રૈવેયક સુધી જાય છે. શુક્લ “લેશ્યા” હોં! શુક્લ “ધ્યાન” નહીં. શુક્લ લેશ્યા તો અભવ્યને પણ હોય અને મિથ્યાષ્ટિને પણ હોય છે.
“છહુઢાળા” માં એ કહ્યું છે. મુનિવ્રત ધાર અનન્તબાર ગ્રીવક ઉપાયો” – એ શુક્લ લેશ્યા, પંચમહાવ્રતાદિના પરિણામ બહુ ઊંચા (ઉત્કૃષ્ટ) હોય તો મિથ્યાદષ્ટિ પણ નવમી રૈવેયક જાય છે. પણ ત્યાં દષ્ટિ મિથ્યા છે. “પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” એ પચમીવ્રતાદિ, અઠ્ઠાવીસ મૂળગુણ દુ:ખ છે. આહી.. હા ! એટલુ કરવા છતા દુ:ખ છે !
પ્રવચનસાર” માં આવે છે. દેવમાં દુ:ખ છે. [ “દેવેન્દ્ર-અસુરેન્દ્ર-નરેન્દ્રના વૈભવકલેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. અનિષ્ટ ફળવાળું હોવાથી સરાગચારિત્ર છોડવા લાયક છે.” –ગાથા ૬ ની ટીકા.) હવે કમાવાની ચિંતામાં ને ધૂળમાં (-ધનાદિ સંપત્તિમાં) શું છે? પછી ગાથા-૭૭માં એ જ કહ્યું: (“એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.”) એની પહેલાં એમ કહ્યું કે પાપના ફળમાં અને પુણ્યના ફળમાં દુઃખ જ છે. તો પછી પાપ-પુણ્યમાં તફાવત માનવો જૂઠું છે. (તેમાં ફેર માનવાવાળો) મિથ્યાષ્ટિ છે. (કહે છે કે:) પાપ-પુણ્યમાં વિશેષ માને કે પુણ્ય કરતાં કરતાં પણ લાભ થશે, એમ માને; (તેમજ) પાપથી નિવૃત્તિ થઈને પુણ્ય કરતાં કરતાં ( હિત થશે) એમ પુણ્ય-પાપમાં ફેર માને તો તે ઘોર સંસારમાં રખડશે.
આહા.... હા ! આકરી વાત છે, ભાઈ ! વર્તમાન (સંપ્રદાય) માં બહુ કઠણ લાગે છે. પણ શું થાય? માર્ગ તો આ છે! લોકોને એકાંત લાગે. ( લોકો) શ્વેતાંબરમાં શ્વેતાંબર (માન્યતા) પ્રમાણે; અને દિગંબરમાં દિગંબર (-વર્તમાન પ્રચલિત માન્યતા) પ્રમાણે બાહ્ય વ્રત, તપ અને નિયમાદિ કરે;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com