________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૭૯ एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।" “[ શ્લોકાર્થ:- ] જેમના ચિત્તનું ચરિત ઉદાત્ત (-ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.' ” ]
જેમના ચિત્તનું ચરિત” અર્થાત જ્ઞાનનું આચરણ એટલે કે, જ્ઞાન અર્થાત્ પ્રભુ આત્મા, એનું જેને આચરણ છે; એનો અભિપ્રાય શું? કેઃ જેના જ્ઞાનનું ચરિત અર્થાત્ આચરણ “ઉદાત્ત” (છે). આહા.. હા! જેના અભિપ્રાયમાં સ્વરૂપના જ્ઞાનનું આચરણ થયું છે અર્થાત્ એવા જ્ઞાનના આચરણવંત ઉદાત્ત એટલે “ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ” અર્થાત્ “સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપે અનુભવે છે” (– “કળશ ટીકા” માં) મોક્ષાર્થીની વ્યાખ્યા કરી. મોક્ષ છે તે પરમાનંદરૂપ છે એના અર્થીને, એના આનંદનો સ્વાદ આવ્યો છે એ મોક્ષાર્થી છે, એમ કહે છે. સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપે અનુભવે છે, તે મોક્ષાર્થી. (પણ) જેને હુજી અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો નથી તે મોક્ષાર્થી ક્યાંથી હોય? એમ કહે છે. આ (અતીન્દ્રિય) સુખની પૂર્ણતા (-પૂર્ણ પ્રાપ્તિ) નો જે અર્થી, તે મોક્ષાર્થી “આ સિદ્ધાંતનું સેવન કરો કે- “હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.”
(.. પ્રવચન તા. ૮-૨-૧૯૭૮ નો શેષભાગ)
હવે, આપણે આ શ્લોક (– “સમયસાર' કલશઃ ૧૮૫) જેમના (ચિત્તનું અર્થાત્ ) જ્ઞાનનું ચરિત એટલે આચરણ (એટલે કે) જ્ઞાનનું આચરણ ઉદાત્ત છે, ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, એવા મોક્ષાર્થીઓ (આ સિદ્ધાંતનું સેવન કરો. અર્થાત્ શુદ્ધાત્માનો આશ્રય કરો.)
હવે મોક્ષાર્થીની વ્યાખ્યાઃ મોક્ષ (એટલે) પરમાનંદસ્વરૂપદશા, (અર્થાત્ ) આત્માના અતીન્દ્રિય પરમાનંદનો લાભ, તે મોક્ષ. સમજાણું કાંઈ ? “નિયમસાર” માં શરૂઆતની ગાથામાં છે કે “મોક્ષ' એટલે શું? કે: અતીન્દ્રિય અનંત આનંદનો લાભ, તે મોક્ષ. અહીં કહે છે કે એ મોક્ષનો અર્થી (તે મોક્ષાર્થી). અર્થાત્ જેને એ આનંદનું વેદન થયું છે, આનંદ અનુભવમાં આવ્યો છે, તે મોક્ષાર્થી છે. તે ભલે પછી ગૃહસ્થાશ્રમમાં હોય, (તેને હજી) રાગાદિ હોય, પણ અનંતાનુબંધી અને મિથ્યાત્વનો નાશ થઈ ગયો છે તેને સ્થાને સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણસ્થિરતાનો આનંદ આવ્યો છે; એ જીવને મુમુક્ષુ કહે છે, એ જીવને યોગી કહે છે. સમજાણું કાંઈ ? મોક્ષાર્થીની આ વ્યાખ્યા છે! જેને મોક્ષનું (એટલે કે) પૂર્ણ આનંદનું પ્રયોજન છે. અને આનંદનો નમૂનો તો આવ્યો છે. આહા.... હા ! મુમુક્ષુ તો તેને કહીએ કે જે મોક્ષનો અર્થી છે. અર્થી એટલે પ્રયોજન (વંત). જેનું પ્રયોજન છે એનો નમૂનો તો આવ્યો છે. તે નમૂના ઉપરથી પ્રયોજન તો ( પૂર્ણતાનું અર્થાત્ ) મોક્ષનું છે. સમજાણું કાંઈ ? જિજ્ઞાસા:- નમૂનો ન આવે તેને મોક્ષાર્થી ન કહેવાય?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com