________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૪૯ એટલે જાણવાયોગ્ય કહી ગયા હતા, પરંતુ અહીંયાં શુદ્ધનિશ્ચયના બળથી, શુદ્ધનયના બળથી તેઓ ય છે. -કોણ? કેઃ તે ક્ષાયિકસમકિતની નિર્મળ સમકિતપર્યાય તેને અહીં પરદ્રવ્ય, પરભાવ કહીને હેય કહ્યું છે. વ્યવહારરત્નત્રય તો શુભરાગ છે, તે તો હેય છે, એની વાત તો (દૂર રહી) પણ જેમ પરદ્રવ્યમાંથી (સ્વદ્રવ્યની) પર્યાય આવતી નથી તેમ એક સમયની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી.સમ્યગ્દર્શન થયું, અનુભવ થયો, પણ શુદ્ધિની વૃદ્ધિ પારદ્રવ્યમાંથી નથી આવતી. પરદ્રવ્યના લક્ષે નથી આવતી. અને પર્યાયમાંથી પણ નથી આવતી. એ શુદ્ધિની વૃદ્ધિ દ્રવ્યમાંથી આવે છે. પર્યાયમાંથી શુદ્ધિની વૃદ્ધિ આવતી નથી. જેમ (શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ) પરદ્રવ્યમાંથી નથી આવતી તેમ પર્યાયમાંથી (પણ) આવતી નથી તેથી એ પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું. આહા.... હા ! આવી ઝીણી વાતો છે! વસ્તુની સ્થિતિ અંદરમાં તો એવી છે! ગહન... ગહન વિષય છે!
એ શુદ્ધનિશ્ચયનયના બળથી તેઓ ય છે. એ ચાર ભાવ છે તે હેય છે. ક્ષાયિકભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ એ પણ હેય છે. કારણ કે ચારે ય ભાવને વિભાવભાવ કહ્યા છે.
ત્યાં, “પંચાસ્તિકાય' ગાથા-પટમાં ચાર ભાવને કર્મજનિત (કૃત) કહ્યા છે. ત્યાં પછી લઈ લીધું કે જો કર્મજન્ય હોય તો આત્માએ શું કર્યું? તો કહે છે કે વિકારભાવ છે તો આત્માના જ અજ્ઞાનથી. એ કાંઈ કર્મથી થયા નથી. પણ કર્મના લક્ષથી-નિમિત્તથી ઉપાધિ થઈ છે. તે કારણે એમ કહેવામાં આવે છે કે ચાર ભાવ નિમિત્તથી થયા.
અહીંયાં ચાર ભાવને હેય કહ્યા છે. ક્ષાયિકસમકિતને પણ હેય કહ્યું છે. જિજ્ઞાસા: કેવળજ્ઞાનને પણ હેય કહ્યું છે?
સમાધાન: કેવળજ્ઞાન તો અત્યારે છે જ નહીં એટલે મેં ન કહ્યું. બધી વાત ખ્યાલમાં છે. (અહીં) કેવળજ્ઞાન છે નહીં, એટલે શ્રુતજ્ઞાનીને હેય છે; એ તો એક નયથી વિચાર કરવાથી હેય છે, પણ વર્તમાન તો છે નહીં. વર્તમાન તો (જોડણી) ક્ષાયિકસમકિત હોય; ઉપશમભાવ હોય, ક્ષયોપશમસમકિત (હોય); ઔદયિકભાવ હોય, એ તો ઠીક, ઔદયિકભાવ તો વિકાર છે. વર્તમાનમાં તો ક્ષાયિકભાવ થઈ શકતો નથી; પણ એ ક્ષાયિકની જોડણી થઈ શકે છે. ભગવાનના શ્રીમુખે ક્ષાયિકના બે ભેદ આવ્યા છે. એક મૂળ ક્ષાયિક અને (બીજું ) એ જે ક્ષયોપશમ છે તે ક્ષાયિક થવાવાળું છે, પડવાવાળું નથી, એ જોડણીક્ષાયિક. એ જોડણીક્ષાયિકનો અર્થ ભગવાનના શ્રીમુખેથી આવ્યો છે. ક્ષાયિક તો ક્ષાયિક જ છે. પણ જેને ક્ષયોપશમ (એવા પ્રકાર હોય તેને જોડણીક્ષાયિક કહેવામાં આવે છે ).
પ્રવચનસાર' ગાથા-૯ (ની ટીકામાં) અમૃતચંદ્રાચાર્ય કહે છે કે અમને મિથ્યાત્વનો નાશ, આગમકૌશલ્યથી અને આત્મજ્ઞાનથી થયો છે. તેથી મિથ્યાત્વ ફરીથી ઉત્પન્ન થશે જ નહીં. છે તો ક્ષયોપશમ સમકિતી. ફેર પડશે નહીં. એવો પાઠ છે. પણ પ્રભુ! તમે તો છદ્મસ્થ છો. ભગવાનનો વિરવું પડ્યો છે. હજાર વર્ષ પછી થયા અને ભગવાન પાસે તો કુંદકુંદાચાર્ય ગયા હતા. તમે તો ગયા નહોતા. (પણ કહે છે અમારો આત્મા પોકાર કરે છે!
(“સમયસાર”) ગાથા-૩૮માં છે. એમાં (પણ) એમ લીધું છે કે અમને જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું તે ક્યારે પણ પડશે નહીં! કેમ? કે-અમારો આત્મા પોકાર કરે છે. આ તો ક્ષયોપશમ (સમકિત) છે એ ક્ષાયિક લેશે. આહા.... હા ! અમારા આત્માની સાક્ષી છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com