________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૪૭ હેય તરીકે જાણે છે. એનાથી મને લાભ છે ને.... મારામાં છે, એમ (તેઓ) જાણતા નથી. આહા.... હા ! હવે આ અંતર કોને ખબર પડે? ભારે મુશ્કેલી!
“સમયસાર નાટક' માં તો બનારસીદાસે તો એમ કહ્યું કે: એવા સમકિતીને અમારી વંદના છે. “ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હેંકે ઘટ, સીતલ ચિત્ત ભય જિમ ચંદન, કેલિ કરૈ સિવ મારગમેં, જગ માહિં જિનેસુર કે લઘુ નંદન. સત્યસરૂપ સદા જિલ્ફકે, પ્રગટયો અવદાત મિથ્યાતનિકંદન. સાંતદસા તિÇકી પહિચાનિ, કર કર જોરિ બનારસિ વંદન.” કર જોડીને બનારસીદાસ વંદન કરે છે. સમ્યગ્દષ્ટિની સ્તુતિ (મંગલાચરણનું કુટું પદ) છે. રાગથી ભિન્ન જ્યાં ભેદજ્ઞાન કર્યું, જે રાગમાં આકુળતા હતી તેનાથી અનાકુળ ભગવાનનું ભેદજ્ઞાન થયું ત્યાં જેમ ચંદન શીતળ છે તેમ શાંતિ (અર્થાત્) અકષાયનો અંશ પ્રગટ થયો. (તે) “કેલિ કરે સિવ મારગમેં, જગમાંહિ જિનેસુરકે લઘુ નંદન.' આ વાત સમકિતી-ચોથા ગુણસ્થાનની છે. પોતાનો આત્મા અબંધસ્વરૂપમાં કેલિ કરે છે. અંદરમાં એકાગ્ર છે ને ! ભલે (એક અંશમાં) રાગ હોય. સત્યસરૂપ સદા જિન્હેંકે, પ્રગટ્યો અવદાત મિથ્યાત-નિકંદન.' અહીં તો મિથ્યાત્વનો નાશ કર્યો. સાંતદસા તિવ્કી પહિચાનિ, કર કર જોરિ બનારસિ વંદન.' એટલું માહાભ્ય લીધું છે!
મિથ્યાદષ્ટિ નવમી રૈવેયક ગયો. નિરતિચાર વ્રત પાળ્યાં. હજારો રાણીઓ છોડી. કઈ વાર બાળબ્રહ્મચારી રહ્યો, અનંતવાર પણ રહ્યો. (પણ) એમાં શું થયું? એ તો બહારની ક્રિયા છે.
આ અંતર વસ્તુ જે ચૈતન્યઘન પ્રભુ; એનું જ્યાં અંતરમાં દષ્ટિ કરીને, રાગથી ભિન્ન થઈને ભાન થયું, ત્યાં એ સમ્યગ્દષ્ટિને વાસ્તવમાં રાગ હેય છે. (એને) એનું (રાગનું) યથાર્થ જ્ઞાન થાય છે અને એને કર્મધારાનું (પણ) વાસ્તવિક જ્ઞાન થાય છે. આહા... હા! સમજાય છે કાંઈ? (વિષય) સૂક્ષ્મ તો છે, પ્રભુ! શું કરે? માર્ગ તો આવો છે! સમ્યગ્દર્શન થયું ત્યાં ભવનો અંત આવી ગયો. ભવનો છેદ થઈ ગયો. કારણ કે, વસ્તુમાં ભવ અને ભવના કારણનો અભાવ છે, તેથી જ્યાં વસ્તુની દષ્ટિ થઈ ત્યાં ભવનો છેદ થઈ ગયો. એ (સમકિત) વિના (કોઈ રીતે નિસ્તાર નથી) !
“સમયસાર નાટક' માં તો ત્યાં સુધી કહે છે કે-એ (સમકિતી) ચાલે છે તો પણ સમાધિ છે. મૌન છે એ સમાધિ છે. બોલે છે એ સમાધિ છે. કારણ કે, (રાગને) હેયરૂપે જાણે છે; તેથી એને રાગનું સ્વામીપણું નથી. એ કારણે કહે છે કે, એને રાગ આવે છે તો પણ સમાધિ છે. રાગની નહીં પણ રાગથી ભિન્ન રહે છે તેથી અંતરમાં એને સમાધિ છે. આહા... હા! ચાલે છતાં અડોલ છે! રાગ થાય છે છતાં અંદર સમાધિ છે. સમકિતી ગૃહસ્થાશ્રમમાં વસો કે બહાર જંગલમાં વસો, એ તો પોતાનામાં જ વસે છે.) પોતાના શાંત સ્વભાવના સ્વાદમાં, ક્યાંય રાગ આવે તો તેનો સ્વાદ પોતાનો દેખાતો નથી, ઝેર દેખાય છે. જ્ઞાની શુભરાગને પણ ઝેર દેખે છે. કાળો નાગ દેખે છે. “સમયસાર નાટક” માં આવે છે–કાળો સર્પ. સમજાય છે કાંઈ ?
(અહીંયાં કહે છે કે, જેને અંતરમાં જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદઘન, ધ્રુવ, એ સ્વદ્રવ્ય ઉપાદેયરૂપ થાય છે. ઉપાદેય અર્થાત્ આ દ્રવ્ય ઉપાદેય છે એવો વિકલ્પ નહીં, પણ દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે દ્રવ્ય ઉપાદેય થઈ ગયું એમ કહેવામાં આવે છે. આ દ્રવ્ય છે અને હું ઉપાદેય કરું, એવો વિકલ્પ પણ (ત્યાં) નથી. સમજાય છે કાંઈ ? એ તો અહીં પહેલાં મથાળું બાંધ્યું છે: “આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com