________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૨૫ ગુણ પડ્યા છે. જેમ જ્ઞાન-દર્શન-આનંદ આદિ ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું, એવી અનંત શક્તિઓ છે, એમાં પકારકશક્તિ છે; પણ એ તો ધ્રુવ છે, એ પલટાતી નથી. આહા... હા ! પ્રવચનસાર” ગાથા-૧૦૧માં કહ્યું ને...! “ઉત્પાદના આશ્રયે ઉત્પાદ થાય છે.” ભાષા તો વ્યવહાર સમજાવવામાં આવે ત્યારે એમ આવે કે-દ્રવ્યનો આશ્રય કર્યો તો પર્યાય શુદ્ધ થઈ. પણ એનો અર્થ એવો છે પ્રભુ! આશ્રય કોણે કર્યો? પર્યાયે પર્યાયની તાકાતથી આશ્રય કર્યો છે કે દ્રવ્યની તાકાતથી આશ્રય કર્યો છે? પ્રભુ! આવી વાતો છે!! શું કહ્યું? અહીં એમ કહ્યું છે ને....! “(એ) “આત્મા” ખરેખર ઉપાદેય છે.” આહા... હા! પરમાર્થે તે જ આત્મા અને તે જ ઉપાદેય છે. પણ (કોને? કે.) જેણે પર્યાયમાં ઉપાદેય કર્યો (એને). એ પર્યાય કાંઈ દ્રવ્ય આપી નથી. દ્રવ્ય તો ત્રિકાળથી છે. (જો) દ્રવ્ય આપે તો ત્રિકાળથી કેમ આપતું નથી ? સમજાણું કાંઈ ?
જિજ્ઞાસા: પર્યાય તો દ્રવ્યનું શરણ લેવા ગઈ, તે (દ્રવ્ય) કૃપા કરે ને...?
સમાધાન: એ શરણ લેવાનો અર્થ શું? એ કહ્યું હતું ને ! આમ (બાહ્ય) લક્ષ (છે, ) (તેને પલટીને દ્રવ્યસન્મુખ) કરે છે. એ લક્ષ, (પર્યાય) પર્યાયની તાકાતથી કરે છે; દ્રવ્યની તાકાતથી નહીં..! આહા.. હા! સમજાણું કાંઈ ? “યોગસાર” -અમિતગતિ આચાર્ય. એમાં એવો પાઠ છેઃ પર્યાયનો દાતા આત્મા નથી. આહા... હા! આ તો કાંઈ વાત છે? –નિમિત્તથી તો થતું નથી, પણ આત્મા (પર્યાયનો) દાતા નથી ! કેમ કેઃ પર્યાય સત્ છે અને સત્ છે એને કોઈનો હેતુ નથી, કોઈની અપેક્ષા નથી. એનું નામ “સત્' કહેવામાં આવે છે.
સમ્યગ્દર્શનની પર્યાય, આત્માનું અવલંબન કરે છે તે ખરેખરમાં પોતાના સામર્થ્યથી કરે છે. ભલે, દ્રવ્યનું (પોતાનું) સામર્થ્ય છે; પણ એ દ્રવ્યના સામર્થ્યની શ્રદ્ધા, (પર્યાયના) સામર્થ્યથી પર્યાયમાં આવી જાય છે. દ્રવ્યમાં જેટલું સામર્થ્ય છે એટલું પર્યાયમાં જ્ઞાન આવી જાય છે. પણ સ્વનો આશ્રય, પર્યાયના સામર્થ્યથી પર્યાયે લીધો છે. આહા.. હા! બહુ ઝીણું આ તો... બાપુ! આ ગાથા જ એવી છે!
આશ્રયનો અર્થ શું? ભાઈ ! આપણા નિહાલચંદભાઈ (સોગાની) અહીં થઈ ગયા ને....! એ તો આશ્રયનો (અર્થ) જરી બહુ વિચાર કરતા હતા. “દ્રવ્યદષ્ટિપ્રકાશ” એ સોગાનીનું. એમને અહીંયા (સોનગઢમાં) સમ્યગ્દર્શન થયું હતું. અહીંયાં અનુભવ થયો હતો. (પહેલાં) ત્યાંનો એટલે કે: બાવાનો, જોગીનો, શાસ્ત્રનો ને જૈન સાધુનો ઘણો પરિચય હતો, ઘણું વાંચન હતું, અને પછી અહીં આવ્યા. (મું) એટલું કહ્યું- “પ્રભુ! આ રાગનો કણ ઉત્પન્ન થાય છે ને.. એનાથી આ પ્રભુ અંદર ભિન્ન છે.” (સાંભળીને) એ આપણું રસોડું છે ને રસોડું.. ત્યાં ગયા. વિચારમાં ધૂન ચડી ગઈ. ધૂન ચડતાં ચડતાં ચડતાં, રાત્રે સાંજથી સવાર સુધી, ભેદ પાડતાં... પાડતાં.... પાડતાં, સવાર ઊગ્યા પહેલાં અનુભવ થઈ ગયો. સમ્યગ્દર્શન અહીંયાં (થયું છે. ઘણી શક્તિ હતી. ઘણી તાકાત!
સમ્યગ્દર્શનમાં કોઈ વિદ્વત્તાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમમાં પણ થાય છે. નારકીમાં પણ થાય છે ને...! સાતમી નરકમાં મિથ્યાત્વ લઈને જાય છે અને મિથ્યાત્વ લઈને નીકળે છે પણ વચ્ચે સમક્તિ હોય છે. સાતમી નરકમાં સમકિત લઈને કોઈ જતું નથી. મિથ્યાત્વ લઈને (જ) જાય છે અને નીકળે છે ત્યારે સમકિત રહેતું નથી. છતાં (ત્યાં) અંદર સમકિત ઉત્પન્ન થઈ જાય છે. આહા... હા! કેટલા પ્રતિકૂળ સંયોગ! (પણ ) સંયોગથી શું? એને અડતાંય નથી. પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com