________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
,,
इति निश्चयनयापेक्षया पापम्. '
દયા, દાન, વ્રત, ભક્તિ આદિનાં પરિણામ નિશ્ચયનયથી પાપ છે. કાંઈ બધું યાદ રહે? અહીં તો ભાવ ખ્યાલમાં હોય!
અહીંયાં કહે છેઃ એ પાપ-પુણ્ય અને પાપ બેય- (રૂપ) વૃક્ષને આત્મા છેદવાવાળો છે અથવા એમાં ( આત્મામાં તે) નથી. માટે પુણ્ય-પાપના વૃક્ષને છેદવાવાળો કહ્યો અને એનો આશ્રય લેવાથી પુણ્ય-પાપનો છેદ થાય છે માટે છંદવાવાળો કહ્યો.
( હવે કહે છે: ) “ જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે” આહા... હા! એ ( આત્મા ) તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી છે. અવતાર (એટલે) જન્મ લે છે ને! તો અવતાર લીધો. આ શુદ્ધ જ્ઞાન અવતાર જ છે. ત્રિકાળી શુદ્ધજ્ઞાન અવતારી પ્રભુ છે. એ કાંઈ નવો ઉત્પન્ન થાય છે, એમ નથી. શુદ્ધ જ્ઞાન અવતાર-ત્રિકાળી ચીજ શુદ્ધ જ્ઞાનનો જ જન્મ છે. શુદ્ધ જ્ઞાનની એમાં ઉત્પત્તિ ( અર્થાત્ વિધમાનતા છે. ઉત્પત્તિ પર્યાયમાં થાય છે, એ નહીં. (પણ) એ શુદ્ધ જ્ઞાન અનાદિથી જ છે. એને અહીં સમ્યગ્દર્શનનો વિષય કહીએ છીએ.
આહા... હા ! “ જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે.” શુદ્ધ જ્ઞાન અવતા૨નો અર્થ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. એ તો ત્રિકાળી શુદ્ધસ્વરૂપ છે. ભગવાન! પર્યાયથી દૂર છે. કહ્યું ને? સંવ૨નિર્જરાની પર્યાયથી પણ દૂર છે. એ શુદ્ધ જ્ઞાનસ્વરૂપી છે. પુણ્ય-પાપના વિકલ્પથી-રાગથી (ભિન્ન છે). વ્રત-તપનો વિકલ્પ હોય કે ઉપવાસ કરું ને આ કરું ને તે કરું-એ બધા વિકલ્પ છે; ( એ ) વિકલ્પ, સ્વરૂપમાં તો નથી. ગુણ-ગુણીનો ભેદ લક્ષમાં લેવો, એ પણ એક વિકલ્પ છે, રાગ છે; એ રાગથી ભિન્ન, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. શુદ્ધ જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી છે. આહા... હા ! “ જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે.”
બે મુખ્ય વાત લે છે. જ્ઞાન અને સુખ. (તો કહે છેઃ ) “જે સુખસાગરનું પૂર છે આહા... હા ! સુખ-સાગરની ભરતી છે. ભરતી બે પ્રકારે છે-સમ્યગ્દર્શન-જ્ઞાન થવાથી પર્યાયમાં સુખ-સાગરની ભરતી આવે છે. પણ એ વસ્તુ જ સુખસાગરનું પૂર છે; અંદર સુખસાગરની ભરતી આવી છે. આહા... હા !
ભાઈ ! પ્રભુનો માર્ગ (આ છે). અહીં તો ભવના છેદની વાત છે. જેનાથી ભવ મળે એ તો અનંતવા૨ મળ્યું અને અનંતવા૨ કર્યું, એ કોઈ ચીજ નથી. આહા... હા ! સમજાણું કાંઈ ? શું કહ્યું? પહેલાં જ્ઞાન લીધું પછી સુખ લીધું. બેય મુખ્ય લીધાં છે. “ જે સુખસાગરનું પૂર છે” દરિયાને કાંઠે જે ભરતી આવે છે, તે તો પર્યાય છે. પણ અહીં તો કહે છે કે: “ જે સુખસાગરનું પૂર છે”–અંદર સુખસાગરની ભરતી પડી છે. આહા... હા !
શુદ્ધભાવનો અધિકાર ચાલે છે ને...! શુદ્ધભાવ (અર્થાત્ ) ધ્રુવ, ત્રિકાળ. જે સમ્યગ્દર્શનનો વિષય (છે). કહે છે કે (એ) તો સુખસાગરનું પૂર છે. અતીન્દ્રિય આનંદનો પુંજ છે, પ્રભુ! આહા... હા! એ સકરકંદમાં સકરકંદની ઉપરની લાલ છાલ ન જુઓ તો (તે) સાકરની મીઠાશનો પિંડ છે. એમ અહીં પર્યાયને ન જુઓ તો વસ્તુ છે એમાં તો અતીન્દ્રિય સુખસાગરની ભરતી છે. ( એમાં ) અતીન્દ્રિય આનંદ-સુખસાગર પડયો છે. તે શુદ્ધભાવ છે. ધ્રુવભાવ છે. નિત્યભાવ છે. સામાન્યભાવ છે. અબદ્ધભાવ છે. જ્ઞાયકભાવ છે. આહા... હા !
એક સમયમાત્રમાં અનુભવ થતાં આખા સંસારનો અંત આવી જાય છે, બાપુ! એ
સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
י