________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર – પ્રવચન નવનીત: ભાગ-૨ પદ્રવ્યનો ભાવ “પરભાવ'. (બીજું) રાગાદિ “પરભાવ' અને (ત્રીજું ) ત્રિકાળી જ્ઞાયક અનંત શક્તિના એકરૂપમાં એક શક્તિની ભેદ-કલ્પના કરવી એ “પરભાવ” ના આવા ત્રણ પ્રકાર છે. આહા. હા ! પરદ્રવ્યના ભાવ તો પરદ્રવ્યમાં છે જ “પરભાવ'. રાગાદિ ભાવ થાય છે એ પણ “પરભાવ'. (પણ) “પરભાવ” અહીં તો ત્રિકાળી શક્તિનું એકરૂપ અભેદ સ્વભાવ; એમાં એક શક્તિનો ભેદ-વિકલ્પ વિચારવો, એને “પરભાવ' (કહે છે) !
આહા... હા! અહીં તો સિદ્ધ કર્યું-શું? કે: “સમસ્ત નાશ પામવા યોગ્ય' –જોયું? એ પર્યાય તો નાશ પામવા યોગ્ય છે. પરકાળ-આપણે ચાલે છે, તે આ ! “સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી'. ભાવ તો છે, એને ભાવ તો કહ્યો; પણ એ નષ્ટ પામવા યોગ્ય ભાવ (છે, એનાથી) ભગવાનઆત્મા દૂર છે. પર્યાયમાં દ્રવ્ય આવ્યું જ નથી. આહા.... હા ! પર્યાયથી દૂર છે
એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે! આહા.... હા ! ઝીણી વાત છે! પર્યાયનો કાળ-પરકાળ, એ સ્વકાળથી ભિન્ન છે! પર્યાયનો ભાવ જ દ્રવ્યભાવથી પરભિન્ન છે અને દ્રવ્યભાવ એનાથી (પર્યાયભાવથી) ભિન્ન છે!
આવી વાત છે !! આ તો મૂળ ચીજ છે, પ્રભુ! “ધર્મ' આ ! આ “ધર્મ' એમ થાય છે કે: ત્રિકાળી દ્રવ્યસ્વભાવ (જે) સાર છે એની દષ્ટિ કરે તો સમ્યગ્દર્શન થાય છે. બાકી બધાં થોથેથોથાં છે. માર્ગ “આ' છે! “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ” (- “આત્મસિદ્ધિ' ગાથા-૩૬ ). પરમારથનો પંથ તો “આ” એક જ છે. વ્યવહારથી તો થતું નથી પણ ભેદભાવથી પણ નિશ્ચય થતો નથી. સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસાઃ આપે દ્રવ્યથી પર્યાયને ભિન્ન કહી તો પર્યાય નાશ (વ્યય) પામીને ગઈ ક્યાં?
સમાધાન: ક્યાં જાય? અંદર ગઈ ! આ તો ઘણીવાર કહ્યું છે. આ વાત ઘણી વાર આવી ગઈ છે. જરા શાંતિથી સાંભળોઃ જે પર્યાય રાગની છે (તેનો) વ્યય થઈ ગયો, તો એ પર્યાય ગઈ ક્યાં? રાગ તો અંદર દ્રવ્યમાં જતો નથી, પણ એની યોગ્યતા દ્રવ્યમાં જાય છે, તો એનો પારિણામિકભાવ થઈ ગયો! અથવા અહીં સમ્યગ્દર્શન લ્યો. સમ્યગ્દર્શન એક સમયની પર્યાય છે. (એ) નાશ થવા યોગ્ય છે ને....! તો એ પર્યાય વ્યય થઈને ગઈ ક્યાં? –અંદરમાં (ગઈ છે. પણ અહીં સમ્યગ્દર્શનની પર્યાયમાં (જ) ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવ હતો, પણ (તે) જ્યાં અંદરમાં ગઈ ત્યાં (તે) પારિણામિકભાવ થઈ ગયો!
આહા... હા! ઝીણી વાત છે, પ્રભુ! માર્ગ શું છે (તે અહીં ) કહીએ (છીએ). આ તો જિનેશ્વરદેવનો માર્ગ છે! એવો (બીજ) ક્યાંય નથી. હજી તો પહેલાં સાંભળવા ય મળતો નથી ! બહારની વાત-આ... કરો... ને. આ કરો. ને.. આ. કરો. (સાંભળવા મળે છે. પ્રભુ! માર્ગ તો (આ છે). જન્મ-મરણરહિત-ભવચ્છેદ-ની વાત તો ‘આ’ છે.
જિજ્ઞાસાઃ આવું સાંભળીને પછી વ્રત-તપ કરવા કોણ જાય?
સમાધાનઃ વ્રત-તપ કરે કોણ? ભૂમિકાને યોગ્ય એ વિકલ્પ આવે છે; પણ એ પર છે, દુઃખ છે. વિકલ્પ આવે છે પણ છે દુઃખ, હેય, પર. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com