Book Title: Pravachan Parikamma Part 02 Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 8
________________ પરમ શ્રદ્ધય ગુણાસાગરસૂરિરાજનું જીવનદર્શન વિ.સ. ૧૯૬૯ મહા સુદ-૨ના દિવસે અચલગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાની જીવન કુંડળીના ગ્રહોએ બાર ખાનાઓમાં એવી પક્કડ જમાવી હતી કે આજે ૧૦૦-૧૦૦ વર્ષ પછીય એ યુગપુરૂષનો પ્રભાવ હજી વધતો જ હોય એવો અનુભવ થાય છે. દિવંગત થયા પછી વરસો વીતે તેમ યાદ ધૂંધળી થતી હોય છે. વર્ચસ્વ ભૂંસાતું હોય છે. કાળનો, ભસ્મગ્રહ તો પરચો બતાવે જ છે. આ પુણ્ય પુરૂષની યાદ અને એમનું વર્ચસ્વ તો કાળને પછાડી રહ્યું છે. વરસો જેમ વીતે છે તેમ પ્રભાવ ઘેરો બને છે. આ પુરુષને વિદાય થવાને ૨૭ વર્ષ વીત્યા. ગુરુ વિરહના દિવસોમાં ગુરુનું કરુણામૃત વરસતું રહ્યું છે. એમની મહત્તા, આજેય ગવાતી રહી છે. આ મહા પુરુષે ખોટ સાલવા દીધી નથી. જેમણે દિલથી યાદ કર્યા હોય તેમને જીવંત અનુભવવા મળી છે. એક વિચારકના શબ્દો યાદ આવી જાય છે “મહાપુરુષો જીવતા હોય છે ત્યારે એમને મળવાનો સમય અનંત બની જાય છે. જીવંતથી છૂટા પડી શકાય પણ દિવંગતથી છૂટા નથી પડાતું. એમના સ્મરણનો સહવાસ સદાનો સાથી બનીને આપણાં એકાંતને ઉજમાળ બનાવ્યા કરે છે. ઘણીવાર કટોકટી આવી છે. મારગ સૂઝયો નથી આ પરમ પુરુષને યાદ કરી આંખો મીંચી રાખી છે. પ્રાર્થનાના ભાવથી, આરઝૂની અરજથી અંતર ભરી દીધું તે સાથે જ કટોકટીનો સામનો કરવાનું માર્ગદર્શન મળ્યું છે. પીછેહઠ કરવી પડી નથી. ખાલીપો લાગે ત્યારે એમના જ શબ્દોનું અર્થઘટન કાનમાં ગુંજ્યા કરે છે. જાતની નબળાઇઓએ માથું ઉંચક્યું છે ત્યારે આજ મહાપુરુષે આપેલા સંસ્કારો કામે લાગ્યા છે. સમગ્ર કચ્છ અને ગચ્છના ગગનમાં ધર્મલાભ ગૂંજી રહ્યો છે. એ મહાપુરુષનો પુરુષાર્થ છે. આવાસ યોજનાની ઇંટ કહો કે ઇમારત કહો એ આ મહાપુરુષની દૂરંદેશી હતી. આજે સચ્ચાઇનો છાંયડો જાળવી શકવામાં આ યુગપુરુષની કૃપા-કરુણા જ સધિયારો દઇ રહ્યું છે. આજે એ સહકાર એમની યાદમાંથી મળી રહ્યો છે. આ મહાપુરુષના ખોળે જીવનભર રહેવાનું હતું. આજે તો માત્ર યાદનો આનંદ લઇ શકાય છે. એમને તો ભવોભવના સાથીદાર બનાવી દેવા છે. પ્રારંભના પાંચ વરસ એમના સહવાસમાં શ્વાસ લીધા. આજે ૨૭ વરસથી માત્ર યાદથી ISBN tg1IA?ss : int V isits Restinat Yat_ ૪ / શાક SATYA Exit Y કાકા DAY EPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196