Book Title: Pravachan Parikamma Part 02
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 7
________________ વંદો પાઠક-યશોવિજયજી મહારાજા તીર્થકરોની વાણી આગમોમાં પથરાયેલી છે. સાધનાના ક્રમિક ગુણસંપદાથી વણાયેલ જ્ઞાનસારા ભલે આગમગ્રંથ સર્જાયેલ નવનીત છે. દીવાળીના શુભ દિને અનેક રહસ્યો સહિત હિતવચનોનો પરમાર્થ દર્શાવતા આ ગ્રંથું લેખન પૂર્ણ થયું. ૩૫૦ વર્ષ પૂર્વે આ સર્જાય. ઉપાધ્યાયજી મહારાજની અમર કૃતિ છે. જગતગુરુ હીરસૂરીશ્વરજી મહારાજના વિશાળ શ્રમણવૃંદમાં જ્ઞાન શિરોમણી સ્વરૂપે ઝગમગતા સિતારા હતા. ભલું થજો જિનશાસનનું કે જેમાં આવા મહાત્મા મળ્યા. જીવનકાળ દરમ્યાન ૩૫૦થી સંસ્કૃત-પ્રાકૃત, માલવી અને ગુર્જર ભાષાના ગ્રંથો લખ્યા, પ્રભુ પ્રીતિ પણ અનેરી સ્તવન ચોવિશી, ઢાળિયા, સમકિત બોલની સઝાયો-સીમંધર સ્વામીની આરઝૂમાં ભક્ત હૃદયની સંવેદના નિખરે છે. માતા શારદાએ ગંગાના કાંઠે દર્શન આપી વરદાન દીધા. કાશીના પંડિતોએ “ન્યાયવિશારદ'થી નવાજ્યા એવા યશોવિજયજીએ સાર શબ્દ પાછળ લાગે તેવા ગ્રંથો દા.ત. જ્ઞાનસાર, અધ્યાત્મસાર. રહસ્ય શબ્દ પાછળ લાગે તેવા કંઇક ગ્રંથો સર્જન કર્યા છે. દા.ત. ઉપદેશ રહસ્ય, પ્રમાણ રહસ્ય, ભાષા રહસ્ય. પરીક્ષા અથવા પ્રદીપ પાછળ લાગે તેવા ગ્રંથો... શતક શબ્દ લાગે તેવા ગ્રંથો.... શ્લોકોની સંખ્યા ઉપરના ગ્રંથોનું સર્જન કરી જિનશાસનના મૃતભવને લીલુંછમ બનાવી ગયા. એમના પછી અભુત શાસ્ત્રજ્ઞાન ધરાવનારા કોઇ થયા નથી. હાલમાં ક્યાંક દીવા ટમટમે છે. આ જ્ઞાનસારમાં ૩૨ અષ્ટકો છે. ભારતભરમાં શ્રમણો દ્વારા ચાતુર્માસિક પ્રવચનો જે માં આ ગ્રંથને પસંદગીનું પાત્ર બનાવે છે. ચિંતનમનનપૂર્વકનું વાંચન સાધના કાજે પ્રબળ પ્રેરણા આપશે. જીવનની વિશુદ્ધિ કાજે કેટલાક ચૂંટેલા શ્લોકો પણ લાભકારી થાય એમ છે. શ્રમણો માટે તો આ ચિત્રાવેલી છે. સ્વાદિષ્ટ ખાન-પાન ચિત્તાકર્ષક વસ્ત્ર પાત્ર ઉપકરણ મનોરંજનવાળા મકાન, ભક્તગણ આકર્ષણમાં લપાઇ ન જાય તેમ માતાની જેમ મીઠી શિખામણ આ ગ્રંથ દ્વારા મળે છે. ગુસ્સો, માન-સન્માનની ભૂખ, હાસ્ય, કુતુહલવૃત્તિ, વસ્ત્રાદિની ટાપટીપ નિંદા વિકથાના દોષો, પગલા જગતના સાધનોમાં ફસાયેલા આત્માનું સફળ ઓપરેશન કરે છે. ડભોઇ નગરે લોઢણ પાર્શ્વનાથના ચરણમાં આ શ્રુતમૂર્તિએ વિદાય લીધી. ગ્રંથ અને ગ્રંથકારને ત્રિવિધ વંદન. = == = == = == = કરોડ Yકારિક વિકાસ કામ િYકાર festie Vરાનાશકastasittite Visitors

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196