________________
*********** ******************* *****談
ભાષાંતરનું કાર્ય ઘણું કપરું છે, તે તેના અનુભવીઓ જ સમજી શકે, શબ્દ કાઠિન્ય ન 5 ધોય, ભાષાસૌષ્ઠવ જળવાય, અશુદ્ધિ થવા ન દેવાય, શાસ્ત્રીય બાધા ન પહોંચાડાય, અને અનેક રે
ગ્રન્થોનું અન્વેષણ દ્વારા સારભૂત પદાર્થોના સમન્વયપૂર્વક તે તે વિષયો ભાષાંતરમાં મૂકાય, ત્યારે - તે લોકભોગ્ય થાય.
સામાન્ય લોકદષ્ટિ ભાષાંતર એટલે કંઈ નહિ એમ ભલે સમજે, પણ એ તો મિથ્યા બ્રમણા છે; કલ્પિત કે સ્વેચ્છાપૂર્વકના લખાણને ભલે કદાચ તેમ સમજે, પણ શાસ્ત્રીય પ્રણાલિકાને = નિરાબાધ રાખી કરવાનું કાર્ય જિનાજ્ઞાધીન આત્માઓ માટે તો જોખમદારી ભર્યું છે.
આ ભાષાંતરમાં ઘણા બહારના વિષયોના અધિકારો ગ્રન્થાતરથી ઉપયોગી જાણી ભાષાંતર કે ન કરી મૂકવામાં આવ્યા છે. મારી ઇચ્છા તો હજુ અસંખ્ય-અનંત, ચૌદરાજલોક, તમસ્કાયાદિ વ્યાખ્યા, - તથા બૃહમંડલાદિક યંત્રો નાંખવાની હતી; વિષયો તૈયાર પણ કરી રાખેલા, પણ ગ્રન્થનું કદ વધવા - માંડતાં ગ્રન્થસૌષ્ઠવ ઘટે અને રૂચિકર ન થાય, એટલે એ વિષયોને તો જતા કર્યા પણ દેવાધિકાર ક પછીનું ભાષાંતરકાર્ય પણ સંકોચ્યું, નવીન ટીપ્પણીઓ પણ આપવી બંધ કરી, આટલી ચીવટ છતાં . આ ગ્રન્થનું પ્રમાણ લગભગ ૧૦૫ ફર્મા જેટલું દળદાર થઈ ગયું છે તે માટે પરિસ્થિતિ સમજ્યા ન બાદ પાઠકવૃંદ મને ઉપાલંભપાત્ર નહીં ઠરાવે.
. ચિત્રો આલેખવાનું કાર્ય મે ૧૯૯૩માં કર્યું. વ્યવસ્થિત ચિત્રોનું કાર્ય ઘણું જ કઠિન છે, ને બુદ્ધિ વિચારો અને સમયનો ભારે ભોગ અપાય છે ત્યારે તે કાર્ય તૈયાર થઈ શકે છે. તે કાર્ય - થયા બાદ કાર્યવાહકોએ તે ચિત્રો લીથોમાં કરાવવા આપ્યાં. આ લીથો પ્રેસના કાર્યકર્તાઓની
બેદરકારીથી એ કાર્ય પૂર્ણ થતાં મહિનાઓ વીત્યા, એક વર્ષ ઉપર સમય ગયો. જેની ગત ચૈત્ર કે માસમાં કાર્ય સમાપ્તિ થઈ.
આવી આવી મુશ્કેલીઓને લઈને હિતેચ્છુ અને લાગણી ધરાવતા વર્ગની શીધ્ર પુસ્તક તે પ્રકાશનની ઇચ્છા છતાં થએલા વિલંબ બદલ સહિષ્ણુતા સિવાય કયો માર્ગ હોઈ શકે!
તેવી જ રીતે ભાષાંતર દરમિયાન શકય ખ્યાલ રાખવા છતાં મારો આ પ્રયાસ પ્રાથમિક છે અને અનુભવ વિનાનો હોવાથી ભાષાંતરગત રહી ગએલી ક્ષતિઓ બદલ જાહેર આગળ “ક્ષમાપના' નક વાચીને હળવો થવાનું કાર્ય પણ કેમ જતું કરું?
આ કાર્યમાં મને ઉરના ઉંડા શુભાશીર્વાદ આપનાર ગીતાર્થવર્ય પ્રવચનપ્રભાવક પૂજ્ય 2 આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના તથા તેજશ્રીના પટ્ટધર વિયરત
સુવિહિત સગુણનિધિ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજીનો તથા વિદ્વર્ય પૂજય પંન્યાસશ્રી ધર્મવિજયજી મહારાજશ્રીનો પરમાભાર માની તેઓશ્રીની મહેરબાની અને મદદથી આ કાર્યમાં ફત્તેહમંદ થયો તે બદલ ભાવભર્યા હૈયે કોટીશ: વંદન કરીને કંઈકે ઋણમુક્ત થાઉં તો શું અજુગતું?
તદુપરાંત સહાયક બનનારા વિનયશાલી પ્રવર્તક શ્રીમાન્ ઉદયવિજયજી મ. તથા વિનયવંત પ્રવર્તક શ્રીમાન્ ભરતવિજયજી મહારાજાદિ મુનિમંડલનો ઉપકાર માની, બાલમુનિવર્ય - શ્રી જયાનંદવિજયજીને પણ હું ન ભૂલી શકું, જેને મારા કાર્ય વેગમાં યથાશક્તિ સહાયતા સમÍ. . ***熱*******お読売記念 [ 31 *****お米米米米米米米発送