________________
3:33
D
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત બૃહતૃશંગ્રહણી
22 SHABI
અથવા સંગ્રહણીરત્નમ્ અંગે લેખકની પ્રસ્તાવના અને નિવેદન
પહેલી આવૃત્તિ : વિ. સં. ૧૯૯૫ બીજી આવૃત્તિ : વિ. સં. ૨૦૪૭
૬ ક
ઇ.સન્ ૧૯૩૯ ઇ.સન્ ૧૯૯૧
,
T
L
મારું નમ્ર નિવેદન
આ ચન્દ્રીયા સંગ્રહણીનું અધ્યયન અત્યારે સવિશેષ પ્રચારને પામ્યું છે, ખાસ કરીને શ્રમણવર્ગમાં તેનો અધિક ફેલાવો થયેલ છે. આમ છતાં અધાવધિ આવા મહત્ત્વ અને ગૌરવભર્યા વિશિષ્ટોપયોગી ગ્રન્થ ઉપર એક સરલ સ્પષ્ટાર્થક સુબોધ અને સુવિસ્તૃત ભાષાનુવાદની ખામી ચાલી આવતી હતી; એ ખામીને યથાશક્તિ દૂર કરવાની મને સભાવના થઈ.
તે અગાઉ મારા પરમ ઉપકારી, પ્રાતઃસ્મરણીય, વ્યાખ્યાનકેસરી, આરાધ્યાપાર આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજશ્રીની આ સંગ્રહણી કંઠસ્થ કરવાની અનન્ય પ્રેરણાએ તે ગ્રન્થ પરત્વે બહુમાન પેદા કરાવ્યું હતું.
ત્યારબાદ મેં તેનાં ભાષાંતરનું સામાન્ય અવલોકન કરવા ચાલુ બુક મંગાવી, તેમાં માં આવતા વિવિધ વિષયોને અંગે અંતરમાં ખૂબ જ આહ્વાદ થયો, પણ કોઈ પ્રકાશનમાં આ પુસ્તકની કદ્રુપતા, અને અશુદ્ધિઓભર્યું વ્યવસ્થા વિનાનું આંતરિક મુદ્રણકાર્ય, જયારે અન્ય
S પ્રકાશનમાં સુવિસ્તૃત વિવેચનની ખામી ઇત્યાદિ કારણે તે ભાષાંતર અસંતોષપ્રદ નીવડ્યું,
|
0
|