________________
**********************************************
****************
*******
**************
।। ૐ નમોઽર્દત્પરમેશ્વરાય ।।
ઉ....પો.........ઘા.....
मेघाच्छन्नो यथा चन्द्रो, न राजति नभस्तले । उपोद्घातं विना शास्त्रं, न राजति तथाविधम् ॥ १ ॥
(એ આપ્તોક્તિ અનુસાર કોઇપણ પુસ્તક ગમે તેટલું મહત્વનું કે ગૌરવભર્યું હોય પણ તેના ઉપર સચોટ પ્રકાશ ફેંકતી, ગ્રન્થવિષયોનો તલસ્પર્શી પરામર્શ કરતી અને ગ્રન્થના સારભૂત નવનીત દર્શાવતી એક સુંદર અને સુવિસ્તૃત પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત ન હોય તો તે પુસ્તક જોઈએ તેવું શોભતું નથી, તેમાંય અત્યારે તો પ્રસ્તાવનાનું ગૌરવ જેટલું વધારે તેટલું ગ્રન્થગૌરવ વધારે' એ સહજ પ્રથા થઇ ગઇ છે. હું પણ તે નિયમને અપનાવી, યથામતિ સુવિસ્તૃત પ્રસ્તાવના લખવી શરૂ કરૂં છું.)
ગ્રન્થરચનાથી પ્રસ્તાવનાનો શ્રમ કંઇ ઓછો નથી, આખાએ ગ્રન્થનો સાર દર્શાવવા બુદ્ધિને સરાણે ચઢાવી કેટલી કસવી જોઈએ અને વાચક વર્ગ માટે એવું રહસ્ય-સ્વરૂપ નવનીત મૂકી દેવું જોઈએ, કે જેથી વાચકવર્ગને આત્મસંતોષ થાય.
જ્ઞાન, દર્શન તે-શ્રદ્ધા, અને ચારિત્ર ઇત્યાદિ અનુભવગમ્ય સહભાવિ આત્મીય ગુણો પૈકી જ્ઞાનગુણ એ સર્વોત્તમગુણ છે, અને જગતભરમાં ગણાતા સર્વ ગુણો પૈકી તેનું સર્વાગ્રણીપણું એ અનુભવસિદ્ધ વસ્તુ છે, અખિલ જગતવર્તી સર્વાત્માઓ ન્યૂનાધિકપણે જ્ઞાનગુણથી વિરહિત હોતા નથી, આથી જ્ઞાન એ ગુણ છે અને આત્મા એ ગુણી છે. એ ગુણ-ગુણીનો સંબંધ વિનાવિ હોવાથી જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, એવી રીતે ઉભયનું એ સહચારીપણું અનાદિકાલથી સર્વાત્મ વ્યાપ્ત હોવાથી સંસિદ્ધ છે, જ્યાં જ્ઞાનાંશ નથી, અરે ! અક્ષરના અનંતમા ભાગ જેટલો પણ જ્યાં જ્ઞાનલવ નથી, ત્યાં પદાર્થ કે દ્રવ્યો ચૈતન્યસ્વરૂપ નહિ પણ જડસ્વરૂપ છે. જ્યારે જ્ઞાન એ ચૈતન્ય સ્વરૂપ અને સર્વોચ્ચગુણ છે તો જ ‘વિશિષ્ટ જ્ઞાનોપેત આત્માઓ સર્વ સન્માન્ય, સદાપૂજનીય અને યાવત્ વંદનીય થઇ શકે છે' એ સિદ્ધ સનાતન કથન સર્વદા નિઃશંક સત્ય ઠરે છે.
એ જ્ઞાનથી સંપૂર્ણ થવા માટે જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવું જોઈએ, તે ક્ષય કરવા માટે તે કર્મબંધનનાં મૌલિક કારણોને તિલાંજલી આપી, નવ્ય શુભ કર્મોનું ઉપાર્જન કરવું જોઈએ, અને એમ કરતાં સંપૂર્ણ જ્ઞાનજ્યોતિને આવરનાર કર્મનો નિર્મૂલ ક્ષય કરવો જોઈએ, અને ત્યારે જ આત્મા લોકાલોકવર્તી ત્રૈકાલિક ચરાચર, કિવા જડ કે ચેતનના વિશ્વવિસ્તીર્ણ સર્વ ભાવોને હસ્તામલકવત્
*******************************************************
***************** [4] *****************