________________
ચિત્રોમાં પ્રેરક થનાર, પૂછેલ પ્રશ્નોનું સંતોષકારક સમાધાન આપનાર અને જેઓ મારા તે તરફ પ્રથમાવસ્થાથી જ પરમ ધર્મસ્નેહ રાખનાર પંડિતવર્ય ચંદુલાલ નાનચંદ શીનોરવાળાને રે છે સહુથી પ્રથમ કેમ ન સંભારી લઉં?!.
વળી પ્રવર્તિની આર્યા શ્રી કલ્યાણશ્રીજી કે જેમના ગ્રન્થભંડારે પ્રથમ પગલે જ ગ્રંથાવલોકનનું ઉપયોગી કાર્ય સરલ કર્યું, તે બદલ તેમને પણ સ્મૃતિપથમાં લાવવું કેમ વિસરી શકું?
તેવી જ રીતે સહાયક અને હિત ધરાવનારી અન્ય વ્યક્તિઓને પણ તેથી બાકાત તો ન જ રાખી શકું?
હવે છેલ્લામાં છેલ્લો અને મોટામાં મોટો ઉપકાર તો મારે માનવો જોઈએ મારા જીવનોદ્ધારક પરમગુરુદેવ વિદ્વવર્ય સદગુણશાલી પૂજય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજશ્રીનો; જેઓશ્રીએ સારાએ પુસ્તકનું સાધન સંશોધન કરી પોતાનો સમય અને શક્તિનો
ભોગ આપ્યો છે, અને જેઓએ પ્રથમથી જ આ પુસ્તક સર્વાંગસુંદર આદર્શબૂત અને છેક 3 સર્વોપયોગી બને તે જોવાની ઉદાત્ત ભાવના પ્રદર્શિત કરી છે, અને જેઓએ ભાષાંતર દરમિયાન તે કે થયેલ શંકાઓના સમાધાનો પણ આપ્યા છે, સ્થળે સ્થળે કિંમતી સૂચનાઓ પણ કરી છે, તે છે દ્વારા મારા ઉપર જે અસીમ અને અમાપ ઉપકાર કર્યો છે, તેથી તો ખરેખર ! મને તેઓએ .
હોટા ઋણના ભારતળે મૂક્યો છે; તેઓશ્રીની જો મદદ ન હોત તો આ કાર્યને પહોંચી શકવા 3ખરેખર! અશક્ત બન્યો હોત!
પણ આવા ઉપકારીઓનાં ઋણ કોઈનાથી મુક્ત કર્યાં થયાં છે ખરાં કે? માટે તેઓશ્રીના ઉપકારનો બદલો હું કયા શબ્દોમાં અને કેવી રીતે વાળી જ શકું?
છતાં સહુની જેમ દેશથી ઋણમુક્ત થવા માટે જ આ સૌદર્યસંપન્ન અને દળદાર ગ્રન્થ. તેઓશ્રીના જ શુભ કરકમલમાં સહર્ષ અર્પણ કરી કૃતકૃત્ય થવાની મોઘેરી તક લઉં છું.
પૂજ્ય ગુરુદેવોની કૃપાથી આ મહાન સૂત્ર ગ્રન્થના ભાષાંતરનું સદ્ભાગ્ય મને સાંપડ્યું, કોડ તેઓશ્રીની અમૂલ્ય સૂચનાઓ, સમાધાનો દ્વારા અભ્યાસીઓને દરેક રીતે સુગમ થાય તેવું
વ્યવસ્થિત ભાષાંતર કરવામાં આવ્યું, યથામતિ અને યથાશક્તિ શાસ્ત્રીય અને મુદ્રણ સંબંધી શુદ્ધિ આ જાળવવા પ્રયત્ન સેવ્યો; છતાં કંઈપણ અલનાઓ દષ્ટિગોચર થાય તો સુધારી લેવા સજ્જન તે સમાજને મારું સાદર નિવેદન છે.
અંતે મારા પરમારાધ્ય, સહાયક સર્વવિદનવિનાશક, અખંડ પ્રભાવક અર્ધપદ્માસને બિરાજમાન દર્ભાવતી (ડભોઈ) મંડન શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનનું તથા ભગવતી શ્રી પદ્માવતી માતાજીનું શ્રી સરસ્વતી દેવી તથા સમગ્ર ઇષ્ટદેવ-ગુરુવંદનું સ્મરણ કરી અને શરણ સ્વીકારી આ મારું નમ્ર નિવેદન સમાપ્ત કરું છું.
ફલિતમાં આ ગ્રન્થનું અધ્યયન ખૂબ વૃદ્ધિવાળું થાઓ અને ત્રણે લોકનું સ્વરૂપ અને ક માહિતી મેળવી મુક્તિમાર્ગના પરમોપાસક બનવા ઉજમાળ થાઓ એ જ અંતિમ અભ્યર્થના ! ! !
Sાળ અનુવાદક— “યશોવિજન્ય :
*************** [&]*****************