Book Title: Prabhavik Purusho Part 01 Author(s): Mohanlal Dipchand Chokshi Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ કરી કુસંપ-કલેશના બીજે નષ્ટ કરી ઐક્ય સ્થાપ્યું, પ્રતિષ્ઠા કરાવી, ઉપધાન મહોત્સવ કરાવ્યા, પાઠશાળાઓ સ્થાપી, સેવાસમાજે ઊભાં કરાવ્યાં અને તીર્થમહિમા વધારવા માટે વિવિધ તિર્થોનાં સંઘે કઢાવ્યા. તેમના જીવનનું સૌથી યશસ્વી કાર્ય તે રેવતાચળ જીર્ણોદ્ધાર. વિ. સં. ૧૯૭૯ માં આ કાર્ય તેમણે હાથ ધર્યું અને અથાગ પરિશ્રમ અને ઉપદેશદ્વારા છ લાખના દ્રવ્ય-વ્યયેથી તેમણે તે કાર્ય સાંગોપાંગ પાર ઊતાર્યું. બીજું કાર્ય તે ચિતોડગઢના ભવ્ય જિનાલયના જીર્ણોદ્ધારનું કર્યું. આ ઉપરાંત વિ. સં. ૧૯૮૩ માં નીકળેલ કછ-ગિરનારના સંધવી નગીનદાસ કરમચંદના સંધમાં તેમણે યશસ્વી હિસ્સો આપે હતો. રાજનગરમાં ભરાયેલા સાધુ-સંમેલન સમયે પણ તેમની સલાહ, સૂચના અને કાર્યક્ષમતા અપૂર્વ દૃષ્ટિગોચર થઈ હતી. સાહિત્ય-પ્રચાર અને પ્રકાશન પ્રત્યે પણ તેમનું દુર્લક્ષ નહોતું. એ જ હેતુથી તેમણે વિ. સં. ૧૯૭૨ માં પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથમાળા શરૂ કરાવી. તેમના જીવનનું એક માત્ર લક્ષ્ય હતું વીતરાગભાષિત ધર્મને પ્રચાર અને પ્રાચીન તીર્થોનો જીર્ણોદ્ધાર. તેમના પિતાના શિષ્યોની સંખ્યા સત્તાવીશ છે જ્યારે પ્રશિષ્યો સહિતની સંખ્યા તોતેર જેટલી છે. તે જ તેમની ઉપદેશ-શૈલી અને સમજાવવાની શક્તિની સાબિતી છે. તેમણે પિતાના જીવન દરમિયાન ૧૦ ‘છરી 'પાળતા સાથે કઢાવ્યા, ૨૨ ઉપધાને મહેવો જ્યા, ૯ વખત પ્રતિષ્ઠા-ઉત્સવ કર્યો અને સેવાના કાર્ય માટે ૧૬ સંસ્થાઓની સ્થાપના કરી. વિ. સં. ૧૯૯૮ ના પોસ વદિ ૩ ના રોજ તેમનો અમર આત્મા મેવાડના પવિત્ર તીર્થ એકલિંગજીમાં આ વિનશ્વર દેહનો ત્યાગ કરી વર્ગ પથે સંચર્યો. સ્વર્ગસ્થનું જીવન પવિત્ર પરમાણુઓથી વાસિત હતું. તેમને શિષ્યવર્ગ અને આધુનિક સાધુસમૂહ આવા પવિત્ર, ચારિત્રપાત્ર, તપસ્વી અને શાસનપ્રભાવક સૂરીશ્વરજીનું અનુકરણ કરે એ જ અભિલાષા.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 466