________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
શ્રી મૂળચંદજી મહારાજ]
વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં જૈન શાસનમાં સાધુ-સાધ્વીઓની સ્થિતિ જોઈએ તેવી સંતોષકારક નહોતી. સાચા ત્યાગી, વૈરાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી.. શ્રીપૂજ્યો, યતિઓ વગેરેનું વર્ચસ્વ વધી ગયું હતું. ઠેર ઠેર એમની ગાદીઓ સ્થપાયેલી હતી. બીજી બાજુ પંજાબમાં સ્થાનકવાસી સાધુઓમાં મૂર્તિપૂજા અને મુહપત્તિ વિશે ખળભળાટ મચી ગયો હતો. એ વખતે પંજાબથી, પોતાની શંકાઓના સમાધાન માટે વિહાર કરી ગુજરાતમાં આવનાર ક્રાન્તિકારી સાધુઓમાં પૂ. શ્રી બુટેરાયજી મહારાજ મુખ્ય હતા. એમની સાથે મૂળચંદજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી (વૃદ્ધિચંદજી) મહારાજ પણ હતા.
મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ.સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશવંશમાં, બરડ ગોત્રમાં થયો હતો. એમના પિતાનું નામ સુખા શાહ હતું. માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું.
બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતો. દેખાવે પણ તે સશક્ત અને પ્રતિભાશાળી હતો. પાંચ વર્ષની ઉંમરે એને નિશાળમાં મૂકવામાં આવ્યો હતો. નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ લેવા ઉપરાંત તે સ્થાનકમાં જાય, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને “થોકડા’નો મુખપાઠ કરે. તે સાધુઓના પરિચયમાં આવીને તેમની પ્રેરણાથી ઘણા નિયમ લેતો. એમ કરતાં કિશોર મૂળચંદને દીક્ષા લેવાની ભાવના થઈ. માતા-પિતાએ એ પ્રસ્તાવને અનુમોદન આપ્યું.
સોળ વર્ષની ઉમરે વિ. સં. ૧૯૦૨ માં ઋષિ બુટેરાયજી પાસે મૂળચંદે દીક્ષા લીધી અને તે મૂળચંદજી સ્વામી બન્યા.
એ દિવસોમાં પંજાબના સાધુઓમાં બુટેરાયજી મહારાજનું નામ ઘણું મોટું હતું. ચારિત્રના પાલનમાં તેઓ અત્યંત કડક અને શુદ્ધ હતા. શાસ્ત્રોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org