________________
શ્રી પ્રભાવકચરિત્ર
એટલા પ્રાચીન થઈ શકે કે કેમ ? એ વિચારણીય છે. શક સંવતુ દ૯૯ (વિક્રમ સંવત ૮૩૪)માં બનેલ દાક્ષિણ્યચિહ્નની કુવલયમાલા કથામાં આ હરિભદ્રસૂરિનો નામોલ્લેખ હોવાથી આ સમયની પૂર્વે હરિભદ્રસૂરિનું અસ્તિત્વ હતું એ તો નિર્વિવાદ છે, પણ એમને પૂર્વકાલમાં ક્યાં સુધી લઈ જવા એ વિચારવાનું છે.
આજ પહેલાં હું હરિભદ્રને વિક્રમની છઠ્ઠી સદીમાં મૂકનારાઓમાંનો એક હતો, પણ હવે મને લાગે છે કે એ આચાર્યને આ ગાયોક્ત સમયથી લગભગ બસો વર્ષ પછીના સમયમાં મૂકવા એ વધારે યોગ્ય લાગે છે, એનાં કારણો આ પ્રમાણે છે-“હરિભદ્ર પોતાના ગ્રન્થોમાં ધર્મકીર્તિ અને કુમારિકના નામોનો ઉલ્લેખ કર્યો છે, અને વિદ્વાનોએ એ વાત લગભગ સાબિત કરી આપી છે, કે ઉપર્યુક્ત બંને બૌદ્ધ અને મીમાંસક આચાર્યો વિક્રમના આઠમા સૈકામાં પૂર્વાપરભાવી વ્યક્તિઓ છે. હવે જો હરિભદ્રને એમનાથી પર્યકાલિન માનવામાં આવે તો એમનાં નામો હરિભદ્રના ગ્રન્થોમાં સંભવે નહિ.
બીજું કારણ એ પણ છે કે વિશેષાવશ્યક ભાષ્યાદિ કર્તા પ્રસિદ્ધ યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રન્થોનાં અવતરણો હરિભદ્રે પોતાના ગ્રન્થોમાં આપ્યા છે એટલું જ નહિ પણ જિનભદ્રીય ધ્યાનશતકાદિ ગ્રન્થો ઉપર હરિભદ્ર ટીકા પણ લખી છે, આથી હરિભદ્ર કરતાં જિનભદ્રગણિ પ્રાચીન છે એ વાત સ્વયંસિદ્ધ છે અને યુગપ્રધાન પટ્ટાવલિઓના લેખ પ્રમાણે જિનભદ્રગણિનો યુગપ્રધાનત્વ સમય વીર સંવત ૧૦૫૫ થી ૧૧૧૫ (વિક્રમ સંવત્ ૧૮૫ થી ૬૪૫) સુધીમાં આવે છે, અને જ્યારે જિનભદ્રનો સમય વિક્રમની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અને સાતમીના પૂર્વાર્ધમાં આવે છે, તો એમના ગ્રન્થોની ટીકા કરનાર હરિભદ્રને એથી પણ પછીના સમયમાં મૂકવા એ જ યુક્તિયુક્ત ગણાય. રત્નસંચય પ્રકરણમાં એક બીજી પરમ્પરાગત ગાથા આપી છે જેમાં હરિભદ્રસૂરિને વીરસંવત્ ૧૨૫૫ (વિક્રમ સંવત ૭૮૫) માં વિદ્યમાન જણાવ્યા છે. આપણે જો પ્રથમની વિચારસાર પ્રકરણવાળી ગાથાને બાજુ પર રાખીને આ ગાથાને પ્રમાણ માની લઈએ તો બધો વિરોધ મટી જાય છે.આ ગણના પ્રમાણે ધર્મકીર્તિ, કુમારિલ અને જિનભદ્રગણિથી હરિભદ્રસૂરિ અર્વાચીન ઠરે છે અને કુવલયમાલાના કર્તા દાક્ષિણ્યચિહ્નથી પ્રાચીન, ઉપર જે રત્નસંચયની ગાથાની વાત કરી છે તે ગાથા નીચે પ્રમાણે છે:
"पणपण्ण बारससए, हरिभद्दोसूरि आसिपुव्वकई ।
તેરસ વીસ દિg, વરિદિંવપટ્ટિપદૂ Iધ (રત્નસંવ)'' અહીં એ શંકા થઈ શકે, જો આપણે આ. હરિભદ્રસૂરિને આ ગાથાને આધારે વિક્રમના આઠમા સૈકામાં મૂકીએ તો પછી “વંસ, પUTલી” એ ગાથાની સંગતિ કેવી રીતે બેસાડવી ? જો હરિભદ્ર છઠ્ઠા સૈકામાં થયા જ નથી તો પછી એ ગાથામાં જણાવેલી હકીકત કેવલ નિરર્થક જ ખરી કે નહિ? અને જો ગાથામાં જણાવેલી હકીકત નિરાધાર જ હોય તો આમ હોવાનું કંઈ કારણ પણ હોઈ શકે કે નહિ ?
ઉપર્યુક્ત શંકાનું સમાધાન એ છે કે ઉપર્યુક્ત ગાથાનો વિષય હરિભદ્રસૂરિ નહિ પણ હારિલ યુગપ્રધાન છે. એ યુગપ્રધાન જ પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે વીરસંવત્ ૧૦૫૫ (વિક્રમ સંવતુ ૫૮૫)માં સ્વર્ગવાસી. થયા હતા અને એમની પાટે જિનભદ્રગણિ બેઠા હતા. હરિભદ્રને પણ જિનભદ્ર નામક શિષ્ય હતા, આમ શિષ્યોના અને એમના પોતાના નામોના સાદેશ્યથી પાછળના લેખકો એમની ભિન્નતા ભૂલી ગયા, અને હારિલને જ હરિભદ્રસૂરિ માની તેમનો સ્વર્ગવાસ ૫૮૫માં લખી દીધો છે. આમ ઉડત ગાથોક્ત ૫૮૫ નો સમય હરિભદ્રનો નહિ પણ હારિબનો માની લેવાનો છે. ગાથાક્ત અર્થની સંમત પણ આવી રીતે થઈ જશે.