________________
શ્રી બપ્પભટ્ટસૂરિ
Gજ
૧૧. શ્રી બપ્પભટ્ટસૂરિ
આચાર્ય બપ્પભટ્ટિનું ગૃહસ્થાવસ્થાનું નામ “સૂરપાલ’ હતું, એમના પિતાનું નામ “બપ્પ” અને માતાનું નામ “ભટ્ટિ હતું, એમના પૂર્વજો પંચાલ દેશના રહેવાસી હોવાથી પાંચાલ કહેવાતા હતા અને એમનું નિવાસસ્થાન ડુવાતિથિ (ધાનેરાની પાસેનું ડુવા) ગામ હતું.
સૂરપાલ પોતાના પિતાથી રીસાઈને ઘરથી નીકળી પડ્યો હતો અને તે ચાલતો ચાલતો મોઢેરા ગયો હતો, આ વખતે તેની અવસ્થા કેવલ છ વર્ષ જેટલી હતી. એ સમયમાં ગુજરાતમાં પાટલપુર (શંખેશ્વરની પાસે આવેલ આજ કાલનું પાડલા) નામનું એક પ્રસિદ્ધ સ્થાન હતું, તે પાટલપુરમાં મોઢેરક ગચ્છના સિદ્ધસેનસૂરિ નામના આચાર્ય વસતા હતા. સૂરપાલ જે દિવસે મોઢેરામાં ગયો હતો તેના આગળના જ દિવસે આચાર્ય સિદ્ધસેન પણ ત્યાં ભગવાન મહાવીરની તીર્થયાત્રા નિમિત્તે આવેલ હતા. આચાર્ય સિદ્ધસેન જિનમંદિરમાં ગયા તે જ વખતે સૂરપાલ પણ ત્યાં ગયો. આચાર્યું તેને જોઈને પરિચય પૂછતાં તેણે પોતાનું સર્વ વૃત્તાન્ત કહ્યું. આચાર્ય સિદ્ધસેને બાલકને તેની ઈચ્છા પ્રમાણે પોતાની પાસે રાખ્યો અને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. સૂરપાલની બુદ્ધિ અને સ્મરણશક્તિ ગજબની જણાઈ, તે એક જ વાર સાંભળીને શ્લોક યાદ રાખી લેતો અને એક દિવસમાં તે એક હજાર જેટલા શ્લોકો મુખપાઠ કરી લેતો. સિદ્ધસેનસૂરિને આ બાલકને કોઈ પણ રીતે શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ અને તેઓ વિહાર કરીને તેનાં માતા પિતા પાસે ડુવા ગામે ગયા અને આ વિલક્ષણ બુદ્ધિના ધણી બાલકને શિષ્ય તરીકે આપવા તેના માતાપિતાની પાસે માંગણી કરી. સૂરપાલ તેનાં માતાપિતાનો એક જ પુત્ર હોવાથી પ્રથમ તો કંઈક આનાકાની થઈ પણ છેવટે આચાર્યનું વચન પાછું ન ઠેલાણું, તેઓએ કહ્યું કે “જો અમારા બંનેના નામોથી બનેલું આનું નામ આપવામાં આવે તો અમો એને શિષ્ય તરીકે આપીએ. આચાર્યે તેમની શરત કબૂલ કરી અને મોઢેરામાં જઈને વિક્રમ સંવત ૮૦૭ માં સૂરપાલને દીક્ષા આપીને “ભદ્રકીર્તિ’ એવું નામ પાડ્યું, પણ શરત પ્રમાણે તેનું બોલાતું નામ ‘બપ્પભટ્ટિ રાખ્યું. બપ્પભટ્ટિ એકવાર ચંડિલ ભૂમિ ગયા તેવામાં વૃષ્ટિ થવા લાગી તેથી તે એક મંદિરમાં જઈને ઊભા. તેવામાં એક સુન્દર રૂપ અને ભવ્ય આકૃતિવાળો પુરુષ ત્યાં આવ્યો. મંદિરમાં શ્યામ પત્થર ઉપર કોતરેલ એક પ્રશસ્તિ હતી તે આગન્તુક પુરુષે વાંચી અને બપ્પભટ્ટિને તેનો અર્થ કરવા કહ્યું બપ્પભટ્ટિ મુનિએ સ્પષ્ટ રીતે તેનો અર્થ કહ્યો. જે સાંભળીને તે પ્રસન્ન થયો. વર્ષા બંધ થતાં બપ્પભક્ટ્રિ અને તે પુરુષ બંને ઉપાશ્રયે ગયા. આચાર્ય સિદ્ધસેને તે પુરુષનું નામ પૂછતાં તેણે ખડીના ટુકડાથી પોતાનું નામ “આમ” આ પ્રમાણે લખ્યું. આગન્તુક યુવકના આ વિવેકથી આચાર્ય ઘણા જ પ્રસન્ન થયા અને વિચાર કરવા લાગ્યા કે આને છ મહીનાનો હતો ત્યારે અમોએ રામસણમાં (ડીસા કેમ્પથી વાયવ્ય કોણમાં આશરે ૧૦ કોશ ઉપર આવેલ એક ગામ) જોયેલ છે. પીલુડીના વૃક્ષની શાખામાં અને વસ્ત્રની ઝોલીમાં સુવાડ્યો હતો અને એની માતા પીલુ વીણતી હતી. પૂછપરછ કરતાં અમારા જાણવામાં આવ્યું હતું કે ‘તે કનોજના મૌર્યવંશી રાજા યશોવર્મની રાણી છે અને બીજી રાણીની ખટપટના પરિણામે રાજાએ એને કાઢી મૂકવાથી આમ વન્યવૃત્તિથી જીવન ગુજારે છે.’ આ ઉપરથી અમોએ