________________
શ્રી જીવદેવસૂરિ
S
છે. શ્રી જીવદેવસૂરિ છે
છે.
આચાર્ય જીવદેવ વાયડનિવાસી વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવના પુત્ર હતા. એમની માતાનું નામ શીલવતી હતું. જીવદેવનું ગૃહાશ્રમનું નામ મહીધર હતું, એમને એક મહીપાલ નામે છોટો ભાઈ હતો જે ઘણે ભાગે દેશાન્તરમાં જ ફર્યા કરતો હતો. " મહીધરે વાયડગચ્છના આચાર્ય જીનદત્તસૂરિની પાસે દીક્ષા લીધી અને ભણી ગણીને ગીતાર્થ થતાં, આચાર્ય જીનદત્તસૂરિએ એમને આચાર્ય પદ આપીને પોતાની શાખાને અનુસારે “રાશિલસૂરિ' એ નામ પાડીને પોતાના પટ્ટધર બનાવ્યા અને પોતે પરલોક સાધન કર્યું. - મહીપાલને પણ રાજગૃહ નગરમાં દિગમ્બરાચાર્ય શ્રુતકીર્તિએ દીક્ષા આપીને એનું “સુવર્ણકીર્તિ' એ નામ પાડ્યું. સુવર્ણકીર્તિ પણ શ્રુતકીર્તિના પટ્ટધર શિષ્ય થયા એટલું જ નહિ, પણ તેમણે પોતાના ગુરુ પાસેથી અપ્રતિચક્રાવિદ્યાનો આમ્નાય અને પરકાયપ્રવેશ વિદ્યા પ્રાપ્ત કરી હતી. - રાજગૃહ તરફના વ્યાપારિઓના મુખથી મહીપાલની માતાએ એની દીક્ષા શિક્ષાના સમાચાર સાંભળ્યા અને તે પોતાના પુત્રને મળવા નિમિત્તે રાજગૃહ તરફ ગઈ. પોતાના બે પુત્રોમાં પણ દિગમ્બર અને શ્વેતામ્બર એમ બે મત જોઈ શીલવતીએ સુવર્ણકીર્તિને કહ્યું “જિન ભગવાનનો એકજ માર્ગ, તેમાં એ ભેદ કેવા? અને એમાં સાચો માર્ગ કયો તેનો નિર્ણય અમારે કેવી રીતે કરવો? તમો બંને ભાઈ એકઠા થઈને ખરા-ખોટાનો નિર્ણય કરો કે જેથી હું પણ તે જ માર્ગનો સ્વીકાર કરું.” પોતાની માતાનાં આ વચનોને અનુસારે સુવર્ણકીર્તિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓનો આચારમાર્ગ અને ત્યાગ વગેરે જોયો અને શ્વેતામ્બર માર્ગનું વાસ્તવિકપણું જણાતાં સુવર્ણકીર્તિને શ્વેતામ્બર માર્ગ ગ્રહણ કરવાનો અનુરોધ કર્યો. રાશિલસૂરિએ પણ તેમને સમજાવ્યા જે ઉપરથી દિગમ્બર મુનિએ વસ્ત્રનો સ્વીકાર કરી શ્વેતામ્બર માર્ગમાં પ્રવેશ કર્યો. થોડા જ સમયમાં આ સંપ્રદાયના સિદ્ધાન્તો ભણીને ગીતાર્થ થતાં રાશિલસૂરિએ પોતાના બન્ધ સુવર્ણકીર્તિ મુનિને આચાર્યપદ આપ્યું અને પોતાના ઉત્તરાધિકારી “જીવદેવસૂરિ' નામે પટ્ટધર શિષ્ય બનાવ્યા.
જીવદેવસૂરિના શિષ્યની એકવાર કોઈ યોગીએ વાચા બંધ કરી દીધી હતી, તેમ જ એક વાર તેમના સમુદાયની સાધ્વી ઉપર યોગચૂર્ણ નાખીને પરવશ કરી નાખી હતી, પણ આચાર્યે પોતાની અપૂર્વ શક્તિના પ્રભાવે બંને સ્થળે યોગીનો પરાજય કરીને તેને યોગ્ય શિક્ષા કરી હતી.
એ અવસરે ઉજ્જયનીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતો હતો, તેણે સંવત્સર ચલાવવા માટે પૃથિવીનું ઋણ ચુકાવવા નિમિત્તે દેશોદેશ પોતાના મંત્રીઓને મોકલ્યા, તેમાંથી ‘લિંબા” નામનો પ્રધાન વાયડ પણ આવ્યો, ત્યાં તેણે મહાવીરના મંદિરને જીર્ણ દેખીને તેનો ઉદ્ધાર કરાવ્યો અને તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા વિ. સંવત ૭ માં જીવદેવસૂરિના હાથે કરાવી.
વાયડમાં એક ‘લલ્લ’ નામનો કોટિધ્વજ શેઠ વસતો હતો, લલ્લ બ્રાહ્મણોનો ભક્ત હતો, તેણે સૂર્યગ્રહણમાં એક લાખ રૂપિયા ધર્માર્થ કર્યા હતા અને તે દ્રવ્યથી તેણે એક મહાયજ્ઞ શરૂ કરાવ્યો હતો, પણ પાછળથી તેનું એ ક્રિયા ઉપરથી મન ઉઠી ગયું હતું અને જીવદેવસૂરિના ઉપદેશથી તે જૈનધર્મી થઈ ગયો હતો. ધર્માર્થ કરેલ