________________
શ્રી વિજયસિંહસૂરિ
વૃદ્ધવાદિ પ્રબન્ધમાં વિશેષ ઉહાપોહ કરવામાં આવશે, જિજ્ઞાસુઓએ એમની સમય વિષયક વિચારણા તે પ્રબન્ધમાં જોવી.
વીર સંવત્ ૪૮૪માં આર્યખપટ થયાનો ઉલ્લેખ છે તે આર્યખપટનો સ્વર્ગવાસ સૂચક છે, એટલે વી. સં. ૪૮૪માં આર્યખપટ સ્વર્ગવાસી થયા એમ સમજવાનું છે.
વીર સંવતુ ૮૪પમાં વલભીનો તુરકોએ ભંગ કર્યો એમ પ્રબન્ધકારે જણાવ્યું છે, પરંપરાગત “અઠહિ પણયાલ વલખિઓ” આ ગાથામાં પણ વલભીનો ભંગ વીર સંવત્ ૮૪૫ માં જ થયો જણાવ્યો છે, પણ આધુનિક વિદ્વાનો આ વર્ષ વીરસંવતનું નહીં પણ વિક્રમ સંવતનું છે એમ જણાવે છે, અને કહે છે કે વિક્રમની સંવત ૮૨૩ પછી આરબોને હાથે વલભીનો નાશ થયો હતો.'
પણ અમારું નિશ્ચિત માનવું છે કે ઉપર્યુક્ત વલભીભંગ સૂચક વર્ષ વીરસંવતનું જ છે અને આ વલભીભંગ તે તુરૂષ્કકૃત નહિ પણ રાજા કનકસેન કૃત પહેલો વલભીભંગ છે. કર્નલ ટૉડના લખવા પ્રમાણે સૂર્યવંશનો કનકસેન રાજા વિક્રમ સંવત્ ૨૦૦ અથવા ૨૦૧માં પોતાની રાજધાની અયોધ્યા છોડીને ગુજરાત તરફ આવ્યો હતો, પણ હું ધારું છું કે આ કનકસેન ગુપ્તવંશી રાજાઓનો સેનાપતિ હશે અને ચંદ્રગુપ્ત પ્રથમ ગાદીએ બેઠો તેજ વર્ષમાં અથવા તો તેના પહેલા વર્ષમાં તેણે ગુપ્તરાજય તરફથી ગુજરાત ઉપર ચઢાઈ કરીને વલભીનો કબજો કર્યો હશે. જે પ્રસંગને જૈન લેખકોએ પ્રાચીન ગાથાઓમાં ‘વલભીભંગ તરીકે વર્ણવ્યો છે અને એ ઘટનાનું નિર્વાણ સંવતનું ૮૪૫મું વર્ષ ગણાવ્યું છે. આ કનકસેન તે પુરાણોમાં સ્ત્રી રાજયનો ભોક્તા કનક કહ્યો છે - તે જ જણાય છે. વિષ્ણુપુરાણમાં કનકને “ઐરાજ્ય” અને “મુષિક' દેશનો ભોક્તા કહ્યો છે. બ્રહ્માંડ પુરાણમાં
એને “સ્ત્રી રાષ્ટ્ર’ અને ‘ભોજક' દેશનો ભોક્તા લખ્યો છે, ત્યારે વાયુ પુરાણમાં “સ્ત્રી રાષ્ટ્ર અને ‘ભક્ષ્યક'નો ભોક્તા જણાવ્યો છે, મારા મત પ્રમાણે “áરાજય” અથવા “સ્ત્રી રાષ્ટ્ર’ એ કામરૂપ દેશનાં નામો નહિ પણ સૌરાષ્ટ્રના અપભ્રષ્ટ રૂપો છે, અને ‘ભોજક” તથા “મુષિક જનપદ' એ વડનગર અને એની આસપાસના પ્રદેશ માટે વપરાયેલ પ્રાચીન નામો હશે, કનકસેને એ જ પ્રદેશોને જીતીને ત્યાં શહેરો વસાવ્યાં હતાં. આ વિજેતા કનકસેન મૂલમાં ગુખોનો સેનાપતિ હશે પણ પાછળથી આવા મહાનું પરાક્રમોના બદલામાં એને પોતાના સ્વામી તરફથી વિજિત પ્રદેશો ભોગવટામાં મળ્યા હશે. વિક્રમ સંવતુ ૫૯૩ સુધી એના વંશજો સેનાપતિ’ અને ‘મહાસામંત’નાં બિરુદો ધારણ કરતા હતા. આથી પણ અમારા ઉપરના અનુમાનને પુષ્ટિ મળે છે. વલભીમાં ગુપ્ત સંવત વલભી સંવના નામથી પ્રચલિત થયો. આ ઉપરથી પણ જણાય છે કે કનકસેન ગુપ્તોનો સેનાપતિ જ હશે અને તેણે ગુપ્ત સંવતના પ્રારંભ કાલમાં વલભીને જીતીને ત્યાં તે સંવત્સર ચલાવ્યો હશે; પણ વલભીની રાજયક્રાંતિનું અને ગુપ્તસંવતનું એક જ વર્ષ હોવાથી તે સંવત્ વલભીના રાજ્યક્રાન્તિ સૂચવનાર “વલભી સંવ'ના નામથી પ્રસિદ્ધ થઈ ગયો હશે.
એ જ વલભીનો બીજીવાર વિ. સંવત ૮૨૪ની આસપાસમાં મ્લેચ્છ અથવા આરબોને હાથે ભંગ થયો લાગે છે, પણ પ્રથમ અને બીજા ભંગની ભિન્નતા ન સમજવાથી પાછળના લેખકોએ બંને ભંગનું એકત્ર વર્ણન કરી દીધું છે, પણ ખરી વાત તો એ છે કે જે વીર સંવત્ ૮૪૫માં વલભીભંગ થયો હતો તે મ્લેચ્છ કૃત નહિ પણ સેનાપતિ કનકસેનકૃત હતો અને જે સાતમા શીલાદિત્યના સમયમાં વલભીનો બીજીવાર ભંગ થયો હતો તે વીર સંવતુ ૮૪૫માં નહિ પણ વિ. સંવત ૮૨૩ પછી નજીકના સમયમાં થયો હતો. વીર સંવતુ ૮૮૪માં