Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ રોચક તથા સુબાધ રૂપમાં આપવા તરફ હતું. વળી એ જમાનાની ભાષા જ આજે ન ચાલે એટલે મારે તેા એ ભાષાન્તર નથી જ એમ ગણીને, નવું જ ભાષાન્તર લખવું પડયું છે. અલબત્ત એ જૂના ગુજરાતી ભાષાન્તરની તથા ટૅાનીના અંગ્રેજી ભાષાંતરની મદદ મેં આમાં જરૂર લીધી છે, છતાં અન પરિભાષા બરાબર ન સમજાવાથી કે મૂળના પાઠની સંદિગ્ધતાને પરિણામે ક્યાંક ખાટા અર્થ થયા હાય, એવા સંભવ છે. કાઇ સુજ્ઞ વાંચનારના ધ્યાનમાં એવી ભૂલો આવે તે જણાવવાની કૃપા કરવી, જેથી ખીજી આવૃત્તિ વખતે સુધારા થઇ શકે. શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે, પાતે પ્રકટ કરેલી પ્ર. ચિ. ની આવૃત્તિને આધારે ભાષાન્તર કર્યું હતું જ્યારે મેં સંપાદન કરેલી અને ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથમાળા નં. ૧૪ માં પ્રગટ થયેલી મૂળ પુસ્તકની આવૃત્તિના આધાર રાખ્યા છે. સુભાષિતા લેાકકથામાં જેમ વચ્ચે દુહા આવે છે તેમ પ્ર-ચિ-માં સુભાષિતા આપેલાં છે. આ સુભાષિતાને ખરી રીતે વૃત્તાન્ત સાથે કશે। સંબંધ નથી. અમુક સુભાષિત અમુક માણુસે કહ્યું એમ કહેલું ડાય ત્યારે પણુ એ પ્રમાણે જ બનેલું એમ માનવાની જરૂર નથી. કારણ કે એક જ સુભાષિત જૂદા જૂદા પ્રબંધલેખકાએ જૂદા જૂદા માણસેાના મેઢામાં મૂકેલ છે. અહીં એ જ દાખલા આપું છું. વધારે દાખલાએ ટિપ્પણીઓમાંથી મળશે. (૧) મૂળ પૃ. ૧૫૮ ઉપર જે ૩૧મા ક્ષ્ાક છે તે કપ મંત્રી મરતી વખતે ખેલે છે એવું વર્ણન પ્ર. ચિં. માં છે, જ્યારે જિનમંડન ગણિના કુમારપાલપ્રબંધમાં કુમારપાલના મેાંઢામાં એ શ્લોક મૂકયા છે. ( પૃ. ૧૧૫). (૨) ભેાજભીમપ્રબંધમાં જે ૬૧ મે। શ્લોક ( મૂળ પૃ. ૬૩ ) છે તેનું પૂર્વાર્ધ સમુદ્રમાં પાણી નીચે રહેલા શિવાલયની ભીંત ઉપર લખેલું હતું અને ઉત્તરાર્ધ ભાજની સભામાં ધનપાલે પૂરૂં કર્યું એવું વર્ણન આ પ્ર. ચિ. માં, પ્રભાવકરિતમાં તથા રત્નમંદિર ગણિના ભાજપ્રબંધમાં છે, જ્યારે ખલ્લાલના ભાજપ્રબંધમાં માછીમારાએ નર્મદામાંથી ઉપાડી આણેલા પથરા ઉપર પૂર્વાર્ધ હતું અને ઉત્તરાર્ધ કાલિદાસ કવિએ કહ્યું એ રીતે વર્ણન છે. મૂળ શ્લોક હનુમન્નાટકમાં છે. ( જુએ પૃ. ૮૮ ટિ. ૩૪, ) ખરી વાત એમ લાગે છે કે આ સુભાષિતે તા મેત્તુંગ વગેરેના સમયમાં પ્રસિદ્ધ હતાં, સુભાષિતાલિ, શા ધર પદ્ધતિ વગેરે સુભાષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 322