Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 9
________________ થડે પ્રયાસ કર્યો છે એમ કેટલીક વાર થાશ્રય વગેરેથી એ જૂદા પડે છે, અને જૂદા પડે છે ત્યાં ઐતિહાસિક સંભવ એના પક્ષમાં હોય છે. એ ઉપરથી તથા ચાવડા વંશનો કાલક્રમ વિચાર શ્રેણીમાં પ્ર. ચિં. થી જૂદો આપ્યો છે, એ ઉપરથી જણાય છે. વળી આ મેરૂતુંગસૂરિના સ્વભાવમાં જ કદાચ દંભ ઓછો હશે એમ લાગે છે. આ બધા ગુણો સાથે જે એનામાં એતિહાસિક દષ્ટિ હેત તે કેટલે બધો લાભ થાત! કાલાનુક્રમ આપવાની પદ્ધતિ મેરૂતુંગમાં નવી જ છે અને તેની પછીના લેખમાં એ ચાલુ રહી છે, એ જોતાં મુસલમાની લેખકોના ઐતિહાસિક ગ્રંથ મેરૂતુંગના જેવા સાંભળવામાં આવ્યા હોય, એમ લાગે છે. પણ એથી આગળ ઐતિહાસિક દષ્ટિ નથી જ ખીલી. એ જમાનામાં અહીં કોઈ હિન્દુમાં રહેતી ખીલી. અને એ કારણથી એક જ પ્રબંધમાં બનાવો કાલાનુક્રમમાં નથી લખ્યા પણ જેમ વાત યાદ આવી તેમ લખી નાંખી છે. દા. ત. સિદ્ધરાજપ્રબંધમાં સિદ્ધરાજ સંબંધી જ બધું લખ્યું છે એટલું ખરું પણ તેના જીવનના જે બનાવે વર્ણવ્યા છે તે કઈ ક્રમમાં નથી વર્ણવ્યા પણ આડાઅવળા ગમે તેમ લખી નાખ્યા છે. પ્ર. ચિ. ના ઉપર ગણાવેલા ગુણને પડછે (૧) ઐતિહાસિક દષ્ટિને અભાવ એ એક તે મોટો દોષ છે જ; એ સાથે નીચેના બીજા દેશો પણ ગણાવી શકાય. (૨) પ્રબંધચિંતામણિ લોકકથાઓના સંગ્રહ જેવો લોકમનરંજનના હેતુથી લખાયેલો ગ્રંથ છે એટલે અતિશયોક્તિ દ્વારા ચિત્તરંજન કરે એવી, લોકમાં ચાલુ વહેમની પિષક હેય એવી કે માત્ર નવીનતાથી જ આકર્ષક એવી, વાર્તા સંગ્રહવા તરફ કર્તાનું લક્ષ્ય રહ્યું છે. પરિણામે ઐતિહાસિક ઉપગની અનેક મહત્વની બાબતને પ્ર. ચિં. માં પત્તો જ લાગતું નથી, જ્યારે ગૌણ કે નિર્માલ્ય બાબતોનું લાંબું વર્ણન મળે છે. (૩) પ્રભાવકયરિત, સુકૃતસંકીર્તન, વગેરે ગ્રંથે સાથે સરખાવતાં મુખ્ય પ્રસંગનું વર્ણન બરાબર હોવા છતાં પ્ર. ચિં. માં વિગતેની ચોકસાઈ નથી એ દેખાઈ આવે છે. (૪) સમગ્ર ગ્રંથ ભાષામાં, વાક્યરચનામાં, અવાંતર પ્રબંધોની ગોઠવણમાં બધી રીતે શિથિલ રચનાવાળે છે અને એ હેવાથી જ કદાચ એમાં પ્રક્ષિપ્ત પુષ્કળ દાખલ થઈ ગયાં છે. (૫) સૌથી મોટો દેષ-હાલની તટસ્થ દષ્ટિએ દેષ પણ જે જૈન શ્રોતાઓ માટે એ ગ્રંથ રચાયો છે તેની દૃષ્ટિએ મોટો ગુણ હશે–તે સંપ્રદાયદૃષ્ટિ છે. ખરી વાત એમ છે કે પ્રબંધ ચિંતામણિ કેવળ લેકનાં ચિત્તરંજન માટે અને તે પણ સર્વ લેકના ચિત્તરંજન માટે નથી લખાયો, પણ મુખ્યત્વે જૈન સમાજના ચિત્તરંજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 322