Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 7
________________ જેને લોકમાં જૈન ધર્મના પ્રભાવક સૂરિઓ, રાજાઓ, મંત્રીઓ વગેરેનાં ચરિત્ર લખવાનો રિવાજ પહેલાંથી ચાલ્યો આવતો હતો. પણ પ્રબંધચિંતામણિના લેખકને લાગ્યું કે જૂની વારંવાર સાંભળેલી કથાઓથી હવે લોકનાં મન જોઈએ તેવાં પ્રસન્ન થતાં નથી, એટલે તેણે “નજીકના સમયમાં થઈ ગયેલા પુરૂષોનાં વૃતાન્ત' પસંદ કર્યો. અને સાડા પાંચ વર્ષ સુધી ભરપૂર જાહોજલાલીમાં ચાલીને, પોતાના દેખતાં જ છિન્નભિન્ન થઈ ગયેલા ગૂજરાતને રાજપૂત રાજયના ઇતિહાસમાંથી કરેલી પસંદગી અત્યંત લોકપ્રિય થવાનો સંભવ તેણે એગ્ય રીતે જ માન્યા. જૂની પ્રણાલીને વશ થઈને પ્ર. ચિં. ના પહેલા પ્રકાશમાં મેરૂતુંગે વિક્રમપ્રબંધ અને શાલીવાહનપ્રબંધ, તથા પાંચમા પ્રકીર્ણ પ્રકાશમાં નાગાર્જુનપ્રબંધ, વરાહમિહિરપ્રબંધ, પુસારપ્રબંધ, ગોવર્ધનપપ્રબંધ, વગેરે જૂના પ્રબંધ ટુંકામાં આપ્યા છે ખરા, પણ ગ્રંથને મેટે ભાગે તે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રબંધોથી જ ભર્યો છે. પ્રબંધચિંતામણિની વિશિષ્ટતા-- દ્વયાશ્રય, કીતિકૌમુદી વગેરે ગુજરાતના ઇતિહાસના સાધન તરીકે વાપરી શકાય એવા બીજા ગ્રંથો સાથે સરખાવતાં પ્રબંધચિંતામણિમાં એતિહાસિક દૃષ્ટિએ ખાસ મૂલ્યવાન ગણાય એવા ત્રણ ગુણો દેખાય છે? . (૧) ચાશ્રય વગેરે ગ્રન્થોના લેખકનું ધ્યાન રૂદ્રશૈલીનાં મહાકાવ્યો લખવા તરફ છે, એટલે અતિહાસિક પાત્રોના ચરિત્રની કે તે તે પાત્રના જીવનમાં બનેલા બનાવેની ઝાઝી વિગતો આપવા તરફ તેઓનું ધ્યાન નથી, જ્યારે પ્રબંધચિંતામણિના લેખકનું ધ્યાન લોકરંજન ઉપર હેવાથી તેણે આગલા ગ્રંથે કરતાં વધારે વિગતે આપી છે ? () પોતે દૂર હોવાને કારણે કે પોતે લખતા હતા ત્યારે ગૂજરાતનું રાજપૂત રાજ્ય નાશ પામ્યું હોવાના કારણે ગમે તેમ પણ એમના મનમાં રાજ્યનો ધાક નથી. એટલે કથાશ્રય, કીતિકામુદી વગેરેમાં ગૂજરાતના રાજાની હાર જેવા પ્રસંગનું સહેજ સૂચન પણ નથી ત્યારે પ્રબંધચિંતામણિમાં એવાં વર્ણન છે. કુમારપાલચરિત, સુકૃત કીર્તન વગેરે જેવો આશ્રયદાતાની પ્રશસ્તિરૂપ ગ્રથ પ્રબંધચિંતામણિ નથી, પણ પિતાના મેટે ભાગે જૈન ધર્માય ૧ આમાં એક અપવાદ છે. કાતિ કૌમુદી, સુકૃતસંકીર્તન જેવા ગ્રંશે મહાકાવ્ય કરતાં જૈન મંત્રીની પ્રશસ્તિરૂપ વધારે છે અને સમકાલીન હેવાથી વસ્તુપાલ મંત્રીનાં સત્કર્મોની તેઓએ કરેલો નેધ પ્રબંધચિંતામણિ કરતાં વધારે વિસ્તૃત અને હકીકતને વધારે અનુરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322