Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના આ પ્રબંધચિંતામણિ નામના ગ્રન્થ નાગેન્દ્ર ગચ્છીય ચંદ્રપ્રભશિષ્ય મેરૂતુંગ સૂરિએ, તે પાતે ગ્રન્થાન્ત કહે છે તેમ વર્ધમાનપુર( વઢવાણ )માં વિ. સં. ૧૩૬૧ માં રચ્યા છે. આ ગ્રન્થની ઐતિહાસિક ઉપચાગિતા ૮૫ વર્ષ હેલાં જ રાસમાળાના કર્તા શ્રી. અલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબના ધ્યાનમાં ખરાખર આવી હતી. તેએાએ રાસમાળાના સાધન તરીકે પ્ર-ચિં−ની મૂળ પ્રત મેળવી, એટલું જ નહિ પણ તેનું અંગ્રેજી ભાષાન્તર ઇ. સ. ૧૮૪૯માં કરી પેાતાને હાથે નોંધપુસ્તકમાં લખ્યું અને પછી રાસમાળામાં એને છૂટથી ઉપયોગ કર્યાં. એમની પછી મુંબઈ ગેઝટીઅરમાં ગૂજરાતને ઇતિહાસ લખવામાં પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ પણ આ ગ્રન્થના પૂરા ઉપયાગ કર્યો છે. છતાં પ્રબંધચિંતામણિ નિર્ભેળ ઈતિહાસનેા ગ્રન્થ નથી, પણ પ્રબંધ છે, એ પણ એ વિદ્વાનાને પૂરેપૂરું જાણવામાં હતું. મહાકાવ્ય રૂપે ઐતિહાસિક રાજપુરૂષોના ચરિત્રશ્રન્થા લખવાની પતિ તે। શ્રી હેમચન્દ્રાચાર્ય વ્હેલાં જ આ દેશમાં પ્રયલિત થઈ ગઈ હતી. અને એ પદ્ધતિને અનુસરી શ્રી હેમચન્દ્રાચાર્ય ( વિ. સં. ૧૧૪૫ થી ૧૨૨૬) પણ સંસ્કૃતમાં ચાય અને પ્રાકૃતમાં કુમારપાલચિરત નામનાં મહાકાવ્યો લખ્યાં છે. અને તેની પાછળ ચાલી, સામેશ્વર, અરિસિ’, ખાલચંદ્ર, જિનમંડનણ વગેરેએ પણ એ ધાટીનાં કાવ્યા લખ્યાં છે. આ મહાકાવ્યેામાં નાયકના પૂર્વજો વિષે પશુ કાંઇક લખેલું મળે છે અને એ રીતે આ ગ્રન્થામાંથી ઇતિહાસને લગતી ઘેાડી સામગ્રી મળી આવે છે. પણ પ્રબંધચિંતામણિ, દ્દયાશ્રય કે કીતિકૌમુદી જેવું મહાકાવ્ય નથી. મહાકાવ્યમાં હાવું જોઇએ તે-ચંદ્રદય સૂર્યોદયનું વર્ણન, ઋતુવર્ણન, કૅલિવર્ણન વગેરે કશું ય પ્રબંધચિંતામણિમાં નથી. પ્ર. ચિ. તે વચ્ચે વચ્ચે સુભાષિત મૂકીને આકર્ષક બનાવેલી તથા સાદી ભાષામાં લખેલી ટુંકી ટુંકી કથાઓને સંમડ છે. ૧ શ્રી. ફા`સ સાહેબે પ્ર. ચિ. નું અગ્રેજી ભાષાન્તર બે નેટામાં લખ્યું હશે, પણ તેમાંથી પ્ર. ચિં. ના ત્રીજા, ચેાથા અને પાંચમા પ્રકાશના ભાષાન્તરવાળી પાછલી નોટ જ ફાર્બસ સભાના સંગ્રહમાં જળવાઈ રહી છે. ટેટાનીએ ૧૯૦૨ માં પ્ર. ચિનું અંગ્રેજી ભાષાંતર પામ્યું, ત્યારે એને આ નેટની ખબર હેાય એમ લાગતું નથી, જુઓ શ્રી, ફા. ગુ. સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ ભાગ લે પૂ. ૩૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 322