Book Title: Prabandh Chintamani Author(s): Merutungacharya, Durgashankar K Shastri Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ મંડળનાં મનને રંજન કરવા માટે લખાયેલો છે. એટલે આશ્રયદાતા નાખુશ થવાની બીક એને નથી, ત્યારે શ્રેતાઓ નાખુશ ન થાય એવી વૃત્તિ છે ખરી અને સ્વાભાવિક રીતે હેય જ. એટલે ગૂજરાતી શ્રેતાઓના ગર્વને ખંડિત ન કરવાના હેતુથી કે ગમે તેમ પણ તેણે ગુજરાતનું ઘસાતું ન લખવાની બનતાં સુધી સંભાળ રાખી છે, એટલું જ નહિ પણ ગૂજરાતનું ગૌરવ વધારવા માટે, આપણને નિર્માલ્ય લાગે એવા પ્રયત્ન પણ કર્યા છે. (જુઓ ભીમભેજપ્રબંધના અનેક પ્રસંગે). " (૩) પ્ર. ચિં. પહેલાંના કોઈ ગ્રંથમાં કાલાનુક્રમ નથી. મૂળરાજ વગેરે રાજાઓને વંશાનુક્રમ દયાશ્રય વગેરેમાં છે, પણ કાલાનુક્રમ નથી; જ્યારે પ્ર. ચિં. માં વિ. સં. ૮૦૨ માં થયેલી પાટણની સ્થાપનાથી આરંભી વિ. સ. ૧૨૭૭ માં વસ્તુપાલે તીર્થયાત્રા કરી ત્યાં સુધીની વનરાજ આદિ પાટણના રાજાઓની ગાદીએ બેસવાની તથા મરણની તારિખ આપી છે. અને પાછળની તારિખો મેરૂતુંગે જ વિચારશ્રેણીમાં આપી છે. આ રીતે ગૂજરાતના ઇતિહાસની કાલાનુક્રમ જેવી અતિ ઉપયોગી સામગ્રી મેરૂતુંગે પૂરી પાડી છે. અને જેમ જેમ ઉત્કીર્ણ લેખો જેવાં સમકાલીન સાધન મેરૂતુંગનાં કથની કસોટી કરવા માટે આપણને મળતાં જાય છે તેમ તેમ તેણે આપેલા કાલાનુક્રમની વિશ્વસનીયતા પુરવાર થતી જાય છે. એટલું જ નહિ પણ વિક્રમાર્કપ્રબંધ, ભર્તૃહરિપ્રબંધ, વરાહમિહિરપ્રબંધ, વગેરે જૂના પ્રબંધને બાદ કરવામાં આવે તે ફક્ત ભેજપ્રબંધમાં માઘ, બાણ, મયુર વગેરે કવિઓને ભોજના સમયમાં મૂકવાની એણે જે ભૂલ કરી છે અને એ ભૂલ પિતાના સમયની દંતકથાને માની લેવાથી જ કરી છે, તે શિવાય બાકીનાં નામો તેણે કહ્યાં છે તે સમયનાં–કદાચ જરાતરા આગળ પાછળ, પણ તે સમયનાં જ અતિહાસિક નામો છે. ડા. બુલ્હરે ઘણાં વર્ષો પહેલાં મેરૂતુંગને આ ગુણુ પકડ હતા. પ્ર. ચિં, ને મુખ્ય આધાર તે શ્રત પરંપરા. મેરૂતુંગના પોતાના શબ્દોમાં સદગુરૂસંપ્રદાય જ છે. છતાં મેરૂતુંગે એના વખતમાં ઉપલભ્ય લેખી સાધનનો ઉપયોગ કર્યો હોવાનો સંભવ છે. હેમપ્રશસ્તિ, મુકિત કુમુદચંદ્ર, કૌતિકૌમુદી વગેરે ગ્રંથમાંથી કલેકે ના ઉતારા કર્યા છે, એ જોતાં એ ગ્રન્થને ઉપયોગ તે કર્યો જ હોવો જોઈએ, પણ એ ઉપરાંત જેને ઉપાશ્રયના ભંડારોમાં જાળવી રાખવામાં આવેલાં લખાણો ઉપરથી જ જૂની તારિખો મેરૂતુંગે આપી દેવી જોઈએ. એટલું જ નહિ પણ જૂદી જૂદી દંતકથા તથા જુદાં જુદાં લખાણને ચાળી જેવાને પણ આ ગ્રંથકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 322