________________
આપણે સરાગી. રોજ વીતરાગતાનું ધ્યાન કરવાનું “મને કોઈના પર રાગ નથી. ગમે તેવી સારામાં સારી, ઊંચામાં ઊંચી પૌલિક વસ્તુની ઈચ્છા નહિ કરું. મને કોઈના પર દ્વેષ નથી, કોઈ મારું ગમે તેટલું ખરાબ કરશે તો પણ તેના પર દ્વેષ નહિ કરું. મારા ટુકડે ટુકડા કરીને કાપી નાખશે તોય તેને મિત્ર જ માશા વિગેરે. અને મોહ એટલે અજ્ઞાન. જેનાથી જીવ મુંઝાય તે મોહ. ખાવામાં, પીવામાં, મિત્રોમાં મૂંઝાઈએ એ મોહ છે. વૈરાગ્ય દ્વારા મોહની નાશ કરી જે વીતરાગ થાય તે અનુક્રમે તુરંત કેવળજ્ઞાના પમે.
(૨) સર્વજ્ઞ- ત્રણે કાળનું, ત્રણે લોકનું જ્ઞાન. કોઈ પણ વસ્તુ અજાણ નહિ. અત્યારે આપણે અહીં બેઠા છીએ. તે પણ તેમાં દેખાશે. આવી તો અનંતા ભવોની સિચિલ દેખાય પણ એવું કેવળજ્ઞાન મેળવવા ઊંચી સાધના કરવી પડે. હિમાંશુસૂરિ મ. ૧૫ વર્ષથી સતત આયંબિલ કરે. દૂધ, દહીં, ખાંડ વિગઈઓ કાંઈ નહિ. પ્રમાદ બિલકુલ નહિ. દિવસે સુવાનું નહિ, આખો દિવસ સ્વાધ્યાયાદિ કરે. પ્રમાદ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન ન આવે.
(૩) દેવેન્દ્રોથી પૂજિતઃ સર્વજ્ઞ પણ બે પ્રકારના (૧) તિર્થંકર અને (૨) સામાન્ય કેવલી. તિર્થંકરો વિશિષ્ટ પુષ્યવાળા હોય. તેમના સમવસરણમાં અસ્પ્રાતિહાર્યો શોભે. પરમાત્માનું રત્નજડિત સિંહાસન હોય. પાછળ જબરદસ્ત તેજોમય ભામંડલ હોય, તેની પાછળ ભગવાનથી ૧૨ ગણુ ઊંચુ એવું અશોકવૃક્ષ હોય, ભગવાનની ઉપર ૩ છત્ર, હીરા-માણેક-મોતીની માળાઓથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org