Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 12
________________ અતિશયગર્ભિત વિશેષણ-સ્તુતિ ઃ સૂત્રની શરૂઆતમાં અહીં મંગલાચરણ કરે છે. વિધ્નનાશ માટે મંગલ પહેલા કરવું પડે. મોટામાં મોટું મંગળ છે અરિહંતને કરેલો નમસ્કાર. નમસ્કાર ૩ પ્રકારે થાય. (૧) ઈચ્છાયોગથી, (૨) શાસ્રયોગથી અને (૩) સામર્થ્યયોગથી. પહેલામાં અરિહંતને નમસ્કાર કરવાની ઈચ્છા થાય અને નમસ્કાર કરે પણ તેમાં વિધિ-અવિધિ સચવાય નહિ. શાસ્રયોગમાં શાસ્ત્રમાં બતાવેલ સંપૂર્ણ વિધિ સાચવીને નમસ્કાર કરે. સામર્થ્યયોગ એટલે અરિહંતની આજ્ઞાનું સંપૂર્ણ પાલન. સામર્થ્યયોગ એટલે કેવળજ્ઞાનની એકદમ નજીક. તે આવે એટલે કેવળજ્ઞાન આવીને જ રહે. હવે આ નમસ્કાર વિશેષણ વગર કરીએ અને વિશેષણયુક્ત કરીએ તો બેયમાં ભાવમાં ફેર પડે માટે વિશેષણો મૂક્યા છે. અહીં અરૂહંતાણં ભગવંતાણં વિશેષ્ય છે. અરિહંતના ૩ અર્થ છે. (૧) અરિ એટલે દુશ્મન. રાગ-દ્વેષ રૂપી દુશ્મનનો નાશ કરનાર, તેને હણનાર, (૨) અરૂહ-રૂહ ધાતુનો અર્થ ઉગવું. અરુહન એટલે કે જેને કર્મ હવે ઉગવાના જ નથી અને (૩) અર્હત્-આખા વિશ્વના બધા જીવોની પૂજાને યોગ્ય છે તે એવા અરિહંતના અહિં પાંચ વિશેષણ મૂક્યા છે. પાંચ વિશેષણો : (૧) વિતરાગ- રાગ-દ્વેષ નીકળી ગયા છે, તેવા. ચીત: અપેતો રાગ : । રાગથી દ્વેષ અને મોહ પણ લઈ લેવાના, રાગદ્વેષ અને મોહ જેના મૂળથી નાશ પામ્યા છે તે વીતરાગ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 196