Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ભૂમિકા
કરવાની આજ્ઞા છે, અને તેથી દિવસમાં કોઈએ બાકીનાં પાંચ આવશ્યકો કર્યાં હોય અને કોઈએ ન પણ કર્યાં હોય. એટલે સામુદાયિક વિધિમાં દરેકે સાથે જ રહેવું જોઈએ અને કરવાં જોઈએ. એટલે સર્વ સામાન્યને ઉદ્દેશીને દિવસનાં બાકીનાં પાંચ આવશ્યકો સંઘે સામુદાયિક રીતે કરવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. માટે કોઈએ દિવસમાં કર્યા હોય, તો પણ વધારે ચોકકસપણું લાવવા સકળ સંઘ સાથે કરવાં જ જોઈએ. આથી સકળ સંઘને એકઠા મળવાનું થવાથી દર્શનશુદ્ધિ પણ તેમાં ગોઠવવામાં આવી છે.
૧૭
સારાંશ કે, થતી સ્ખલનાઓના વારંવાર મિચ્છામિ દુક્કડં દઈને કે ગુરુ મહારાજ પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લઈને પણ વારંવાર દિવસમાં પ્રતિક્રમણ કરી શકાય છે, ને આત્મશુદ્ધિ કરી શકાય છે.
છતાં આખા દિવસમાં વ્યકિત કોઈ પણ આરાધના ન કરી શકી હોય માટે, તેમજ દેખાદેખીથી બાળજીવો શીખે માટે તથા વ્યકિતગત પ્રમાદ પરિહાર માટે, તેમજ સામુદાયિક વાતાવરણ ચાલુ રહે માટે, સકળ સંઘે મળીને સાંજે ચારેય પ્રતિક્રમણો કરવાં જોઈએ. એવી ખાસ પ્રભુની આજ્ઞાના પાલન માટે સાંજના સામુદાયિક પ્રતિક્રમણ કરવાનાં છે. સામુદાયિક વાતાવરણનો જે દરરોજ લાભ મળે, સૌને રોજ એકઠા થવાનું બને, અને તેથી સંઘનાં બીજાં કાર્યોને પણ ટેકો મળે છે. આમ અનેક દૃષ્ટિબિંદુઓથી સકળ સંઘને દિવસમાં એક વાર અવશ્ય મળવું જોઈએ. તે મળવાની અભિસંધિ પણ આ પ્રતિક્રમણથી ગોઠવાયેલી છે.
૩૪. માટે છેલ્લા અને પહેલા તીર્થંકર ભગવંતના વખતમાં અતિચાર લાગે કે ન લાગે છતાં એકંદર વક્ર અને જડ સ્વભાવની જીવ પ્રકૃતિને લીધે દરરોજ સામુદાયિક પ્રતિક્રમણ કરવું જોઈએ. અને તે ખાતર સકળસંઘે બે વિભાગમાં-પુરુષવર્ગ અને સ્રીજાતિવર્ષે એકત્ર મળવું જોઈએ.
એટલે એ પ્રતિક્રમણો (૧) દોષ ન લાગ્યા હોય તો પણ અને (૨) સામુદાયિક વાતાવરણ ખાતર પણ જાહેરમાં કરવાનાં જ છે.
એક રીતે પ્રતિક્રમણો તો સંખ્યાબંધ થઈ શકે છે, પરંતુ શ્રી સકળસંઘના સામુદાયિક પાંચ પ્રતિક્રમણો જુદા તારવ્યાં છે. એટલે પાંચ પ્રતિક્રમણો જાહેર સામુદાયિક છે, અને બીજાં સંખ્યાબંધ પ્રતિક્રમણો વ્યકિતગત બને છે. પરંતુ પાંચ પ્રતિક્રમણો સામુદાયિક હોય છે, એટલે કે, પાંચ પ્રતિક્રમણો જ વ્યકિતગત છતાં સામુદાયિક છે. જિંદગીના, ભવ આલોચના અને મિચ્છામિ દુકકડં વ્યકિતગત હોવાથી તેમજ સામુદાયિક ન બની શકે, માટે તેની ગણતરી કરવામાં આવી નથી. માટે પાંચ જ પ્રતિક્રમણ શ્રી સંઘમાં જાહેર છે. તે બરાબર છે. એથી જ ન્યૂનાધિક સંખ્યા શાસ્ત્રવિહિત નથી.
આ પ્રમાણે પાક્ષિકાદિમાં કરવાનાં છ આવશ્યકો ન થયાં હોય, તેણે પાક્ષિકાદિ પ્રતિક્રમણ વખતે કરી-કરાવી લેવી પડે છે, અને તે પણ સર્વ સમુદાયમાં.
સવારનું રાઈએ પ્રતિક્રમણ ગુરુ મહારાજ સાથે ન થયું હોય, તો છ આવશ્યક મય રાઇઅ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org