Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ કરે છે. એ માટે એણે સ્વતંત્ર સ્યાદ્વાદ - અનેકાન્તવાદ - નયવાદ - સપ્તભંગી - નિક્ષેપપ્રક્રિયા વગેરેનું દિગ્દર્શન પણ સચોટ રીતે કરાવ્યું છે. આપણે જૈન છીએ માટે આ રીતે આંખ મીંચીને અન્ય દર્શનોનો તિરસ્કાર કરવાપૂર્વક માત્ર જૈનદર્શનની મહત્તા ગાયા કરીએ તો પક્ષપાતનો આક્ષેપ થયા વિના રહે નહીં. એ આક્ષેપને ટાળવા માટે આપણે ઊંડાણથી જૈનેતરદર્શનોનો અને જૈન દર્શનનો, એમ પરિપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ અને સાચા-ખોટાના નિર્ણય માટે સ્પષ્ટ પ્રમાણો રજૂ કરવા જોઈએ. દરેક દર્શનોનો અભ્યાસ કરવા માટે તમામ દર્શનોના સર્વસામાન્ય પદાર્થો - તત્ત્વો - સિદ્ધાંતોનો તેમજ તે તે દર્શનોની વિશિષ્ટ પ્રતિપાદન શૈલીનો પાયામાં અભ્યાસ હોવો જોઈએ. પ્રમાણોના સ્પષ્ટ જ્ઞાન વિના તે શક્ય નથી. પ્રમાણો એ તમામ દર્શનોનો સર્વસાધારણ વિષય છે એટલે આ ભૂમિકાતુલ્ય ગ્રંથમાં ખંડ પહેલામાં સંક્ષેપથી પ્રમાણોની વ્યાખ્યા વગેરે સમજવા કોશિશ કરશું. તથા, વર્તમાનકાળમાં અભ્યાસની દષ્ટિએ નવ્ય પ્રાચીન ન્યાયદર્શનના પદાર્થો અને એની શૈલી જાણવાની એટલી જ જરૂર છે જેટલી અન્યદર્શનોને જાણવાની. તેથી આ ગ્રંથમાં નૂતન અભ્યાસીઓની સરળતા ખાતર ન્યાયદર્શનનાં, એમાં પણ નવ્યન્યાયનાં અમુક તત્ત્વોને બીજા ખંડમાં સમજાવવા એક સ્થૂલ પ્રયાસ આદર્યો છે. જૈનમતે - ભગવતીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર અને તેનું ભાષ્ય, ન્યાયાવતાર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જૈનતર્કવાર્તિક, પ્રમાલક્ષ્મ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી, જૈનતર્કભાષા, પ્રમાણમીમાંસા વગેરે અનેક ગ્રન્થરત્નો, બૌદ્ધમતે - ન્યાયબિંદુ, પ્રમાણવિનિશ્ચય, પ્રમાણવાર્તિક ન્યાયમતે - ન્યાયસૂત્ર - તત્ત્વચિંતામણિ - સિદ્ધાંતમુક્તાવલી વેદાન્તમતે - વેદાન્તસાર, વેદાન્તપરિભાષા વગેરે મીમાંસકમતે - શ્લોકવાર્તિક વગેરે અનેક ગ્રંથો પ્રમાણતત્ત્વના વ્યુત્પાદક છે. ૨. સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 164