Book Title: Nyaya Bhuvanbhanu Author(s): Jaysundarvijay Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ ન્યાયભુવન-ભાનું ખંડ પહેલો (પ્રમાણ શાસ્ત્ર સોપાન) जयति विजितरागः केवलालोकशाली सुरपतिकृतसेवः श्रीमहावीर-देवः । यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ॥ આ મંગલ શ્લોક પદર્શનસમુચ્ચયની શ્રીગુણરત્નસૂરિજીએ રચેલી વિસ્તૃત ટીકાનો છે. એનો અર્થ નીચે પ્રમાણે છે. - “રાગના વિજેતા, કેવલજ્ઞાનપ્રકાશના પંજ, સુરેન્દ્રોથી લેવાયેલા ભગવાન મહાવીર પરમાત્માનો જય થાઓ કે જેમના - વાસ્તવિક ઊંડાણને ધારણ કરનાર બેનમૂન આગમસમુદ્રની સામે તમામ નયો (દર્શનો)નો સમુદાય માત્ર બિંદુ સમાન થઈ રહે છે.” સર્વજ્ઞ જિનેશ્વર દેવનું દર્શન સિધુ સમાન છે. અલ્પજ્ઞ લોકોએ રચેલા દર્શનો બિંદુ સમાન છે. ન્યાય, વૈશેષિક, વેદાન્ત, મીમાંસા સાંખ્ય કે બોદ્ધ આ બધા જૈનેતર આસ્તિક દર્શનો અને ચાર્વાકોનું નાસ્તિક દર્શન જગતના તત્ત્વો - મૂળભૂત તથ્યોનું અધૂરું અને સંદિગ્ધ તેમજ ક્યારેક સાવ વિપરીત પ્રતિપાદન કરનારા છે કેમકે પેલા હાથીનું એક એક અંગ પકડીને હાથીને સૂપડા જેવો - થાંભલા જેવો, દોરડા જેવો...વગેરે દર્શાવનારા છ અંધ પુરુષોની જેમ એ બધા દર્શનો વસ્તુના એક એક અંશને અવ્યવસ્થિત રીતે પકડી - પકડીને વસ્તુનું વિપરીત અથવા આંશિક જ નિરૂપણ કરી શકે છે. જૈન દર્શનનું નિરૂપણ સાવ અનોખું છે. વસ્તુના તમામ સંભવિત અંશોને યથાર્થપણે અવગાહી - તપાસીને પછી ગૌણ-મુખ્ય ભાવે વસ્તુનું સર્વાશે નિરૂપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 164