Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ એમની સુપુત્રી હીના પંકજ સાલીયા છે. જે પ્રાગપર કચ્છ, વતની અને મંબઈ બોરીવલી નિવાસી છે. તેઓ સપરિવાર અનુવાદ માટે ખૂબ જ લાગણી પૂર્વક જહેમત ઉઠાવેલ છે અને ઘણા સૂત્રોના અનુવાદ કરીને આગમ સેવાનો અનેરો લાભ લીધો છે. તે માટે તે પરિવારને આ પ્રકાશન વખતે ખાસ રીતે યાદ કરીને હાર્દિક અભિનંદન સાથે ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. અર્થ સહયોગ વિના કોઈપણ કાર્ય સફળતા પૂર્વક પાર પડે નહીં, એવા અમૂલ્ય અર્થ સૌજન્ય દાતાઓનું પણ આ કાર્યની સફળતામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. તે સર્વ સજ્જનોનો પણ અત્રે આભાર માનીએ છીએ. તેમજ તેઓનું વિશેષ સન્માન પુસ્તકમાં યથા સ્થાને ફોટો, પરિચય કે નામ નિર્દેશ સાથે સધન્યવાદ કરવામાં આવ્યું છે, તેની ખાસ નોંધ લેવા વિનતી. આ પ્રકાશન કાર્યમાં બીજા પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ, અનંતર કે પરંપર સહયોગ, સહકાર આપેલ છે, તેઓને અને અમારા સર્વ સહ્યોગી સંપાદકો, સંશોધકો તથા અનુવાદકોને પણ આ તકે યાદ કરી આભાર પ્રદર્શિત કરીએ છીએ. અંતમાં એટલું જ કહેવાનું છે કેઅમો આ ગુજરાતી આગમ સારાંશ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના નામે પ્રકાશિત કરીએ છીએ તેનો જિજ્ઞાસુ, ધર્મનિષ્ઠ, ધમપ્રેમી સર્જન આત્માઓ સ્વાધ્યાય અર્થે અધિકતમ લાભ લઈ જ્ઞાન પ્રાપ્ત કરે તે જ મંગલ ભાવના. સંયોજક શ્રી જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ વતી લલિતચંદ્ર મણીલાલ શેઠ નોધ:- આ ગુજરાતી સારાંશ પ્રકાશન પ્રવધાનમાં બત્રીસ આગમનો સાર અને તેને લગતી સાધક જીવનની અનેક બાબતો આઠ ભાગોમાં વિભાજિત કરી છે. તે આઠે ય ભાગો સંબંધી જાણકારી અહીં સ્વતંત્ર આદ્યપષ્ટ-૩માં આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 276