Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકાશકના ભાવો આજનો માનવ વૈજ્ઞાનિક સાધનોના માધ્યમે જીવનનો અમૂલ્ય સમયને ટેલીફોન, વાહન વડે જેમ-જેમ બચાવવાનો પ્રયત્ન કરે છે તેમતેમ તે સમયના અભાવનો શિકાર વધારે ને વધારે બનતો જાય છે. વિવિધ સફલ યંત્રોનો ઉપયોગ કરતા હોવા છતાંય સ્વાધ્યાય સદનુષ્ઠાનની પ્રેરણા મળતાં અધિકાંશ ભાગ્યશાળી ધર્મેચ્છુક સજ્જનોના મુખેથી ‘સમયનો અભાવ છે’ એવા શબ્દ સંકોચ ભાવે સાંભળવા મળે છે. તેમ છતાં આ ભૌતિક યુગમાં પણ સ્વાધ્યાય પ્રેમી આગમરસિક આત્માઓનો એકાંત અભાવ છે, એવું તો ન કહી શકાય. દરેક ક્ષેત્રમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, પ્રૌઢ અને વૃ શ્રાવક-શ્રાવિકા તેમજ સાધુસાધ્વી કોઈને કોઈ જિજ્ઞાસુ મળી આવે છે. આ સંખ્યા ભલેને એક ટકા કરતાં પણ ઓછી હોય તોપણ તેને નકારી તો ન જ શકાય, એ અનુભવ સિદ્ધ વાત છે. સ્વાધ્યાયમાં પણ કથા કે ઉપદેશની રુચિવાળા કરતાં ય આગમની રુચિવાળા ઓછા જ મળે. એ માટે આગમતત્ત્વોને સરળ અને સંક્ષિપ્ત બનાવીને પ્રચાર માધ્યમ દ્વારા તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાય તો સફળતા મળી શકે છે. આવા સુગમ્ય દૃષ્ટિકોણથી બત્રીસ આગમોને સારાંશરૂપે સરળ હિંદી ભાષામાં *નાગમ નવનીતના નામે વાચકો સુધી પહોંચાડવામાં આવેલ છે. ટૂંક સમયમાં તે સાહિત્યને ભારતના અનેક પ્રાંતામાં સરસ આવકાર મળ્યો છે. ગુજરાત પ્રાંતના પ્રાયઃ દરેક સમુદાયના સંત સતીજીઓ દ્વારા પણ પૂરેપૂરો આવકાર મળ્યો છે અને તે સાહિત્યને ગુજરાતીમાં પ્રકાશિત કરવાની પ્રબળ પ્રેરણા મળી છે અને તેવા ઉપક્રમો પણ પ્રારંભાયા છે. તે જ ઉપક્રમને પૂર્ણ સફળ બનાવવા માટે જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગરના માધ્યમથી આ પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે. વિવિધ રીતે તે હિંદી સાહિત્યનું ગુજરાતી ભાષામાં સંકલન, સંપાદન, અનુવાદ કાર્ય કરવામાં આવ્યું છે અને આવી રહ્યું છે. પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદક લીંબડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય નવલગુરુના લાડિલા સહુથી નાના સુશિષ્ય પરમ આદરણીય તત્ત્વચિંતક સફળ વક્તા પૂજ્ય શ્રી પ્રકાશચંદ્રજી મ.સા.ના પરમભક્ત સુશ્રાવકજી શ્રી ઘવજી એન. શાહનાં ધર્મપત્ની સુશ્રાવિકાજી શ્રીમતી મણીબેન તથા Jain Education International ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276