________________
નાના
દીર્ઘકાળના જીવન દરમ્યાન આરંભ અને પરિગ્રહના અત્યંત મૂછવશ કરેલાં પાપકર્મોનું કોઈ આલોચન કર્યા વગર વળી ત્રિદંડીના વેશમાં શુદ્ધ ચારિત્રના અભાવે અંધકારમય સમય વ્યતીત કરીને એંશી લાખપૂર્વનું આયુષ્ય ભોગવી, તિર્યંચયોનિમાં જન્મ લઈ. ત્યાં વળી વધુ નીચેની યોનિમાં જન્મ લઈ, ઘણા પ્રકારના નાના નાના ભાવોમાં એ જીવ પરિભ્રમણ કરતો રહ્યો. તે. તે સ્થાનોમાં દુઃખ ભોગવતો અકામ નિર્જરા કરતા જીવનો કંઈક વિકાસ થતો રહ્યો.
ભવ છો
પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ
હાડકાના
મહાવીર પ્રભુનો જીવ ઘણા કાળ સુધી સંસારનું પરિભ્રમણ કરીને માનવદેહ પામ્યો. તે પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ તરીકે જનમ્યો. તેનું આયુષ્ય ૭૨ લાખ પૂર્વનું હતું. જ્ઞાનીજનો કહે છે કે આહારાદિ સંજ્ઞા, પંચન્દ્રિયસુખના વિષયો, કષાય જનિત રાગાદિ પરિણામો જીવની સાથે સંસ્કાર રૂપે આવે છે. જો પૂર્વના આરાધનનું બળ ન હોય તો મનુષ્યજન્મમાં થયેલો ઇન્દ્રિયો અને બુદ્ધિનો વિકાસ જીવને ભોગરૂપી રોગમાં વ્યાકુળ કરે છે. એ ભોગસુખની લાલચમાં જીવ ફસાય છે. પૂર્વકર્મના સંસ્કારને વિવશ બની, ભૌતિક સુખકન્ય પુણ્યને પાપમાં પરિવર્તિત કરે છે. આરાધક જીવોએ કર્મની આ માયાને – લીલાને જાણી અને એ માયા તેમને છેતરે તે પહેલાં તેઓએ માયાને ત્યજી દીધી હોય છે.
પરંતુ કર્મવિવશ જીવ સંયોગોથી ઘેરાઈ જાય છે. પુષ્યમિત્ર પાસે ભોગસુખનાં સાધનોની વિપુલતા હતી. આયુષ્યસ્થિતિ દીર્ઘ હતી. ૭૨ લાખ પૂર્વના આયુષ્યને ભોગવી તેણે પૂર્વના સંસ્કારયોગે સંન્યાસ ગ્રહણ કરી ત્રિદંડીવેશને ધારણ કર્યો. મિથ્યાદર્શનના યોગથી અજ્ઞાન તપ કરતા પુષ્પમિત્ર આયુકર્મ પૂર્ણ કરી મરણ પામ્યો. દેવલોકમાં ઉત્પન્ન થયો.
૧૮ ૪ હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org