________________
તાજા કરવામાં રાખવામા
અા
હોવાં, તેવું બ્રહ્મચર્ય ઘારણ કરનાર પણ આ મહાનવ્રતની સૂક્ષ્મતાને જાળવતા નથી. તેમને આ વૃત્તાંત બોધદાયક છે. કે બ્રહ્મચર્ય નવ વાડ વડે રક્ષિત રહે છે.
રાજા સિદ્ધાર્થે ગંભીરપણે સઉલ્લાસ ત્રિશલારાણીના સ્વપ્નની વાત સાંભળી. ત્રિશલારાણી કહી રહ્યાં હતાં કે “સ્વામીનાથ ! આ સ્વપ્નો કેવાં આશ્ચર્યકારક અને અદ્ભુત છે તે તમે સાંભળો.
૧. “સૌ પ્રથમ મેં હાથી જોયો. ક્યારેય આ સૃષ્ટિમાં હાથીનું આવું સ્વરૂપ જાણ્યું જોયું કે સાંભળ્યું નથી. તે હાથી, શંખથી પણ અત્યંત શ્વેત, કે ક્ષીરસાગરના નીર જેવો ઘવલ, જળબિંદુ જેવો નિર્મળ, ઈન્દ્રના ઐરાવત હાથી જેવું સપ્રમાણ શરીર, ચતુર્દત્તવાળો, ગંભીર ગર્જનાવાળો, સર્વ શુભ લક્ષણોના સમૂહવાળો, વિશાળકાય આ ગજરાજ મારા મુખમાં મેં પ્રવેશ કરતો જોયો.
૨. સ્વપ્નનું યથાવતું વર્ણન કરતાં ત્રિશલારાણીએ કહ્યું કે નાથ ! બીજા સ્વપ્નમાં મેં એક વૃષભ જોયો. રજતના પર્વત જેવો સફેદ, ચંદ્રકિરણોની જેમ શીતળ પ્રકાશ પાથરતો, કોમળ રોમવાળો. મજબૂત અને હૃષ્ટપુષ્ટ શરીરવાળો, તીક્ષ્ણ શિંગડાંવાળો, છતાં સૌમ્યપ્રકૃતિવાળો, જાણે મંગળરૂપ વૃષભને મારા મુખમાં પ્રવેશતો જોયો.
૩. હે નાથ ! મેં ત્રીજા સ્વપ્નમાં નિર્ભય સિંહ જોયો. તે પણ ક્ષીરના નીર જેવો શુભ હતો. તેના પંજા તીક્ષ્ણ હતા પણ મનોહર હતા. તેનાં નેત્રો ઉષ્ણ સુવર્ણ જેવાં ચમકતાં હતાં. લાંબી કેસરાવાળો, જમીન પર તેને પછાડતો છતાં મંદગતિએ આકાશથી ઊતરતો મારા મુખમાં પ્રવેશ કરતો જોયો. ત્યારે મેં પણ નિર્ભયતાનો અનુભવ કર્યો.
૪. ચોથા સ્વપ્નમાં મને લક્ષ્મીદેવીનાં દર્શન થયાં. અતિ સુંદર હિમાચ્છાદિત પર્વતની મધ્યમાં વિશાળ સરોવરની મધ્યમાં કમલાસન પર વિરાજમાન, અત્યંત સૌંદર્યવાન લક્ષ્મીદેવી જોયાં.
૫. રાણી ત્રિશલા આબેહૂબ સ્વપ્નનું વર્ણન કરતાં હતાં. રાજા સિદ્ધાર્થ ઉત્તરોઉત્તર ઉલ્લાસ સહિત સ્વપ્ન સાંભળતા હતા અને પ્રસન્નતા
હિતશિક્ષા એ ૫૭
મારા રાજ રાજકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org