________________
ક
મા
-::
આ પ્રસંગ ઇન્દ્રરાજે અવધિજ્ઞાનમાં જોયું કે અહો ! ભગવાનને તો ઘોર ઉપસર્ગ થવાના છે. અને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તે ભગવાનને વિનવી રહ્યા.
ભગવાન ! આજ્ઞા આપો આજથી તમારી સેવામાં રહી જાઉં. કારણ કે ભવિષ્યમાં તમને ઘોર ઉપસર્ગો થવાના છે. જેનું વર્ણન પણ અકથ્ય છે. કૃપા કરીને મને સેવામાં રહેવા દો" - ભગવાન ! ““ઈન્દ્રરાજ મોક્ષમાર્ગ સ્વતંત્ર છે, તે કોઈની સહાય વડે પ્રાપ્ત થતો નથી. વળી પોતે કરેલાં કર્મ પોતે જ ભોગવવાં પડે છે. એકનું કરેલું કર્મ બીજો ભોગવી કે નિવારી શકતો નથી.” * હિતશિક્ષા :
જો તમે સાધનામાં બળવાન છો, કે સંસારના અંતરાય કર્મ સાથે લડી લેવા સબળ છો તો કંઈ કહેવાનું નથી પણ સાધનામાં નબળા છો અને કોઈ દેવ કે મિત્ર સહાયક થાય તો સાધનાકાળમાં સ્વપુરુષાર્થમાં ટકવાનું ભગવાનનું આ વિધાન ધારણ કરજો. નિરાના મળેલા અવસરને જવા ન દેશો. પણ નબળાઈને પોષણ આપશો નહિ.
પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવે તો શુભયોગમાં પ્રતિકાર કરજો ક્યાં સઉપયોગ કરજો પણ તેનાથી લોભાશો નહિ. અશુભયોગમાં કર્મનો સ્વીકાર કરી કોઈને દોષ ન દેતાં સ્વીકાર કરીને સમતાથી ભોગવી લેજો. એ ભગવાનની શીખ છે.
ઇન્દ્રરાજ આપણને કંઈ શીખવે છે. તેમણે જ્યારે ભગવાનની સેવામાં રહેવા વિનંતિ કરી, તે તેમની ભક્તિ છે. ભગવાનની સેવા કરવી એટલે સાડાબાર વર્ષ ઉપસર્ગના ત્યાગી બનવું. જંગલનાં કષ્ટો વેઠવાં. અને દેવલોકના સુખનો ત્યાગ કરવો.
ભાઈ ! તારે કોઈને સાધનામાં સહાય કરવાની હોય તો શું વિચારે ! સુખેથી થાય તો ઠીક પણ દુઃખ સહીને અન્યને સહાય કરવાનું પણ પુણ્યબળ જોઈએ છે.
ઇન્દ્ર જાણતા હતા કે આ સાડાબાર વર્ષનો કેવળ કષ્ટ સહેવાનો
રાજાના
૮૬ ૪ હિતશિક્ષા
રાજય સરકારના
સામાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org