________________
એક ગોવાળ આવ્યો. પોતાના બળદને ભગવાનને ભરોસે મૂકીને ભોજન લેવા ગયો. પાછો આવ્યો ત્યારે બળદોને જોયા નહિ, તેને મન તો આ કોઈ સામાન્ય જંગલનો માનવ હતો. એકવાર, બેવાર, ત્રણવાર પૂછ્યું; બળદો ક્યાં?
પ્રત્યુત્તર ન મળતાં કોણ જાણે કેવો રોષ ઊભરાઈ ગયો કે તે બે મોટી શૂળ લઈ આવ્યો. દાંત ક્યકચાવીને ભગવાનના કાનની અંદર બે છેડા મળે તેવી રીતે ખોસી દીધી. અને બહારના છેડા કાપી નાખ્યા, જેથી શૂળ કાઢી ન શકાય.
લે લેતો જા, જવાબ ન આપવાનું ફળ ભોગવ !”
ભાઈ ગોવાળ ! આ જવાબ ન આપવાનું ફળ નથી, પણ શવ્યાપાલકના ભવ વખતે તું પરાધીન હતો, અને ત્રિપૃષ્ઠવાસુદેવ સત્તાધીશ હતા, તેમણે તારા કાનમાં ગરમ સીસું રેડ્યું હતું. તેની કર્મ રાજાએ નોંધ લીધેલી. તે કર્મનું ભૂત તારા શરીરમાં રહીને તને આ પ્રેરણા આપી ગયું. કર્મનો બદલો ચૂકવાઈ ગયો.
પણ પ્રભુ તો અવિચલ હતા. કોઈ કાનમાં શૂળ ભોકે કે ગુણગાન ગાય, પ્રભુને સર્વ સમાન હતું.
કાનમાં શૂળ ભોંકાયેલી છે. ન કાઢવાનો પ્રયત્ન ન કોઈને કહેવાનો પ્રયત્ન. છતાં માનવશરીર વેદનીય કર્મયુક્ત છે ને ! પ્રભુ તો એ જ અવસ્થામાં અપાપાપુરીના શ્રેષ્ઠી સિદ્ધાર્થને ત્યાં ભિક્ષા માટે પધાર્યા. તે સમયે મહાન નિપુણ વૈદ્યરાજ ખરક ત્યાં ઉપસ્થિત હતા. પ્રભુની મુખમુદ્રા પર નજર કરતાં પ્રભુનું ગુપ્ત દર્દ તેમના ધ્યાનમાં આવ્યું. પ્રભુ તો ભિક્ષા લઈ વનની વાટે ગયા.
ખરકે સિદ્ધાર્થને વાત કરી, બંને મિત્રો યોગ્ય સામગ્રી લઈને પ્રભુની પાસે આવ્યા. આ છેડા રહિત શૂળો કાઢવી એ કુશળતાપૂર્ણ કાર્ય હતું. યોગ્ય વિધિ કરી સાણસી વડે જ્યારે શૂળો ખેંચાઈ ત્યારે પુદ્ગલધર્મની કસોટી રૂપે મહાવીરના મુખમાંથી એક ભયંકર ચીસ નીકળી પડી.
હિતશિક્ષા : ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org