________________
-
-
-
-
- -
- -
-
-
-
- -
- -
ધારણ કરવાની પ્રક્રિયા બની જાય પછી, તેનું લક્ષણ એ છે કે પુનઃ તે પ્રસ્થાપિત થવાનું. તેવી ભૂમિકા પુનઃ તૈયાર થવામાં ભલે કાળક્ષેપ થતો હોય પરંતુ, સમ્યકત્વરૂપી બીજનું લક્ષણ જીવને શોધી લેવાનું છે.
આથી બાવીસમા ભવમાં વિમલકુમારમાં ઉત્તમ ગુણોનો વિકાસ થયો તેણે તેમને સત્યશોધક માનવજન્મનું પ્રદાન કર્યું. અને નંદનમુનિના જન્મમાં મુક્તિનો અભિગમ નિશ્ચિત થઈ ચૂક્યો, તે પૂર્ણપણે વિકાસ પામવા મહાવીર તરીકે પ્રગટ થયા. જેણે પૂર્ણ સત્યની શોધ કરી સૃષ્ટિના ખૂણે ખૂણે તે મંત્રની ઘોષણા કરી કે :
હે જીવો ! તમે ચલ્યા આવો, આત્માનું સુખ આત્માની સમશ્રેણિમાં રહ્યું છે. તમે તેને ક્યાં શોધો છો, તે તે સૌ મૃગજળ સમાન છે. પરમ સત્ય શોધવામાં કોઈ કષ્ટ કષ્ટ નથી, ઉપસર્ગ ઉપસર્ગ નથી ત્યાં દુઃખ દુઃખ નથી, સુખ સુખ નથી, એ સત્યની ભૂમિ પર તો કેવળ સહજતા છે, અભેદતા છે. પરિભ્રમણની સમાપ્તિ છે.
અનાદિકાળનું પરલક્ષી સુખદુ:ખનું સ્વપ્ન એવી જાગૃત અવસ્થાથી તૂટે છે, ત્યારે પેલું સૂક્ષ્મકાર્પણ શરીર પણ છૂટતું જાય છે. આખરે જીવની ચેતના એટલી નિર્મળ બને છે કે કર્મો તેને છોડી દે છે અને જીવ સ્વયં અસલ સ્વરૂપે – કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય છે.
ભગવાન મહાવીરના ધ્યાનનો માર્ગ જ જીવને પૂર્ણ સ્વરૂપ સુધી લઈ જાય છે. આજે એ ધ્યાનની ચાવીઓ લુપ્ત થતી જાય છે, ભલે એવી માન્યતા ચાલી કે આ કાળમાં ધ્યાન ન હોય, પણ શાસ્ત્રો પોકારીને કહે છે કે ભાઈ ! એક પળ પણ ધ્યાન વગરનો જીવ છેજ નહિ. આર્ત અને રૌદ્રધ્યાન સંજ્ઞાબળે, સંસ્કારબલે અવિરત ગતિએ જીવમાં ચાલ્યું આવે છે. તેના સાતત્યને તોડવા માનવજન્મમાં જીવને શુભયોગ મળ્યા છે, ત્યારે પ્રમાદવશ એ સાધન પ્રત્યે જીવો અનાદર કરે છે.
આ કાળમાં પણ જીવો ચોથાથી સાતમા ગુણસ્થાનકે પહોંચી શકતા હોય તો આર્તધ્યાનને તોડવાનું ધર્મધ્યાન પણ સાધી શકે. બાહ્ય આડબરો અને લોકમેળાની ગૌણતા કરી, જો અધિકારી ગીતાર્થજનો લોકસમૂહને
ન ૧૭૦ ૪ હિતશિક્ષા -
કાજ
કરવા
www
9
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org