Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 180
________________ ધ્યાનમુક્તિ મહાવીરનું પ્રદાન ભગવાન મહાવીરના જીવનમાં તપ અને ધ્યાનની અપૂર્વતા હતી. તેમાં પણ ધ્યાનની ઉચ્ચતમ વિશિષ્ટતા હતી કે જે માત્ર આત્માને આત્માપણે જાણવાનો ઉપાય છે. અનાદિ કાળથી જીવ જન્મ દ્વારા ઔદારિક આદિ શરીર ધારણ કરતો આવ્યો છે. મૃત્યુ દ્વારા તેનો ત્યાગ કરતો આવ્યો છે, પરંતુ સૂક્ષ્મ એવા કર્મણ શરીરનો સંબંધ એક ક્ષણ માટે પણ છૂટ્યો નથી. તેનો સંબંધ છૂટ્યા વગર જીવનો મોક્ષ સંભવિત નથી, તે સંબંધ તોડવા તપ અને ધ્યાન ઉત્તમ સાધન છે, તપ કરતાં પણ ધ્યાન અભ્યતર સાધન છે, શુદ્ધધ્યાન મુક્તિમાર્ગનું આખરી સાધન છે. ધ્યાન દ્વારા જીવનની ચેતના જાગરણની અવસ્થામાં ટકે છે. ત્યારે ઉપયોગની દોડ શમે છે, ધ્યાન સમયે – બહાર દોડતી – અન્ય પદાર્થોમાં રમતી ચેતના પાછી વળે છે. માનવજીવનમાં ધનધાન્ય, પરિવારનાં અનેક મૃગજળ સાથે ચેતના એકત્વ કરી લે છે. તે ધ્યાનકાળે ધનથી, પરિવારથી, માનથી, કલેશથી, ચોરેચૌટે, અન્યત્ર જ્યાં તે રોકાઈ છે ત્યાંથી પાછી વળી, શુદ્ધ ચેતનામાં સમાય છે. તે શુદ્ધધ્યાન છે. જ્યાં સાધક, મુક્તિનો અનુભવ કરે છે. ભગવાન મહાવીરે ધ્યાન દ્વારા એ બોધનું પ્રદાન કર્યું છે. જન્મોત્રીમાંથી નીકળતો પ્રવાહ પ્રારંભમાં શુદ્ધ હોય છે, તે કોઈ ગામને સીમાડે ધૂળ સાથે મળીને મલિન થયો હોય છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યના પ્રદેશ પ્રદેશથી નીકળેલો જ્ઞાનપ્રવાહ ઉદયકર્મ સાથે, પરપદાર્થોની મૂછ સાથે ભળીને મલિન થાય છે, એ જ્ઞાનપ્રવાહરૂપ ઉપયોગને અન્ય ભાવથી પાછો વાળવો, જ્ઞાતાભાવે ટકવા દેવો તે ધ્યાનબળથી સંભવિત છે. જે ભગવાન મહાવીરની શીખ છે. ભગવાન મહાવીરે પૂર્વભવમાં વાવેલું મુક્તિબીજ કોઈ ભૂલ કે ભવિતવ્યતાના કારણે ઊખડી ગયું, પરંતુ જીવમાં એકવાર એ બીજને હિતશિક્ષા છે. ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188