Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
આદિ સર્વ જ્ઞાનીજનોએ આત્માનું લક્ષણ ઉપયોગ કર્યું છે. ઉપયોગ વગર આત્મા હોય નહિ. ઉપયોગની કે ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહ્યું છે. જો આત્મા ઉપયોગ વગરનો નથી, તો ધ્યાન વગરનો પણ નથી. મહત્ત્વનું એ છે કે જીવનું ધ્યાન કેવા પ્રકારનું છે ?
શિકારી નિશાન તાકે છે, કોઈ ધન ભેગું કરવાનું સતત ધ્યાન કરે છે. કોઈ સ્ત્રી મેળવવાનું, કોઈ પુત્રાદિ મેળવવાનું, ઈષ્ટની પ્રાપ્તિનું, અનિષ્ટથી મુક્તિનું એમ સંસારી જીવ અનેક પ્રકારનાં ધ્યાન કરે છે તે દુર્થાન છે. નાદિનો ભોગ પણ નહિ અને ત્યાગ પણ નહિ એવી સમસ્થિતિ તે ધર્મધ્યાન છે.
ચિત્તની એકાગ્રતા થવા માટે અનેકવિધ ઉપાયો દર્શાવ્યા છે. ૐનું પ્રતીક, સ્થિર દીવાની જ્યોત, દેવગુરુની પ્રતિમા, નવકારમંત્ર, ધ્વનિમંત્ર, ચક્રોમાં ઉપયોગની સ્થિરતા, નાસાગ્રેધ્યાન, આ સર્વ પ્રકારો ઉપયોગને, કે મનને ખીલે બાંધવાના ઉપાયો છે. પરાવલંબી હોવા છતાં એક ભૂમિકા છે.
આંખો પૂરી બંધ કરો, થોડા સમયમાં નિદ્રા ઘેરી લે છે. આંખો ખુલ્લી રાખો અનેક પદાર્થોને પકડશે. એટલે ભગવાન નાસાગ્રેધ્યાન કરતા. આંખ અર્ધખૂલી, ચાર આંગળ ભૂમિ દેખાય તેટલી, આથી નિદ્રાનો અંતરાય નહિ અને ચંચળતાનો બાધ નહિ, જેથી ચિત્ત નાસાગ્રે એકાગ્ર બને છે. આ પ્રમાણે કોઈ પણ ચક્રમાં ઉપયોગને જોડવાથી ચિત્ત એકાગ્ર બને છે.
જાગરણની અવસ્થામાં ભગવાન ધ્યાન કરતા. આંખો પૂરી બંધ રહેતી ત્યારે, જગતના શેય પદાર્થો સાથેનો સંબંધ, વિકલ્પો, સર્વાશે શમી જતા. ખુલ્લી આંખે ધ્યાન કરીને ભગવાન અભુત ત્રાટક કરીને ઉપયોગની સ્થિરતાને અત્યંત ઘેરી બનાવતા અને સત્યની રશ્મિઓ પ્રગટ થતી.
પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે એહ. પરપદાર્થોનું એકત્વ જીવને તેની નિરંતર સ્મૃતિ કરાવે છે. જેની મૃતિ નિરંતર ટકે છે તે ધ્યાન છે, એનો અર્થ એ થયો કે બહારથી ચિત્તને હઠાવી લેવું જેથી તેની સ્મૃતિ છૂટી જાય. તે પછી ઉપયોગને
| હિતશિક્ષા જ ૧૭૫
weets સાયકલનકાર કરતા કરતા
Awesomeone
કરવાના હતા કા
જ
GOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 184 185 186 187 188