Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 179
________________ સિદ્ધત્વ પ્રાપ્ત કરનારા સર્વ જીવો એક કાળે સંસારનું પરિભ્રમણ પામ્યા હતા, પણ ચેતનાના જાગરણની ભૂમિકાને ગ્રહણ કરી, વિષય અને કષાયનો સુભટની જેમ પરિહાર કરી, સંજ્ઞાનાં બળોને છિન્નભિન્ન કરી, ઉપસર્ગોને જ કેવળજ્ઞાનનું નિમિત્ત માની, પંથ વિકટ છતાં અંતરના ઉલ્લાસથી ઉલંઘી ગયા. રે માનવ ! તારે તો કરુણાસાગર, જગતવત્સલ, જગબાંધવ એવા ભગવાને પ્રકાશિત કરેલા માર્ગે, માર્ગની કેડીએ ચાલ્યા જવાનું છે, જે માર્ગે ગૌતમ ચાલ્યા, આનંદ ચાલ્યા અને પછી તો સુદર્શન, ચંદના, સુલસા અને રાજા, મહારાજા, પ્રજા સૌ ચાલ્યા. પ્રભુના માર્ગે ચાલવું એટલે પ્રભુવચન પ્રમાણ – આણાએ ઘમ્મો આણાએ તવો” ભગવાને દર્શાવેલો ધર્મ એટલે સ્વરૂપધર્મ, જે ગૌતમસ્વામીએ આરાધ્યો, શ્રેણિકે આરાધ્યો. મેઘકુમાર, નંદિષેણ, પછી પરંપરાએ મહાત્માઓએ આરાધ્યો તે ઘર્મનાં વ્યવહારિક વિવિઘ સાઘનો દર્શાવ્યાં છે. તેમાં મુખ્યપણે અહિંસા, સંયમ અને તપ છે. ધમ્મો મંગલ મુક્કિમ્ અહિંસા, સંજમો, તવો દેવો વિ ત નમું સંતિ, જલ્સ ધમ્મો સયા મણો. આશ્રવનિરોધ તે અહિંસા છે સંવર ધારણ તે સંયમ છે તપસા નિર્જરા તે તપ છે. ધન્ય છે ભગવાન તમારા શાસનને, ધન્ય છે તમારા અભિગમને, ધન્ય છે તમારી સર્વતોમુખી પારમેશ્વરી પ્રતિભાને. પગે ચ સુરેન્દ્ર ચ, કૌશિકે પાદ સંસ્કૃશિ, નિર્વિશેષ મનસ્કાય, શ્રી વીર સ્વામિને નમઃ સુરેન્દ્રો તમારા ચરણે પડે, કે સર્પ તમારા પગને ડંખ મારે તમારી મનોવૃત્તિમાં કોઈ ભેદ નથી. તેવા વીર સ્વામીને નમું છું. ૧૬૮ : હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188