________________
ભંતે ! જેવી આપની આજ્ઞા.
તું ભલે જ્ઞાનીને ન ઓળખે જ્ઞાની તને ઓળખી લેશે. તારું જીવન ઘણું મર્યાદિત છે. તને કંઈ ઘણો શ્રમ પડે તેવું નથી. કરુણામૂર્તિ ઉપદેશકો તારી ભૂમિકા પ્રમાણે તને શિક્ષા આપવાના છે. તું પૂર્ણપણે સમર્પણભાવે તે ધારણ કરજે. તેમાં તારું શ્રેય છે. હે ભવ્યાત્મા ! તારો પ્રભુ પ્રત્યેનો અવિચળ વિશ્વાસ, નિસ્પૃહ ભક્તિ, આજ્ઞાંકિત પણું, અને અનન્ય સમર્પણતા તારામાં જ રહેલા તારા સુષુપ્ત ચૈતન્યને જાગૃત કરશે. તેમાં રહેલું નિર્મળ ઝરણું પ્રવાહિત થતાં, અસંખ્ય પ્રદેશે, અસંખ્ય વીર્ય, અનંત ગુણો પ્રગટ થઈ જશે. જે તારું સ્વયં શુદ્ધ સ્વરૂપ છે, કે જેને ગૌતમ પામ્યા.
,,
મૌનધારી મહાવીરની સર્વતોમુખી પારમેશ્વરી પ્રતિભા
ભગવાન મહાવીરના જન્મકાળથી નિર્વાણ સુધીના સર્વ પ્રસંગપટો તેમની સર્વતોમુખી પ્રતિભાને વ્યક્ત કરનારા છે, એટલું જ નિહ પણ જીવમાત્રને હિતકારક, સન્માર્ગપ્રેરક, કલ્યાણપ્રદ અને માર્ગદર્શક છે. પછી ભલે તે બાળક્રીડા હો, ગૃહસ્થચર્યા હો. માતાપિતાની સેવા હો કે, બંધુનો આદર હો, કે મુનિપણું કે જ્ઞાનીપણું હો.
ભગવાનનો સહજ સમાનભાવ પણ સબળ કે વિકળ માનવોની મનોવૃત્તિને પરિવર્તિત કરવામાં સામર્થ્યનું પ્રદાન કરે તેવો હતો. ભગવાનની સામે શક્રેન્દ્ર અને સંગમ બંન્ને આવ્યા. શક્રેન્દ્રે ભક્તિ-સ્તુતિ કરી, સંગમે પોતાની વૃત્તિને આધીન ઉપસર્ગ કર્યા.
‘પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ'
ભગવાને ઇન્દ્ર પાસે સંગમની ફરિયાદ ન કરી, અને ઇન્દ્ર ગયા પછી ભગવાને તેમની વંદનાને ફરી યાદ ન કરી. ભગવાનની બંને પ્રત્યે સમાન વૃત્તિ હતી.
ભગવાનની સામે ગોશાળક આવ્યો. ગૌતમ આવ્યા. ગોશાળક
૧૬૪ ૪ હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org