________________
*
ગૌતમના ચિત્તમાં રહેલા ભગવાન પ્રત્યેના અનુરાગે તેમના પર વજપાત કર્યો, જ્ઞાની ગૌતમ પણ ભગવાનના વિરહથી વ્યથિત થયા. અરે ! મેં જેની જીવનપર્યત સેવા કરી, અને અંતકાળે, ખરા સમયે મને ફક્ત એક અહોરાત્ર માટે દૂર કરી દીધો, “ભંતે ! હું અજ્ઞાની, પણ આપ જ્ઞાની તો મારી દશા જાણતા હતા કે હું હજી સ્વરૂપ પ્રાપ્ત કરી શક્યો નથી, હવે મારું શું થશે ! શું થશે ! શું થશે !” ગૌતમનાં નયનોમાંથી અશ્રુનો અવિરત પ્રવાહ વહ્યો જતો હતો. “ભગવાન ! હવે આ નિરાધાર તમારો બાળક, કોને હે ભંતે ! કહીને પ્રશ્ન પૂછશે? અને મારા મનનું સમાધાન કોણ કરશે ! પ્રભુ ! તમે આ શું કર્યું !”
ભગવાન પ્રત્યે તેમનો રાગ પ્રશસ્ત હતો. અંતે તેઓ શાંત મને વિચારવા લાગ્યા, ભગવાને જે કર્યું હોય તે હિત માટે જ હોય. મેં અજ્ઞાનવશ ભગવાનના આ કાર્ય માટે વિકલ્પ કર્યો. ભગવાન વીતરાગી હતા, તેમના પ્રત્યેનો કરેલો રાગ વીતરાગપણે પરિણમી ગૌતમ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે એવી કરુણા વરસાવી હતી. ભગવાને જે કર્યું તે મારા શ્રેય માટે જ હોય. અને રાત્રે વૈરાગ્યનું સ્વરૂપ ધારણ કર્યું.
વૈષથી ડંખેલો સર્પ પણ ભગવાનની કરુણાથી અમૃત પામી ગયો, જ્યારે ગતમે તો પૂનેહથી સર્વભાવ સમર્પણથી ભગવાનને ભજ્યા હતા. એ તે જ ભવમાં મોક્ષ પામે તે નિઃશંક હતું. ગૌતમ ભગવાનના વિયોગના વિરહમાં છતાં પ્રભુવચનને લક્ષમાં રાખી શ્રેણિએ ચડ્યા. અને આત્માને સમભાવમાં રાખી ભગવાને કહેલા પૂર્ણજ્ઞાનને પામ્યા. જ હિતશિક્ષા
સામાન્ય રીતે મનુષ્યને વિકલ્પ ઊઠે કે ખરે સમયે અનન્ય ભક્તિયુક્ત એવા ગૌતમને દૂર કર્યા? ભાઈ ! જ્ઞાનીના જ્ઞાનમાં જીવમાત્રની પાત્રતા પ્રમાણે સંકેત ઊપજતા હોય છે. કે કયા જીવનું શ્રેય કેવા પ્રકારે છે. જીવ તને તારા યોગ પ્રમાણે જ્ઞાનીની નિશ્રા મળે ત્યારે તેમના ચીંધેલા માર્ગે ચા જે બુદ્ધિના આધારે વિકલ્પની જાળ ઊભી ન કરતાં આટલું જ શીખજ કે :
હિતશિક્ષા # ૧૬૩
wwwwwwwwwwwwwwmAAAM
MAwnowwwwwwww
DOMOODSA
Kedondo
ના બાવા ના ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org